મંદિરમાં જગતી, કક્ષાસન, ઘુમ્મટ વગેરેની સાથે સાથે તોરણોની શોભા પણ રચવામાં આવે છે. મંદિરમાં નકશીદાર કલાત્મક સ્તંભપંક્તિઓ હોય, પરંતુ તોરણ વિના તે શોભે નહીં. તેમ જીવન પણ સુખ, સંપત્તિ, સુવિધા જેવા સ્તંભોથી સભર હોય; પદ, પૈસા, પ્રતિષ્ઠાના પીલર(Pillar)થી ભરપૂર હોય પણ પંચવર્તમાનરૂપી તોરણ વિના શોભે નહીં. તેથી જ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે, 'ત્યાગ શોભા સંતની.' તેમ 'નિયમ શોભા ભક્તની.' પંચવર્તમાન વડે જીવનમંદિરની શોભા નીખરી ઊઠે. તેથી કહ્યું : 'તોરણ તો વર્તમાન ધારે પાંચ...'