વિશ્વના સૌથી પ્રાચીન ધર્મ સનાતન હિન્દુ ધર્મમાં વૈદિક સમયથી પરમાત્માની ચરણસેવાનો મહિમા રહ્યો છે. ૠગ્વેદના પુરુષસૂક્તમાં 'પાદોસ્ય વિશ્વા ભૂતાનિ' કહીને સમગ્ર વિશ્વને અને જીવપ્રાણીમાત્રને પરમાત્માનાં ચરણરૂપે જોવાનો મહિમા ૠગ્વેદકાલીન ૠષિઓએ પ્રવર્તાવ્યો હતો. વૈદિક પરંપરાને સમાંતરપણે ભારતમાં પ્રવર્તેલી પાંચરાત્ર આગમોની ભક્તિ પરંપરામાં પણ 'પાદસેવનમ્' એ નવધાભક્તિનો એક મહિમાપૂર્ણ પ્રકાર રહ્યો છે. વૈદિક અને વૈદિકોત્તર યુગના કર્મકાંડમાં ભગવાનની ષોડશોપચાર પૂજાવિધિમાં 'પાદ્યમ્' એટલે કે ભગવાનનાં ચરણ પખાળીને તેમની ચરણપૂજાનો મહિમા વિસ્તર્યો હતો.
પૌરાણિક સમયમાં રચાયેલાં વિવિધ સાહિત્યમાં ચરણમહિમાની ચરમસીમા જોવા મળે છે.
શ્રીમદ્ભાગવતમાં ભગવાનની ચરણસેવાનો મહિમા ગાતાં બ્રહ્માજી પ્રાર્થના કરે છે :
'तदस्तु मे नाथ स भूरिभागो, भवेऽत्र वान्यत्र तु वा तिरश्र्चाम्।
येनाहमेकोऽपि भवज्जनानां, भूत्वा निषेवे तव पादपल्लवम्॥’
(श्रीमद्भा. १०/१४/३०)
'હે પ્રભુ આ જન્મે અથવા તો આવતા જન્મે મને મળનારા પશુ-પંખીના શરીરમાં એવું સૌભાગ્ય આપશો કે જેથી આપના ચરણની હું સેવા કરી શકું.'
માત્ર ભગવાનનાં ચરણની જ નહીં, જેમને ભગવાનના ચરણની સેવા મળી છે તેવા ભાગ્યશાળી લોકોનાં ચરણની સેવા કે રજ પામવા માટે પણ બ્રહ્માજી ઝ _ખે છે :
‘तद्भूरिभाग्यमिह जन्म किमप्यटव्यां,
तद्गोकुलेऽपि कतमाङ्घिýरजोभिषेकम्।
यज्जीवितं तु निखिलं भगवान्मुकुन्द-
स्त्वद्यापि यत्पदरजः श्रुतिमृग्यमेव॥’
(श्रीमद्भा. १०/१४/३४)
'હે પ્રભુ મને એવું સૌભાગ્ય આપજો કે, મને વ્રજમાં પશુ-પંખી કે વૃક્ષ કે વનવેલીનો જન્મ પ્રાપ્ત થાય, જેથી ભગવાન મુકુંદ જ જેમનું સર્વસ્વ છે એવા વ્રજવાસીઓની ચરણરજનો અભિષેક મારા પર થાય.'
તો એ વ્રજવાસી ગોપીઓ પણ લક્ષ્મીજીની જેમ ભગવાનની ચરણરજની ઝ _ખના કરતી સ્તુતિ કરે છે. (श्रीमद्भा. १०/२९/३७)
સનત્કુમાર અને મહારાજા પૃથુનો સંવાદ પણ ભાગવતમાં પ્રસિદ્ધ છે. સનત્કુમાર કહે છે : '
‘यत्पादपंकजपलाशविलासभक्त्या,
कर्माशयं ग्रथितमुद्ग्रथयन्ति सन्तः।
यद्वन्न रिक्तमतयो यतयोऽपि रुद्ध-
स्रोतोगणास्तमरणं भज वासुदेवम्॥
कृत्व्छ्रो महानिह भवार्णवमप्लवेशां,
षड्वर्गनक्रमसुखेन तितीरिषन्ति।
तत्त्वं हरेर्भगवतो भजनीयमङि्घý,
कृत्वोडुपं व्यसनमुत्तर दुस्तरार्णम्॥’
(श्रीमद्भा. ४/२२/३९-४०)
અર્થાત્ 'ભગવાનનાં ચરણકમળના પત્રરૂપી તેજસ્વી આંગળીઓની ભક્તિથી ભક્તજનો વાસનાગ્રંથિને જે રીતે છેદી નાખે છે તેવી રીતે તો ઇન્દ્રિયોને વશ કરનારા નિર્વિકલ્પ સમાધિનિષ્ઠ યોગીઓ પણ છેદી શકતા નથી. કામ-ક્રોધાદિક ષડ્રિપુઓથી વ્યાપ્ત સંસાર સમુદ્ર પાર કરવા માટે જે ભગવાનનાં ચરણકમળરૂપી નૌકા સિવાય અન્ય સાધન ગ્રહણ કરે છે તે મહાન કષ્ટ જ પામે છે. આથી હે રાજા! તમે ભગવાનનાં ચરણકમળની નૌકામાં બિરાજીને આ દુસ્તર સંસારસમુદ્રને પાર કરી જાઓ.'
શ્રીમદ્ભાગવતમાં પ્રહ્લાદજી તો ત્યાં સુધી કહે છે : '૧૨ લક્ષણોયુક્ત બ્રાહ્મણ પણ ભગવાનનાં ચરણકમળમાં સમર્પિત ન થયો હોય તેના કરતાં ભગવાનનાં ચરણકમળમાં સમર્પિત થયેલો ચાંડાળ પણ શ્રેષ્ઠ છે. એ ચાંડાળ પવિત્ર છે અને પોતાના કુળને પવિત્ર કરે છે. પરંતુ એ બ્રાહ્મણ ક્યારેય પવિત્ર થઈ શકતો નથી.'
રામાયણ પણ જુ દાં જુ દાં કથાનકોથી ભગવદ્ચરણનો મહિમા વિસ્તારે છે. સીતાજીની ખોજ કરીને આવેલા હનુમાનજી પર પ્રસન્ન થયેલા રામચંદ્રજીએ પ્રસંશાની વર્ષા કરી ત્યારે હનુમાનજી પ્રત્યુત્તરમાં નમ્રતાથી એટલું જ કહે છે : 'આત્મ-પ્રશંસા સાંભળીને અહંકાર ઉત્પન્ન થાય છે અને અહંકારથી વ્યક્તિનું પતન થાય છે. જ્યારે આપના મુખથી આ દાસની પ્રશંસા થઈ રહી છે તો હવે મારું પતન પણ નિશ્ચિત છે. પરંતુ નીચે પડવા માટે મારી પાસે આપનાં ચરણોથી વિશેષ કોઈ સ્થાન જ નથી. આથી, હું આપનાં ચરણોમાં પડીને જ ધન્યથઈશ.' (રામચરિતમાનસ - ૫,૩૨,૭-૮,દોહા-૩૨)
૧૪ વર્ષના વનવાસ પછી અયોધ્યામાં રાજસિંહાસન પર બિરાજમાન થયેલા રામચંદ્રજી એક વિચારથી દુઃખી હતા. તેમનું કોમળ હૃદય એમ વિચારતું હતું કે, અયોધ્યાનું રાજસિંહાસન મેં લઈ લીધું, કિષ્કિન્ધાનું રાજ્ય સુગ્રીવને આપી દીધું, લંકા જેવી સ્વર્ણ નગરીનું સામ્રાજ્ય વિભીષણને આપી દીધું, પરંતુ મારી નિષ્કામભાવે સેવા કરનારા હનુમાનજીને આપવા મારી પાસે કશું રહ્યું નથી. રામચંદ્રજીના આ વિચાર માત્રથી હનુમાનજી ધ્રુસકે ને ધ્રુસકે રુદન કરવા લાગ્યા. રામચંદ્રજીને શીઘþતાથી દાસભાવે જણાવ્યું : 'આપનાં ચરણકમળથી અધિક સમગ્ર સૃષ્ટિમાં મારે માટે કોઈ જ વસ્તુ વિશેષ નથી. આથી, આપની ચરણરજ-સેવા એ જ મારા માટે સર્વપદથી શ્રેષ્ઠ પરમપદ છે અને હું એ પરમપદને પામીને કૃતાર્થ જ છુ _. આપ મારા માટે બીજો વિચાર કેમ કરો છો!'
હનુમાનજીના હૃદયમાં પ્રભુચરણ સિવાય અન્ય કોઈ સ્થાનનું મહત્વ નથી.
જુ દા જુ દા સંપ્રદાયના આચાર્યોએ પણ આ મહિમા વિસ્તાર્યો છે. વિશિષ્ટાદ્વૈત મતના પ્રવર્તક અને ભારતના પ્રખર દાર્શનિક શ્રી રામાનુજાચાર્ય શરણાગતિનો અનન્ય મહિમા ગાય છે. તેઓ લખે છેઃ ‘अनन्यशरणस्त्वपादारविन्दयुगलं शरणमहं प्रपद्ये।’
અર્થાત્ હે શ્રીમન્ નારાયણ! હું આપનાં ચરણારવિંદ યુગલના શરણે આવું છુ _. કારણ કે તે સિવાય અન્ય કોઈ શરણ મારા માટે નથી.
વળી, સ્તુતિ ગાતાં તેઓ લખે છેઃ
‘पितरं मातरं दारान् पुत्रान् बन्घून् सखीन् गुरून्।
रत्नानि घनघान्यानि क्षेत्राणि च गृहाणि च॥
सर्वघर्मांश्र्च संत्यज्य सर्वकामांश्र्च साक्षरान्।
लोकविक्रान्तचरणौ शरणं तेऽव्रजं विभो॥’
અર્થાત્ હે પ્રભુ! પિતા, માતા, સ્ત્રી, પુત્ર, બંધુ, મિત્ર, વડીલો, રત્ન, રાશિ, ધનધાન્ય, ખેતર, ઘર, તમામ ધર્મો અને મોક્ષપદ સહિત તમામ કામનાઓનો ત્યાગ કરીને સમસ્ત બ્રહ્માંડ પર વિજયી આપનાં બંને ચરણોના શરણે હું આવ્યો છુ _.
વળી, તેઓ પ્રસિદ્ધ 'શરણાગતિગદ્યમ્'માં કહે છેઃ
‘दैवी´ गुणमयी´ मायां दासभूतः शरणागतोऽस्मि तवास्मि दास इति वक्तारं मां तारय।’
'હે પ્રભુ! દૈવી ત્રિગુણમયી માયાથી 'હું આપનો દાસ છુ _, સેવક છુ _, આપના શરણે આવ્યો છુ _' એવી રટણા રટતા મુજ દીનનો આપ ઉદ્ધાર કરો.'
ભારતની દાર્શનિક પરંપરાના દ્વૈત સંપ્રદાયના મહાન આચાર્ય મધ્વાચાર્ય ભગવાનનાં ચરણકમળનો પ્રભાવ વર્ણવતાં લખે છેઃ 'ભગવાનનાં ચરણકમળનું સ્મરણ કરવાની ચેષ્ટામાત્રથી તમારાં પર્વતતુલ્ય પાપો નાશ પામી જશે.' (દ્વા.સ્તો. ૩/૩)
તો વળી, વૈષ્ણવ પરંપરાના પ્રખર દાર્શનિક શ્રીમદ્ વલ્લભાચાર્ય કહે છેઃ
‘अतः सर्वात्मना शश्वद् गोकुलेश्वरपादयोः।
स्मरणं भजनं चापि न त्याज्यामिति मे मतिः॥’
અર્થાત્ ભગવાનનાં ચરણકમળનું સ્મરણ, ભજન, ચરણકમળની સેવા, સર્વાત્મ ભાવથી કરવી જોઈએ. તેનો ક્યારેય ત્યાગ કરવો જોઈએ નહીં, તેમ હું દૃઢતાથી માનું છુ _.
તો મહાપ્રભુ ચૈતન્ય દેવ સ્તોત્ર રચે છેઃ
‘अयि नन्दतनूज किङ्करं पतितं मां विषमे भवाम्बुघौ।
कृपया तव पादपङ्कजस्थितघूलीसदृशं विचिन्तय॥’
હે પ્રભુ! આ ઘોર દુષ્પાર સંસારસાગરમાં પડેલો હું આપનો દાસ છુ _. મને કૃપાપૂર્વક આપનાં ચરણકમળની ધૂળ સમાન ગણીને સેવા આપશો.
નિમ્બાર્ક સંપ્રદાયના આચાર્ય પરશુરામદેવજીએ લખેલાં શરણાગતિનાં પદો ખૂબ પ્રચલિત છે.
‘पद-रज पावन राम! तुम्हारी।
कटे कलंक सकल पद-पंकज परसत दिव्य देह जिनि घारी॥
बरनि सकै कबि कौन सुमहिमा जानि अजानि सेस बिस्तारी।’
(श्रीपरशुरामसागर, खं. ४, पद ३६,२,पृ. ११९,२०५)
રામચરિત માનસમાં તુલસીદાસજીએ ઠેર ઠેર ભગવાનનાં ચરણારવિંદની ગુણગાથાઓ ગાઈ છે. વિનય પત્રિકા(૧૩૧-૧)માં લખે છે કે, ભગવાનના ચરણોમાં અનુરાગ એ જ મનુષ્ય જીવનનો સૌથી મોટો લાભ છે :
'पावन प्रेम राम-चरण-कमल जनम लाहु परम्।’
તો વળી, આધ્યાત્મિક સાધના માત્રનો સાર બતાવતા તેઓ કહે છે : 'साघन सिद्धि राम पग सनेहु।’ અર્થાત્ ભગવાનના ચરણોમાં સ્નેહ થાય તે જ સૌથી મોટું સાધન અને તે જ સૌથી મોટી સિદ્ધિ છે.
મહર્ષિ ભરદ્વાજ પણ આવા જ શબ્દો ઉચ્ચારે છે : 'सकल सुमंगल मूल जग रघुवर चरण सनेहु।’ અને વરદાન માંગે છે : 'निजपद सरसिज सहज सनेहु, अब करी कृपा देहु बर एहु।’
(રામચરિતમાનસ - ૭,૪૯)
ભગવાનનાં ચરણોમાં સ્નેહ થાય તે માટે સનાતન ધર્મના અનેક સંતો-ભક્તોએ સ્તુતિઓ કરી છે. મહર્ષિ વસિષ્ઠ સ્તુતિ કરીને શબ્દો ઉચ્ચારે છે :
'तव पदपंकज प्रीति निरंतर, सब साघन कर यह फल सुंदर।’
અર્થાત્ માનવજીવનનું પરમ લક્ષ્ય ભગવાનના ચરણોમાં પ્રીતિ થાય તે જ છે. એટલે જ તેઓ વરદાન માંગે છે :
‘जन्म जन्म प्रभुपद कमल कबहुँ घटै जनि नेहु।’
(રામચરિતમાનસ - ૭, ૪૯)
ભારતીય ભક્તિ પરંપરામાં શરણાગતિનો મહિમા કહેતાં અનેક પદો પણ ભક્તકવિએ પ્રચલિત કર્યાં છે. દક્ષિણના પ્રસિદ્ધ દ્વાદશ આળવાર ભક્તોએ ચરણસેવાનો મહિમા વિસ્તાર્યો હતો. તેમાં ભક્તિમતી કવયિત્રી આંડાળનાં પદો પ્રચલિત છે. દ્વાદશ આળવારો પૈકીના એક શ્રીકુળશેખર આળવારે લખેલી ચરણસ્તુતિ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. એક તમિળ પદમાં તેઓ લખે છે : 'હે ભગવાન! મારે સ્વર્ગમાં, પૃથ્વીલોકમાં કે કદાચ નર્કમાં પણ રહેવું પડે તેની ચિંતા નથી, પરંતુ જેની આગળ શરદૠતુના પ્રફુલ્લિત કમળની શોભા પણ તુચ્છ છે તેવાં આપનાં ચરણકમળનું ચિંતન મને છેલ્લા શ્વાસ સુધી ન છૂટે એવી મારા પર કૃપા કરજો.... મને ધન, દૌલત કે શરીરના સુખની કોઈ ઝ _ખના નથી. નથી મને રાજ્યની ઇચ્છા કે નથી જોઈતું મારે ઇન્દ્રપદ. સાર્વભૌમ રાજા થવાની પણ કોઈ અભિલાષા નથી. મારી તો એક જ પ્રાર્થના છે કે હું આપના મંદિરનું એક પગથિયું બનું, જેથી આપના ભક્તોની ચરણરજ મારા પર પડે. અથવા મને આપના મંદિરના બગીચાના નાળાનું જળ બનાવી દો કે જે જળના સિંચનથી પુષ્પો ખીલે છે, અને આપનાં ચરણ સુધી તે પહોંચે છે. અથવા મને આપના બગીચામાં ચંપાના છોડનો અવતાર આપો કે જેથી પુષ્પો દ્વારા હું આપનાં ચરણ સુધી પહોચી શકું.
‘चरणकमल बंदौ हरिरार्इ...’ ગાનારાં સૂરદાસજીથી લઈને 'નિર્ભય ચરણ છે નાથનાં' લખનારા સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી સુધીના હજારો ભક્તકવિઓએ ભગવાનની ચરણરજની અપરંપાર ગાથાઓ ગાઈ છે. અહીં તેવાં હજારો પદોની સૂચિ મૂકી શકાય તેમ છે.
ચરણમહિમા અને ચરણસેવાની આ પરંપરા પાછળ એકઊંડું તત્ત્વજ્ઞાન રહ્યું છે.
ચરણસેવા એટલે ભગવાનની શરણાગતિનું પ્રતીક. ચરણસેવા એટલે ભક્તનો ભગવાન પ્રત્યેનો મન-કર્મ-વચને સમર્પણભાવ. ભક્તિમાર્ગના દાર્શનિકોએ એને પણ 'યોગ' તરીકે સ્વીકારીને 'પ્રપત્તિયોગ' નામ આપ્યું છે. ભગવાનના શ્રીચરણોમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને નિઃશંકપણે તેમનો આશ્રય ગ્રહણ કરવો તેનું નામ શરણાગતિ અથવા પ્રપત્તિ છે.
શરણાગત ભક્ત માટે ભગવાને ઉચ્ચારેલાં અભય વચનોથી ભારતીય પૌરાણિક સાહિત્ય છલકાય છે. પરંતુ તેમાંથી ભગવાન સ્વામિનારાયણે પસંદ કરેલો શ્રેષ્ઠ શ્લોક તેઓએ વચનામૃતમાં ટાંક્યો છે.
‘सर्वघर्मान् परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः॥’
વાલ્મીકિ રામાયણમાં ભગવાનના શબ્દો ગૂંજે છે :
‘सकृदेव प्रपन्नाय तवास्मीति च याचते।
अभयं सर्वभूतेभ्यो ददाम्येतद् व्रतं मम॥’
(वा.रा.युद्ध. १८/२३)
અર્થાત્ જે એકવાર પણ મારા શરણમાં આવે છે અને 'હું તમારો છુ _' એવી પ્રાર્થના કરે છે તેને હું અભયદાન આપું છુ _. તે મારી પ્રતિજ્ઞા છે.
ચરણસેવાનો બીજો ગર્ભિતાર્થ છે દાસત્વભાવ.
શ્રીમદ્ભાગવત દાસ્યભક્તિનો મહિમા પણ એટલો જ ગાય છે. ગોપીઓની પ્રાર્થનારૂપે વ્યાસજી ઉચ્ચારે છે :
' पुरुषभूषण देहि दास्यम्।’