ગુજરાતી સાહિત્યના પ્રખર કવીશ્વર દલપતરામે સદ્. ભૂમાનંદ સ્વામી વિષે નોંધ્યું છે કે, 'પ્રથમ તો વાર્તા કરનાર સ્વામીનો ચહેરો જોઈને તથા આંખો જોઈને જ વાતો સાંભળનારના મનને શાંતિ થઈ જાય. વચન તો પછી નીકળે. એમનો ઉપદેશ જેમ બાણ વાગે તેમ છાતીમાં ઊતરી ગયો. અંતઃકરણ પીગળી ગયું. નેત્રમાં આંસુ આવી ગયાં.'
આમ, જેનું વર્તન વાતો કરે એવા શ્રીજીના પરમહંસો પૈકીના એ સંતકવિ સદ્. ભૂમાનંદ સ્વામી દિવાળીનો મર્મ સમજાવતાં કહે છેઃ 'એ જ દિવાળી રે દેહ મનુષ્યનો...' જેમ વિવિધ ઉત્સવોમાં દિવાળીનું સ્થાન શિરમોર તેમ વિવિધ દેહમાં મનુષ્યદેહ ઉત્તમ. આવો મનુષ્ય જન્મ મંદિર જેવો પવિત્ર બને તો સાર્થક થયો કહેવાય. ગામ કે શહેરમાં તો મંદિર હોય, ઘરમાં પણ મંદિર હોય, પરંતુ છેલ્લે આપણે જ મંદિર બની જવાનું છે તેમ ભૂમાનંદ સ્વામી કહે છે.
મંદિરમાં જગતી, કક્ષાસન, ઘુમ્મટ વગેરેની સાથે સાથે તોરણોની શોભા પણ રચવામાં આવે છે. મંદિરમાં નકશીદાર કલાત્મક સ્તંભપંક્તિઓ હોય, પરંતુ તોરણ વિના તે શોભે નહીં. તેમ જીવન પણ સુખ, સંપત્તિ, સુવિધા જેવા સ્તંભોથી સભર હોય; પદ, પૈસા, પ્રતિષ્ઠાના પીલર(Pillar)થી ભરપૂર હોય પણ પંચવર્તમાનરૂપી તોરણ વિના શોભે નહીં. તેથી જ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે, 'ત્યાગ શોભા સંતની.' તેમ 'નિયમ શોભા ભક્તની.' પંચવર્તમાન વડે જીવનમંદિરની શોભા નીખરી ઊઠે. તેથી કહ્યું : 'તોરણ તો વર્તમાન ધારે પાંચ...'
ત્યાગી માટે નિષ્કામ, નિર્લોભ, નિઃસ્વાદ, નિઃસ્નેહ અને નિર્માન એ પંચવર્તમાન શોભારૂપ છે, જ્યારે ગૃહસ્થ માટે ચોરી ન કરવી, માંસાહાર ન કરવો, મદ્યપાન ન કરવું, વ્યભિચાર ન કરવો, વટલવું-વટલાવવું નહીં એ પંચવર્તમાન શોભારૂપ છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા કંઈક ભક્તો થઈ ગયા છે અને આજે પણ છે કે જેઓએ પંચવર્તમાનનાં તોરણોથી ઝ ñલતી, શોભતી આવી દિવાળીઓ ઊજવી છે.
શ્રીજીમહારાજના સમયમાં સુરાખાચર અડધી રાત, એકાંત અને યુવાવસ્થાના ત્રિભેટે પણ કુલટા સ્ત્રીના પંજામાં ફસાયા નહીં અને નિષ્કલંક પરત આવ્યા ત્યારે શ્રીજીમહારાજ પણ બોલી ઊઠ્યાઃ 'જુ ઓ, અમારા સિંહ આવ્યા!'
અભેસિંહ દરબારે જામ બાપુને મોઢામોઢ ઊભે ડાયરે કહી દીધું કેઃ 'જે જીભે સ્વામિનારાયણનું નામ લઉં છુ _ તે જીભ પર દારૂનું ટીપું નહીં મુકાય. આપને જો મને દારૂ પાવો હોય તો મારી આ તલવારથી પહેલાં મારું માથું વાઢી નાંખો. પછી તમે ધરાઈ જાઓ એટલો દારૂ રેડજો આ ધડમાં.' જામ બાપુ સહિત આખો ડાયરો અભેસિંહની અડગતા પર ઓવારી ગયો.
દુકાળના ભયંકર કપરા કાળમાં એક દાણો પણ પેટ ભરવા હાથ લાગતો નહોતો તેવા વખતે સગરામ વાઘરીની પત્ની, સામેથી મળેલા રૂપાના તોડા પર ધૂળ વળાવી દે છે; એમ કહીને કે, 'પારકી વસ્તુ આપણા માટે ધૂળ સમાન છે. આપણા ગળામાં સ્વામિનારાયણની કંઠી છે.'
સુરા ખાચર હોય કે અભેસિંહ હોય કે સગરામ વાઘરીની પત્ની હોય – સૌનાં જીવનમંદિરનાં તોરણ કદી કરમાયાં નહોતાં. સદા દેદીપ્યમાન રહેલાં. 'ટેક ન મેલે રે, તે મરદ ખરા જગ માંહી...' સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીની આ કાવ્યપંક્તિ ભગવાન સ્વામિનારાયણના ભક્તોના જીવનકાવ્યની ધ્રુવપંકિત હતી.
શ્રીજીમહારાજના પરમ ભક્ત જીવરામ જોષી જેતપુરમાં રહેતા હતા. તેઓની ધર્મનિયમની દૃઢતા જોઈ ભલભલાનું મસ્તક નમી જતું. ધીરે ધીરે આ વાત જ્યારે બ્રાહ્મણોની નજરમાં આવી ત્યારે કેટલાકે જીવા જોષીનો સત્સંગ મુકાવવા કમર કસી. પહેલાં તો વાગ્બાણ છોડ્યાં પણ જીવા જોષી શાંતિથી ભજન કરતા રહ્યા.
તેવામાં ગામધણી દરબાર તરફથી બ્રાહ્મણોની ચોરાશી યોõજાઈ. રસોઇયા બ્રાહ્મણોએ દરેક વસ્તુમાં લસણ નાંખ્યું. સાથે સાથે લાડુમાં પણ લસણનો અમુક અંશ નાંખ્યો. પછી બ્રાહ્મણોએ દરબારને કહ્યું: 'બાપુ! આજે આખા ગામના બધા બ્રાહ્મણો આપને ઘેર જમશે, પણ એક બ્રાહ્મણ એવો છે કે જે નહીં જમે. એ આપનું પણ નહીં માને. આપને ઘેર એક બ્રાહ્મણ ભૂખ્યો રહે અને બીજા બધા જમે એ તો આપનું અને અમારું પણ ખોટું દેખાય.'
વાત સાંભળીને બાપુ ગુસ્સે થઈને બોલ્યા કે 'આવો વળી કોણ છે તે મારે ઘેર ભૂખ્યો રહે? એને અહીં બોલાવો. એને શી હરકત છે તે પૂછીએ.'
દરબારના બોલાવ્યા જીવરામ આવ્યા એટલે બાપુએ પૂછ્યું: 'કેમ જોષી! સૌની સાથે બેસીને જમશો ને?'
ત્યારે એમણે કહ્યું: 'બાપુ! માથું જાય પણ મારી ટેક ન જાય. મારો નિયમ છે કે ડુંગળી-લસણ ન ખાવાં; અને અહીં તો બધી રસોઈમાં તે નાંખ્યાં છે.'
જોેષીની વાત સાંભળી દ્વેષીલા બ્રાહ્મણોના ચડાવ્યા બાપુએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે 'જો તમારે જમવાની ગરજ હોય, તો સૌની સાથે જમો. નહીંતર આ ઘડીએ જ અમારા ગામમાંથી કાંઈ પણ લીધા સિવાય ચાલ્યા જાઓ.'
આ પ્રમાણે ગામધણી દરબારનો હુકમ સાંભળી તરત જ જીવા જોષી સપરિવાર જેતપુરથી જૂનાગઢ આવ્યા.
એ વખતે શ્રીજીમહારાજ જૂનાગઢમાં હતા. મહારાજે તેઓની દૃઢતા માટે ધન્યવાદ આપ્યા. પોતા પાસે જે કીમતી વસ્ત્ર, ઘરેણાં ભક્તજનોએ અર્પણ કર્યાં હતાં તે બધાં જોષીને આપી દીધાં અને પીઠવડીના પટેલ ભગા-મૂળા વગેરે સમસ્ત સત્સંગીઓ ઉપર કાગળ લખ્યો કે 'જેતપુરના વતની જીવા જોષી બહુ સારા સત્સંગી છે. તેમની પાસે કાંઈ નથી, માટે સુખી ગૃહસ્થના ઘરમાં જેટલાં વસ્તુ પદાર્થો હોય તેટલી તમામ સામગ્રીવાળું તૈયાર ઘર તેમને રહેવા આપજો.'
હરિભક્તોની જેમ શ્રીજીના પરમહંસોએ પણ પંચવર્તમાનનું અણિશુદ્ઘ પાલન કરી પોતાના જીવનમંદિરને શોભાવ્યું હતું. શ્રીજીમહારાજના એક પરમહંસ સદ્. અદ્ભુતાનંદ સ્વામી ખાનદેશમાં સત્સંગ પ્રચાર અર્થે પધારેલા. તે વખતે તેઓ કુંજબારી ગામે પહોંચેલા. અહીંના રાજા નારસિંહે પોતાની કુંવરીઓને તેઓની સાથે પરણાવવાનું નક્કી કરીને તૈયારીઓ પણ શરૂ કરી દીધી. આ સમાચાર મળતાં જ અદ્ભુતાનંદ સ્વામી ત્યાંથી ચાલી નીકળ્યા. સંધવા ગામની પોઠ કુંજબારીમાં દાણા નાંખવા આવેલી તેની સાથે તેઓ સંધવા પહોંચી ગયા. સંધવાથી ફરતાં-ફરતાં ધુલિયાની બાજુ માં મેથી ગામે પધાર્યા. અહીં રહેતો એક અતીત પોતાની સાઠ હજાર રૂપિયાની મિલકત અને દીકરી સ્વામીને આપવા તૈયાર થયો. અદ્ભુતાનંદ સ્વામી આ પ્રલોભનમાં પણ ન ફસાતાં ત્યાંથી ચાલી નીકળ્યા અને કેટલાક દિવસો બાદ નાગડકામાં જઈને શ્રીજીમહારાજને મળ્યા. ત્યારે શ્રીજીમહારાજ પોતાના આસન પરથી ઊભા થઈને સામે ગયા અને સ્વામીને બાથમાં લઈને ભેટ્યા અને સભા સમક્ષ બોલ્યા : 'શૂરવીરે જેમ સામી છાતીએ ઘા ઝ íલ્યા હોય તેમ તમારો ત્યાગ શોભે છે. આ અદ્ભુતાનંદ સ્વામીનાં સૌ દર્શન કરો. એમનાં દર્શન તે અમારાં દર્શન તુલ્ય છે.'
જેમ કાચા સુતરના તાંતણાને કોઈ સહજતાથી તોડે તેમ અદ્ભુતાનંદ સ્વામીએ કામ અને લોભને તોડી નાંખેલા. તેઓનું પંચવર્તમાનનું તોરણ કરમાયા વિના સદાય નવપલ્લવિત જ રહેલું.
ભગવાન સ્વામિનારાયણના આ પરમહંસો અનેક પ્રકારનાં માન-અપમાન તથા તિરસ્કારને કોઈ પ્રકારના પ્રતિકાર વિના હસતાં મોંએ સહન કરતા. ગોળા વાળીને નીરસ ભોજન જમતા. પૈસો ઊપજે તેવી કોઈ વસ્તુનો સંગ્રહ રાખતા નહીં. તેઓનું આવું પંચવર્તમાનયુક્ત જીવન જ સૌને પ્રેરણા આપતું.
શ્રીજીમહારાજના સમયની જેમ આજે પણ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની નિશ્રામાં, પૂજા કર્યા વિના પાણીનું ટીપું ન પીનારા, ચેષ્ટા બોલ્યા વિના ન સૂનારા, શાકાહારી ભોજન ન મળે તો છ-છ મહિના સુધી બાફેલા ચણા ખાઈને રહેનારા, ડૉક્ટરની સૂચના અને સંજોગોની માંગ હોય છતાં જીભ પર દારૂનું ટીપું કે ઇંડાં, માંસ ન મૂકીને નિયમપાલન માટે જીવની બાજી લગાવનારા, કરોડોની માતબર રકમ સામેથી મળતી હોવા છતાં તેને હરામ સમજી ઠોકરે ચડાવનારા હરિભક્તોનાં અસંખ્ય દૃષ્ટાંતો જોવા મળે છે. શાસ્ત્રીજી મહારાજ - યોગીજી મહારાજના શિષ્ય ભારતરત્ન ડૉ.ગુલઝ ëરીલાલ નંદા ભારતના વડાપ્રધાનપદે હોવા છતાં રોજ પૂજા કરતા અને ચેષ્ટા પણ બોલતા.
એક કવિએ કહ્યું છેઃ 'એ અવગતની એંધાણી, ચાતક પીએ એઠું પાણી.' ચાતક હંમેશાં સ્વાતિ નક્ષત્રનાં બૂંદ વરસે તે જ પીએ. જો તે ન વરસે તો તરસે મરી જાય પણ બીજા પાણીને અડે જ નહીં. અને જો તે સ્વાતિબૂંદ સિવાય બીજુ _ પાણી પીએ તો સમજવું કે અવગતિનું આગમન થઈ ચૂક્યું છે.
પરમ પૂજ્ય સ્વામીશ્રીના આધ્યાત્મિક છત્ર તળે હજારો ચાતકો એવાં છે કે પ્રાણાંતની ઘડી આવે તોય પંચવર્તમાન બહાર પગ મૂકતાં નથી. આ જોઈએ છીએ ત્યારે ભૂમાનંદ સ્વામીએ જણાવેલી દિવાળીની ઉજવણી તાદૃશ થાય છે.
એક વાર ગુજરાતના એક લબ્ધપ્રતિષ્ઠ ઇતિહાસવિદ સેલવાસના આદિવાસી વિસ્તારમાં મુલાકાત માટે ગયેલા. અહીં તેઓ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સંપર્કમાં આવ્યા અને આ સંસ્થા આદિવાસી ઉત્કર્ષનું કાર્ય કરે છે તે જાણી સંસ્થા દ્વારા કેવું કાર્ય થયું છે તે જાણવા એકાદ ગામનું નિરીક્ષણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. સંસ્થાના એક કાર્યકર તે ઇતિહાસકારે જે ગામ પસંદ કર્યું ત્યાં તેઓને લઈ ગયા. અહીં આ ઇતિહાસકારે જોયું તો ઉજળિયાતના ઘરમાં જોવા મળે તેવી સ્વચ્છતા આદિવાસીના કૂબામાં હતી. એક ઝ ñ_પડીમાં આદિવાસી મહિલા ચોખાનો રોટલો બનાવી રહી હતી. તે જોઈ આ ઇતિહાસકારે મહિલાને કહ્યું કે, 'તમે આ રોટલો મને જમવા આપશો?' ત્યારે તે મહિલાએ કહ્યું કે, 'હું તે આપીશ, પરંતુ પ્રથમ ભગવાનને ધરાવી લઉં.' આદિવાસી મહિલાનો આ ઉત્તર સાંભળી તે નાગર ઇતિહાસકાર તો અચંબામાં પડી ગયા. આદિવાસીના જીવનમાં પણ ભગવાનને ધરાવીને જમવાની ભક્તિ જોઈને તેઓને પરમ પૂજ્ય સ્વામીશ્રીના કાર્યનો મહિમા વિશેષ સમજાયો.
આદિવાસીઓના કૂબાને પણ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ભક્તિ અને પંચવર્તમાનનાં તોરણોથી સુશોભિત કર્યા છે.
આપણી ભવ્ય ગુણાતીત સંત પરંપરાએ પણ પંચવર્તમાનનાં તોરણોથી શોભતી દિવાળીઓ ઊજવી છે. જૂનાગઢ સ્ટેટના નાગર અમલદાર મંગળજી દીવાન કલ્યાણભાઈને ઘણી વાર કહેતા કે, 'આ તમારા ગુણાતીતાનંદ સ્વામીનું બ્રહ્મચર્ય જોઈને તો અમારાં કાળજાં તૂટી જાય છે.' ચાલીસ-ચાલીસ વર્ષ સુધી મંદિરની મહંતાઈ કરવા છતાં ગુણાતીતાનંદ સ્વામીની ઝ ùળીમાં એક કોડી જેટલું દ્રવ્ય પણ ભેગું થયું નહોતું.
શાસ્ત્રીજી મહારાજના પંચવર્તમાનની અવિચળ આરાધનાનું જાણે પંચનામું કરતા હોય તેમ વરતાલના ધુરંધર કોઠારી ગોરધનદાસે કહેલું કે, 'વરતાલના ૨૦૦૦ ત્યાગીઓમાં શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ જેવો ધન-સ્ત્રીનો ત્યાગી સાધુ બીજો કોઈ મેં જોયો નથી. તેમાં જો ફેર હોય તો હું મારું માથું ડૂલ કરું.'
એક વાર યોગીજી મહારાજ સમક્ષ એક હરિભક્તે રજૂઆત કરી કે, 'બાપા! આપનામાં મનુષ્યભાવ આવે છે.' તે હરિભક્તના કોઈ સંકલ્પો પૂર્ણ નહીં થયા હોય તેથી તેઓ આમ કહી રહ્યા હશે. તેઓની વાત સાંભળી યોગીજી મહારાજે કહ્યું: 'જો અમારાં પંચ-વર્તમાનમાં ફેર હોય તો તમારું ખાસડું લઈને મારા માથામાં મારો. બાકી બીજુ _ હું કાંઈ ન જાણું.' યોગીજી મહારાજના જીવનમાં રહેલી પંચવર્તમાનની દૃઢતાનું આથી બીજુ _ કયું મોટું પ્રમાણ હોઈ શકે?!
વર્તમાનકાળે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પણ પંચવર્તમાનનું પૂર્ણપણે પાલન કરી રહ્યા છે. દેશ-વિદેશમાં અવિરત વિચરણ કરવા છતાં તેઓએ કદી નિષ્કામી વર્તમાનને ઘસારો આવવા દીધો નથી. સેંકડોની સંખ્યામાં મંદિરોનું નિર્માણ કરવાં છતાં પણ તેઓની કોઈ અંગત મિલકત નથી. પરમાત્મા અને ગુરુજનો સિવાય દુનિયાના કોઈ પદાર્થમાં તેઓને સ્નેહ નથી. આજે તેમની ઉંમર ૯૦ વર્ષની થઈ, પરંતુ આજ સુધી તેઓએ એકપણ વાર ભોજન બાબતે ફરિયાદ કે ફરમાઇશ કરી નથી તે તેમનું નિઃસ્વાદીપણું સૂચવે છે. ભારત સાધુ સમાજના મહામંત્રી સ્વામી શ્રીહરિનારાયણાનંદજી પરમ પૂજ્ય સ્વામીશ્રીના નિર્માનીપણા પર ઓવારી જતાં કહે છે કે, 'પ્રમુખસ્વામી મહારાજ જૈસે નિર્માની સંત મૈંને કભી ભી ઔર કહીં ભી નહીં દેખે હૈં.'
આમ, ગુણાતીત ગુરુઓએ પંચવર્તમાનરૂપી તોરણોથી પોતાના જીવનમંદિરને સદાય શોભાયમાન રાખ્યું છે. તેઓના સંગે આજે લાખો હરિભક્તો પણ આ જ રીતે પોતાના જીવનમંદિરને પંચવર્તમાનનાં તોરણોથી અલંકૃત કરી રહ્યા છે. એટલે જ ગંગા સતી કહે છે કે, 'શીલવંત સાધુને તો વારે વારે નમીએ, જેનાં બદલાય નહીં વર્તમાન જો...'
સદ્. ભૂમાનંદ સ્વામી આ માર્મિક પદમાં આગળ જણાવે છે કે, 'દીપમાળા તે તો વચન વા'લા તણાં...' મંદિર ભવ્ય હોય, કલાત્મક હોય પણ જો માંહી દીવો પ્રગટેલો ન હોય તો તે મંદિર મકાન કે ઇમારત લાગે, મંદિર નહીં. ઘીનો એક ટમટમતો દીવો સમગ્ર સંકુલને પવિત્ર અને આધ્યાત્મિકતાનો સ્પર્શ આપી દે છે; તેમ જીવનમાં ઘણી સિદ્ઘિઓ મેળવી હોય પણ આજ્ઞાપાલનરૂપી દીપમાળ ન હોય તો જીવન પણ ઇમારત જેવું શુષ્ક લાગે; મંદિર જેવું જીવંત નહીં. માટે ભૂમાનંદ સ્વામી જીવનમાં આજ્ઞા-પાલનના દીપસ્તંભ(Lamp post) ઊભા કરવાની વાત કરે છે.
શ્રીજીમહારાજે શિક્ષાપત્રીરૂપી માર્ગદીપકો આપ્યા છે, જે અંધકારભર્યા જીવનવનમાં અજવાળું પાથરી અક્ષરધામ સુધીનો માર્ગ કંડારી આપે છે. આ આજ્ઞાનો દીવો આપણા હાથમાં હોય તો આપણે અક્ષરધામ સુધી પહોંચવામાં ક્યાંય ભૂલા ન પડીએ.
પરંતુ આજ્ઞાના દીવાને સતત પ્રજ્વલિત રાખવો અઘરો છે. તેથી જ ભૂમાનંદ સ્વામી કહે છે : 'દીપમાળા તે તો વચન વા'લા તણાં, સંભાળીને રાખ નવ આવે આંચ...' રજોગુણ-તમોગુણના વાયરા ઘણી વાર આ દીવાને ઓલવી નાંખે છે.
મછિયાવનાં ફઈબાને રજ-તમના એવા વેગ ઊપડ્યા કે વા'લાનું વચન ન મનાયું અને આજ્ઞાનો દીવો બુઝ ëઈ ગયો. મંદિર મકાન બની ગયું અને જતે દિવસે મકાન ખંડેર થઈ ગયું!
એક વાર બોટાદના ભગા દોશી શ્રીજીમહારાજને રસોઈ આપવા સારુ ગઢડા ગયેલા. મહારાજે તેઓની વિનંતી સાંભળી કહ્યું : 'અમારે અત્યારે કડિયાના પગાર ચૂકવવા રકમ નથી, તો આ રકમ અમે તે પગારમાં વાપરીએ અને તમારી રસોઈ માની લઈશું.' પણ ભગા દોશી કહે : 'ના, મહારાજ! આ રકમમાંથી તો રસોઈ જ કરો અને આપ પીરસવા પધારીને સૌને જમાડો.' આવેગની આંધીમાં વણિક શેઠનો દીવો બુઝ ëઈ ગયો. તેઓનો આગ્રહ જોઈ મહારાજે રસોઈ કરાવી ને પોતે પીરસવા પણ પધાર્યા. પરંતુ એક વાર પંક્તિમાં ફર્યા બાદ બીજી વાર ફરતાં તો વચ્ચે ત્રણ વાર વિરામ લેવો પડ્યો. તે જોઈ ગોપાળાનંદ સ્વામીએ મહારાજને પીરસતાં રોક્યા. રઘુવીરજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામીના ખભે હાથ મૂકી મહારાજ અક્ષર ઓરડીમાં પધારી પોઢી ગયા. પોઢતાં પોઢતાં બોલ્યા : 'આજે તો થાક લાગી ગયો. આ છેલ્લી વાર પંક્તિમાં ફર્યા.'
ભગા દોશીથી વચન ન મનાયું તેની ઉદાસીનતા શ્રીજીના સમગ્ર શરીરમાં ફરી વળી.
નડિયાદના ઝ વેરીલાલે પાંચસો રૂપિયાની સેવા કરી પણ ભગતજી મહારાજની આજ્ઞાથી તેર રૂપિયા વધુ ન આપી શક્યા. આમ, વર્ષોનાં સેવા-સત્સંગ પછી પણ વચનનો દીવડો ઓલવાઈ ન જાય તેની સંભાળ રાખવી પડે છે. તેથી જ યોગીજી મહારાજ 'યોગી ગીતા'માં પ્રાર્થના કરતાં કહે છે કે, 'હઠ, માન ને ઈર્ષ્યા અમારામાં કોઈ રીતે આવે જ નહીં. રજોગુણ, તમોગુણના ભાવ ન આવે... રૂપરામ ઠાકરે મહારાજને ખાંડ ન દીધી તે બળતરા થઈ. રૂડાભાઈએ બળદ ન દીધા તે બળતરા થઈ. એવી બળતરા અમને ન ઊપડે. તમારું જ્ઞાન સમજી શકીએ એવી પ્રાર્થના. બુદ્ઘિમાં મૂઢપણું ન રહે.'
શાસ્ત્રીજી મહારાજે ગુરુ ભગતજી મહારાજની આજ્ઞા થતાં જ પોતા પાસે રહેલી શ્રીજીનાં ચરણારવિંદની જોડ જોડિયા સાધુ રામરતનદાસને આપી દીધેલી. યોગીજી મહારાજ તો કહેતા કે, 'સંવત ૧૯૬૯માં અમે શાસ્ત્રીજી મહારાજની પાસે આવ્યા. સં.૨૦૦૭માં સ્વામી ધામમાં પધાર્યા. ત્યાં સુધી સ્વામીની એકધારી આજ્ઞા પાળી રાજી કર્યા... શાસ્ત્રીજી મહારાજના જ મનનું ધાર્યું કર્યું છે, પણ આપણા મનનું ધાર્યું કર્યું નથી.' પ્રમુખસ્વામી મહારાજે પણ પોતાના ગુરુની પ્રત્યેક આજ્ઞાને અધ્ધર ઝ íલી બતાવી છે. સ્વામીશ્રી ઘણી વાર કહે છે કે, 'યોગીજી મહારાજના વિચારથી મારો વિચાર કદી જુ દો પડ્યો નથી.' આમ, ગુણાતીત ગુરુઓના જીવન સદાય આજ્ઞાપાલનની દીપમાળથી ઝ ળહળતાં રહ્યાં છે.
આ રીતે પંચવર્તમાનનાં તોરણથી અલંકૃત અને આજ્ઞાપાલનની દીપમાળાથી ઝ ગમગતું જીવનમંદિર તૈયાર થાય તો પછી ભગવાન અખંડ બિરાજી જાય. પછી તો મુક્તાનંદ સ્વામી કહે છે તેમ : 'માવજી મુજ પર ખૂબ અઢળક ઢળ્યા, માહરું મંદિર ધામ કીધું...' ભગવાન દયમાં બિરાજી જાય પછી તો અહીં જ અક્ષરધામ અનુભવાય અને પછી તો 'દિન દિન દિવાળી' થઈ જાય.
આમ, આવી અનુપમ દિવાળીની શીખ ભૂમાનંદ સ્વામીએ આપી છે. આપણી હર દિવાળી આવી જ બની રહો એ પ્રાર્થના!