સ્વામીશ્રીની આજ્ઞાથી અમે 1975થી 1979 સુધી આ વિસ્તારોમાં વિચરણ કરતા રહ્યા. સ્વામીશ્રી અને સંતોના વિચરણથી સાંકરી, નવસારી, વ્યારા, ઉકાઈ, મઢી, કરચેલિયા, દોણજા, સેલવાસ, કોસંબા ભાગડા, રાન્ધ્રા વગેરે વિસ્તારોનાં નાનાં નાનાં ગામો સુધી સત્સંગ-સંસ્કાર પ્રવૃત્તિ શરૂ થઈ. સ્વામીશ્રી પણ અવારનવાર આ પછાત ગામડાંઓમાં પછાત લોકો વચ્ચે કષ્ટો વેઠીને પધારતા.