ભગવાન શ્રીસ્વામિનારાણ પોતે તો સાક્ષાત્ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા, છતાં આપણને સૌને પ્રેરણા આપવા પોતાના જીવનમાં ગીતામાં દર્શાવેલી સમજણની દૃઢતાનું દર્શન કરાવતા. વચનામૃતમાં આ વાતની નોંધ લેવાઈ છે. ભગવાન શ્રીસ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે, 'પાંચ વાર્તાનું અમારે નિત્યે નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ નિશ્ચય જણાય છે જે, આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે. ને સુખ-દુઃખ, રાજીપો-કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે.