જે વ્યક્તિ આ ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્મવિદ્યાને જાણે, કહેતાં અક્ષર અને પુરુષોત્તમ એમ બે દિવ્ય તત્ત્વોનાં સ્વરૂપને બરાબર સમજે તો, ‘विद्वान् नामरूपाद् विमुक्तः परात्परं पुरुषमुपैति दिव्यम्’ (મુંડક ઉપનિષદ - ૩/૨/૮) 'તે વિદ્વાન આ દુન્યવી નામ-રૂપ વગેરેથી મુક્ત થઈ, અક્ષરધામમાં જઈ, તે ધામમાં રહેલા અક્ષરથી પણ પર એવા દિવ્ય પરમાત્માને પામી જાય છે.'
આમ, જે ફળ બીજા કોઈ સાધનથી ન મળે તે આત્યંતિક મુક્તિનું ફળ બ્રહ્મવિદ્યાથી મળે તે જણાવ્યું.