અમરેલીમાં પ્રમુખસ્વામી મહારાજે મંદિરની જરૂરિયાત જણાવતાં કહ્યું હતું કે સ્થાન વગર પ્રભુ ભજાય નહિ. જેમ વેપારીને ઓફિસ કે દુકાન જોઈએ, કલેક્ટરને કચેરી જોઈએ, તેમ સુખેથી પ્રભુ ભજવા માટે મંદિરો જોઈએ.... મંદિરમાં સતત પૂજાભક્તિ, સાધના ચાલતાં હોય છે, તેથી મંદિર દિવ્યશક્તિથી ભરેલું હોય છે. એટલે સ્વાભાવિક રીતે તે બહાર પણ સૂક્ષ્મ તરંગો ફેંકે છે. એટલે મંદિર પાસેથી જે કોઈ પસાર થાય છે તેમના ઉપર પણ મંદિરના દિવ્ય વાતાવરણની અસર પડે છે.