વૃક્ષારોપણ-પ્રકૃતિ સેવા
 
           બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે સ્થાપિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર સફળતાના શિખરો સર કરી રહ્યું છે. શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરતી આ શાળાને ૨૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આ દ્વિદશાબ્દી મહોત્સવને અનુલક્ષીને વર્ષ દરમિયાન વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
 
           ૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગની અસરને મહદ્દંશે ઘટાડવી એ આપણી ફરજ બને છે. આથી દ્વિદશાબ્દિ મહોત્સવના આરંભે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે સંવેદના જાગૃત કરવા માટે 28 જૂન 2024 ને શુક્રવારના રોજ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પૂજ્ય પુણ્ય કીર્તન સ્વામી અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળા પરિષદમાં 101 વૃક્ષો રોપ્યા હતા. આ વૃક્ષોના જતન દ્વારા વિદ્યાર્થીઓ આવનારા વર્ષોમાં વૃક્ષોનું જતન કરવા કટિબદ્ધ બનશે.
 
 
BAPS Swaminarayan Vidyamandir established by H.H. Brahmaswarup Pramukh Swami Maharaj  is scaling the heights of success. Infusing culture (Sanskar) with  education, this school is about to complete 20 years, it Hence, it is busy organizing special events (programmes) for Dwidashabdi (Bilingual) Mahotsav, during the year.
  
5th June is celebrated as a 'World Environmental day'. As a civilized citizen it's our duty to reduce the impact of global warming to a great extent. Hence with the aim of inculcating environmental awareness in the student ' Tree Plantation  programme' was held at the commencement of Dwidashabdi Mahotsav. During this event, students planted 101 trees in the school premises under the guidance of Pujya punyakirtan swami and school teachers. By bringing up these trees, the student will be committed to preserve the trees in the years to come.

 

Related News

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS