India’s 76th Republic Day was celebrated with great zeal and spirit by BAPS Swaminarayan Vidyamandir, Atladara. On this occasion, a flag-hoisting ceremony was held in the school premises, the white-clad teachers and students symbolized the white colour of the tricolor. During this holy occasion, revered saints of BAPS and honorable Corporator Shri Narvirsinh Chudasama, the corporator of Ward-11, Vadodara, remained present. While addressing the audience Shri Chudasama told the BAPS organization always plays leading roll in social services and thus teaches us how one can serve the society selflessly. The program included a flag song, the national song (Vande Mataram), and other motivational performances, speeches, etc. Everyone enjoyed it joyfully, and the function concluded with the national anthem. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર, અટલાદરામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. રાષ્ટ્રના ગણતંત્ર દિન નિમિત્તે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર, અટલાદરા ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં, શ્વેત વસ્ત્રધારી શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તિરંગાના સફેદ રંગની સુંદર ઝાંખી કરાવી. આ પાવન પ્રસંગે પૂજ્ય સંતો તેમજ વડોદરા જિલ્લાના વોર્ડ નંબર 11ના કોર્પોરેટર માનનીય શ્રી નરવીર સિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. પોતાના વક્તવ્યમાં તેમણે જણાવ્યું કે, "બી.એ.પી.એસ. સંસ્થા સમાજમાં કેવી રીતે ઉપયોગી બનવું તે શીખવે છે, કારણ કે તે હંમેશા સમાજસેવામાં અગ્રેસર રહે છે." કાર્યક્રમ દરમિયાન ઝંડાગીત, વંદે માતરમ્, વિદ્યાર્થીઓની પ્રેરણાદાયી રજૂઆતો અને પ્રાસંગિક ઉદબોધન દ્વારા સૌએ રાષ્ટ્રપ્રેમનો આનંદ માણ્યો. રાષ્ટ્રગીતના ગાન સાથે ઉલ્લાસપૂર્ણ માહોલમાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

Related News

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS