શિ-શિક્ષણ...
ક્ષ-ક્ષમા....
ક-કરુણા... નો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક.
શિક્ષક દાનવમાંથી માનવ અને માનવમાંથી મહામાનવ બનાવવાનું ભગીરથ કાર્ય કરે છે. એટલે જ ચાણક્યના શબ્દો યાદ આવે છે, ’शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं।'
5 મી સપ્ટેમ્બર આપણે 'શિક્ષક દિન' તરીકે ઉજવીએ છીએ.આ દિન આપણા મહામહિમ - રાષ્ટ્રપતિ અને મહાન તત્વચિંતક એવા ડો. સવૅપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. જેઓ શિક્ષકનો પવિત્ર વ્યવસાય પસંદ કરી રાષ્ટ્ર ના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા હતા.
સમાજના દરેક વ્યવસાયકારોમાંથી એકમાત્ર શિક્ષક જ બાળકોના સર્વાંગી વિકાસમાં પાયાની ભૂમિકા ભજવે છે.
શિક્ષક આજીવન વિદ્યાર્થી છે. આથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં આ વિશિષ્ટ દિવસની ઉજવણી પણ વિશિષ્ટ રીતે કરવામાં આવી હતી.
આ દિવસે શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યકત કરવા તથા નેતૃત્વશક્તિના વિકાસ માટે વિદ્યાર્થીઓ શિક્ષક બની, શિક્ષકની ભૂમિકા ભજવી હતી. અટલાદરા સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં નીલકંઠવર્ણી મહારાજનો અભિષેક કરી, આ શુભ દિનની ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો હતો. કુમકુમ તિલક, પુષ્પોની પાંખડી દ્વારા શિક્ષકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રવચન, પ્રવૃત્તિ અને પ્રેરણાદાયી વચનો દ્વારા આ દિવસને યાદગાર બનાવવામાં આવ્યો હતો. સમૂહ ભોજન બાદ સૌ શિક્ષકોએ વિદાય લીધી.