આપણે સૌ જાણીએ છીએ તેમ પૃથ્વી પર શુદ્ધ જળ, જે પીવાના ઉપયોગમાં લઇ શકાય તેનું સ્તર ઉત્તરોત્તર ઓછું થઈ રહ્યું છે. તેથી વરસાદના ચોખ્ખા પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય, પાણીનું મહત્વ, જળચક્ર, પાણીનું સંરક્ષણ વગેરે વિશે માહિતી પૂરી પાડતો એક વિશિષ્ટ કાર્યક્રમ - 'पानी की पुकार' નું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના દ્વિદશાબ્દી અંતર્ગત તા.૧૦/૦૯/૨૪, મંગળવારના રોજ કરવામાં આવેલ કાર્યક્રમની રજૂઆત પ્લે ગ્રુપ થી ધોરણ ૨ ના વિધાર્થીઓએ કરી હતી.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ જળનું મહત્વ, જળના સ્ત્રોત તથા તેના ઉપયોગોને વકતૃત્વ દ્વારા રજૂ કર્યું હતું. જ્યારે જળ સંરક્ષણની રજૂઆત જોડકણાં દ્વારા કરવામાં આવી હતી. પૂર્વ પ્રાથમિક વિભાગની તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા સુવર્ણા ડાન્સની ખૂબ જ સુંદર રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષકોએ પણ સંવાદ રજૂ કરી વિદ્યાર્થીઓને પાણીનો બગાડ થતો કઈ રીતે અટકાવી શકાય તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. સંવાદ બાદ સૌ પ્રતિજ્ઞા લઈ જળનું જતન કરવા કટિબદ્ધ થયા હતા. કાર્યક્રમના અંતમાં ધોરણ ૧ અને ૨ ના વિદ્યાર્થીઓએ 'જળ બચાવો' વિષય અંતર્ગત સ્કૂલ કેમ્પસમાં રેલી દ્વારા અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા પૂરી પાડી હતી.
આમ, જળને લગતી વિવિધ માહિતી જુદા જુદા માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવી હતી.