પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ સ્વરૂપે સમસ્ત માનવજાતને અમૂલ્ય ભેટ આપી છે.
બીએપીએસ સંસ્થાના હજારો બાળકો યુવાનો અને વડીલોએ આ ગ્રંથને સંસ્કૃત, ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં મુખપાઠ કરી સ્વામીશ્રીનો રાજીપો પ્રાપ્ત કર્યો છે.
બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર, અટલાદરા દ્વારા સત્સંગ દીક્ષા લેખન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષામાં થયેલા આ લેખનકાર્યમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાના સ્ટાફ તેમજ વાલીઓ સહર્ષ જોડાયા હતા.
કુલ ૨૪૬ વિદ્યાર્થીઓ અને ૬૭ જેટલા શાળાના સ્ટાફ અને વાલી દ્વારા આ લેખનકાર્ય થયું હતું. આ સત્સંગ દીક્ષા લેખનયજ્ઞમાં ગુજરાતી ભાષામાં 336 ગ્રંથ, સંસ્કૃત ભાષામાં 38 ગ્રંથ, અંગ્રેજી ભાષામાં 20 ગ્રંથ અને હિન્દી ભાષામાં એક ગ્રંથ નું લેખન થયું હતું. આમ કુલ 395 વાર ગ્રંથ લેખન થયું હતું.
વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા લેખન થયેલા ગ્રંથોને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રસાદીભૂત કર્યા હતા. સાથે સાથે તેમનો અઢળક રાજીપો પત્ર દ્વારા પણ વ્યક્ત કર્યો હતો. આ સત્સંગ દીક્ષા ગ્રંથના લેખનકાર્ય બદલ સદગુરુ સંતો પ. પૂ. ડોક્ટર સ્વામી તથા પ. પૂ. ત્યાગ વલ્લભ સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા.