કોઈપણ શિક્ષકની પ્રથમ જવાબદારી રોજેરોજ ભણતા રહેવાની છે. નિરંતર ભણવાના ભાગરૂપે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર, અટલાદરા દ્વારા પ્રતિવર્ષ બે વાર યોજાતી ટીચર્સ ટ્રેનિંગ અંતર્ગત, આ શૈક્ષણિક વર્ષ 2020-21ની પ્રથમ ટ્રેનિંગ કોરોના મહામારીને લક્ષમાં લઇને  VIRTUAL TEACHERS’ TRAINING સ્વરૂપે આયોજીત કરવામાં આવી હતી.

                   શૈક્ષણિક તાલીમના ભાગરૂપે, પ્રથમ ત્રણ દિવસ પ્રખ્યાત શિક્ષણવિદ્દ અને જાણીતા સત્સંગીબંધુ ડૉ. જયેશભાઈ માંડણકા દ્વારા એક આદર્શ શિક્ષકના ગુણો તથા સાચી કેળવણી દ્વારા વિદ્યાર્થીના ચારિત્ર્યના નિર્માતા તરીકેની શિક્ષકની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

                  શિક્ષક તાલીમના ભાગરૂપ વ્યક્તિત્વ વિકાસની તાલીમ શાળાના ટ્રસ્ટી શ્રી સંજયભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી.  જેમાં તેમણે મહાપુરૂષોના જીવન પ્રસંગો દ્વારા તથા વિવિધ કેસ સ્ટડીસના માધ્યમથી સંબંધોના મેનેજમેન્ટ વિષે સમજાવ્યું હતું. 

                   ઓર્ગેનાઈઝેશનલ ટ્રેનિંગના ભાગરૂપે, ભારતવર્ષના સનાતન ધર્મશાસ્ત્રો- વેદો, ઉપનિષદો, રામાયણ, શ્રીમદ્ ભાગવત, વચનામૃતના વિવિધ સિદ્ધાંતોને આધારે પાવર-પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા શાસ્ત્રોના મૂર્તિમાન સ્વરૂપ- પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજના વિવિધ ગુણોની ઝાંખી કરાવવામાં આવી હતી. આદર્શ શિક્ષક પ્રમુખસ્વામી મહારાજના વિવિધ જીવન પ્રસંગો દ્વારા તેઓના પંચવર્તમાન બાળકો પ્રત્યેનો સ્નેહ, સામ્યમ્ તથા કૌશલ્યમ્ જેવા ગુણો દ્રઢ કર્યા હતા.

                    શાળાના સંચાલક સંત પૂજ્ય પુણ્યકીર્તન સ્વામીએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અદભુત મેનેજમેન્ટના રહસ્યોને સુપેરે વર્ણવ્યા હતા. પૂજ્ય ત્યાગવત્સલ સ્વામીએ, પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યોની ઝાંખી આજે મહંત સ્વામી મહારાજ માં સૌને થઈ રહી છે તે વિવિધ પ્રસંગો દ્વારા પરણાવી વર્ણવી સત્પુરુષના પ્રગટપણાની અદ્ભુત વાતો કરી હતી.

Related News

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS