તાજેતરમાં સુરત ખાતે બની ગયેલ હોનારતે સમગ્ર ગુજરાતની જનતાને સંવેદનશીલ બનાવી મૂકી. જે ગોઝારી ઘટનાને ધ્યાનમાં રાખી વડોદરા અગ્નિશામક નિષ્ણાત શ્રી શૈલેન્દ્રસિંહ સોલંકી (સેફટી મેનેજર), શ્રી દિનેશ કોટડિયા (મેનેજર પ્રોડક્શન), શ્રી દિલીપ પંચાલ (મેનેજર પ્રોડક્શન) જેવા વિષય નિષ્ણાત વક્તાઓએ પી.પી.ટી. મોકડ્રિલ દ્વારા અમારી શાળાના વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને જો બને તો, સાવચેતીરૂપે ક્યા ક્યા પગલા લઇ શકાય એ બાબતનું તલસ્પર્શી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ સહકાર પૂરો પાડ્યો હતો.
કાર્યક્રમને અંતે શાળાના આચાર્યાશ્રીએ આવેલ નિષ્ણાતોનો સુંદર માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.