Photo Gallery

પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સૌજન્યથી વડોદરા શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ‘સથવારો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમનું ઉદઘાટન BAPS સ્વામિનારાયણ મંદિર, અટલાદરા, વડોદરા ના કોઠારી પૂજ્ય ભાગ્યસેતુ સ્વામી દ્વારા કરવામાં આવ્યું. તથા પૂજ્ય પુણ્યકીર્તન સ્વામી દ્વારા પધારેલ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ પૂજ્ય ત્યાગવત્સલ સ્વામી દ્વારા "Importance of Value Based Education" વિષય પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. 

પૂજ્ય સંતોની વિદાય બાદ વડોદરા શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પુલવામા ઘટનામાં શહિદ થયેલ સૈનિકોના પરિજનોને સહાય નિમિત્તે એકત્રિત કરાયેલ રૂ. 40,00,000 (ચાલીસ લાખ રૂપિયા) ના ફાળાનો ચેક કર્નલ અમૃતલાલ મકવાણાને અર્પણ કરવામાં આવ્યો હતો.

   ઇન્ચાર્જ D. E. O. શ્રીમતિ અર્ચનાબેન ચૌધરી અને મંચસ્થ મહાનુભાવો દ્વારા બાળકોને આદર્શ બાળક અને જવાબદાર નાગરીકના પાઠ ભણાવતી ‘ચાલો આદર્શ બનીએ’ સી.ડીનું વિમોચન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા એક વર્ષથી શહેર / જિલ્લાની પાંચસોથી વધુ શાળાઓને સંસ્થા દ્વારા પ્રતિમાસ એક નવી સીડી પહોંચાડવામાં આવે છે. જેમાં આજે વધુ ત્રણસો જેટલી શાળાઓ પણ સહર્ષ આ સમાજોપયોગી કાર્યમાં સહભાગી થવા કટીબધ્ધ થયેલ છે. તથા તેના અમલીકરણ બાબતે સમજ આપવામાં આવી હતી.

 

Related News

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS