બ્ર. સ્વ. યોગીજી મહારાજ તથા બ્ર. સ્વ. પ્રમુખસ્વામી મહારાજને પ્રેરણાથી શિશુ મંડળ, બાલ મંડળ તથા છાત્રાલયોમાં બાળકો નાનપણથી સંસ્કારો પ્રાપ્ત કરી રહ્યા છે. આ સંસ્કાર સિંચનની પ્રવૃત્તિમાં બાળકો અઠવાડિયે એક વખત મંડળમાં જઈને સંસ્કાર પ્રાપ્ત કરી રહ્યા છે.
પરંતુ નાના શિશુઓને દરરોજ આ પ્રવૃત્તિમાં જોડી શકાય તે હેતુ થી પ.પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી આપણી સંસ્થા દ્વારા પ્લે સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. પ.પૂ. ડૉક્ટર સ્વામીના સૂચન પ્રમાણે શહેર વિસ્તારમાં હરિમંદિરો તથા સંસ્કારભવન તથા સંસ્કાર ભવનોમાં આ પ્રવૃત્તિ કરી શકાય. વડોદરા શહેરમાં ઈન્દ્રપુરી વિસ્તારમાં આવેલા હરિમંદિરમાં આ પ્રમાણેનું પ્રથમ પ્લે સેન્ટર તા. ૧૨/૬/૨૦૧૭ ના રોજ પૂ. આચાર્ય સ્વામી (પૂ. નરેન્દ્રપ્રસાદ સ્વામી) તથા પૂ. ભાગ્યસેતુ સ્વામી (કોઠારી, શ્રી સ્વામિનારાયણ મંદિર, અટલાદરા)ના હસ્તે ઉદધાટિત કરવામાં આવ્યું. આ પ્રસંગે ઈન્દ્રપુરી વિસ્તારના કોર્પોરેટર તથા લોક લાડીલા નેતા શ્રી શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન સમારંભમાં સૌ પ્રથમ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્લે સેંટરમાં પ્રવેશ મેળવેલ બાળકો તથા બાલિકાઓના માતાપિતાએ ખાસ લાભ લીધો.
ત્યારબાદ શ્રી સંજયભાઈ પટેલે આ પ્લે સેન્ટરની વિસ્તૃત માહિતી આપી. પૂ. ભાગ્યસેતુ સ્વામીએ ઉપસ્થિત હરિભક્તો તથા મહાનુભાવો વિગેરેને પોતાના તથા અન્ય બાળકો આ પ્લે સેન્ટરમાં પ્રવેશ મેળવીને સંસ્કારો પ્રાપ્ત કરે તે માટે પ્રોત્સાહિત કર્યા.
ત્યારબાદ પૂ. આચાર્ય સ્વામીએ જણાવ્યુ કે ભગવાન સ્વામિનારાયણ તથા ગુરુવર્યોના આશીર્વાદથી અહિયાં પ્રવેશ મેળવનાર dr[k બાળક-બાલિકા એક સારા સંસ્કારયુક્ત નાગરિક તરીકે તૈયાર થશે એ નિશ્ચિત વાત છે.
અંતમાં, તમામ ઉપસ્થિત પૂ. સંતો, મહાનુભાવો,
હરિભક્તો (vg[r[a[ પ્લે સેન્ટરના વર્ગખંડની મુલાકાત લીધી જ્યાં તેઓને પ્લે સેન્ટરના વાર્ષિક અભ્યાસક્રમ તથા વિવિધ પ્રવૃત્તિઓ વિષે માહિતી આપવામાં આવી.
આ પ્લે સેન્ટરનું સંચાલન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર, અટલાદરા દ્વારા કરવામાં આવશે. જેમાં વડોદરા શહેર બાલિકા પ્રવૃત્તિના સંયોજક શ્રીમતી પુનમબેન પટેલ તથા મહિલા પ્રવૃત્તિના નિરીક્ષક શ્રીમતી દીપ્તીબેન શાહ, કો- ઓર્ડિનેટર તરીકે માનદ સેવાઓ આપનાર છે.