વર્ષ 2020 દરમિયાન ફેલાયેલી COVID-19ની વૈશ્વિક મહામારી એ સમગ્ર વિશ્વ પર પોતાના ઘેરા પ્રતિભાવો છોડ્યા છે. સમગ્ર વિશ્વમાં સૌએ કઠણ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે,પરંતુ આ સમયગાળામાં જેને સૌથી વધુ ગંભીર અસર પહોંચી છે તે છે વિદ્યાર્થીમાનસ.વિદ્યાર્થી પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠો છે અને નકારાત્મકતા માં ગરકાવ થઈ ગયો છે.
                       કારકિર્દીના પાયા સમાન ધોરણ ૧૦ અને ૧૨માં ભણતા વિદ્યાર્થીઓમાંથી નકારાત્મકતા દૂર થાય અને તેઓ આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે બોર્ડની પરીક્ષાની તૈયારીને લગતા પ્રશ્નો અને મૂંઝવણોના નિરાકરણ રૂપે શાળા દ્વારા એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને જાણીતા કાઉન્સેલર પૂર્વી ભીમાણી દ્વારા સચોટ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
                       વાંચનપૂર્વે પરીક્ષાલક્ષી મહેનત કરવા માટે પોતાની સમજ પ્રમાણે ચેપ્ટર્સને પ્રાથમિકતા આપવાની પદ્ધતિ,વાંચન કરી યાદ રાખવાની વિવિધ ટેકનિક્સ તથા મનોવૈજ્ઞાનિક અભિગમ દ્વારા વાંચેલું યાદ કરી પેપર લખવાની પદ્ધતિ વિશે સચોટ અને આવશ્યક માર્ગદર્શન પૂરું પાડી વિધાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ઉર્જા જગાડયા હતા. 

Related News


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS