Introduction

BAPS Swaminarayan ITI (ITC) is situated in the Swaminarayan Mandir Campus at Bodeli in Chotaudepur District. In an environment with modern infrastructure, all those who get admission can get skilled training along with spiritual values. GCVT accreditation from December 2021 and NCVT accreditation from October 2022.
પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રી મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજના આશિર્વાદથી  BAPS સ્વામિનારાયણ આઈ.ટી.આઈ – બોડેલી એ BAPS સ્વામિનારાયણ સંસ્થાની અને છોટાઉદેપુર જીલ્લાની પણ સૌપ્રથમ સેલ્ફ ફાઈનાન્સ/પ્રાઈવેટ(કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માન્ય) આઈ.ટી.આઈ છે. જેની અંદર NCVT અને GCVTના છ મહિના/ એક વર્ષ અને બે વર્ષ સુધીના અલગ-અલગ કોર્સની તાલીમ આપી કુશળ તાલીમાર્થી તૈયાર કરવામાં આવે છે.
આ આઈ.ટી.આઈ શરુ કરવાનો મુખ્ય હેતુ અહી આજુબાજુના વિસ્તારમાં રોજગારીની તક ના હોવાથી અહીના આજુબાજુના ગામડાઓમાં શિક્ષણ મેળવવા છતા પણ રોજગારી મેળવી શકતા નથી તેથી આ લોકો પછાત થતા જાય છે તે આ વર્ગો ને ઉપર લાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માન્ય આઈ.ટી.આઈ માં  તાલીમ આપીને રોજગારીની ઉત્તમ તક પૂરી પાડવાનો છે.
BAPS આઈ.ટી.આઈમાં તમામ તાલીમાર્થીઓને અત્યાધુનિક પદ્ધતિ તેમજ આધુનિક મશીનરીથી શિક્ષણ આપવામાં આવે છે.
અહી તાલીમ લેતા તાલીમાર્થીઓને યોગ્યતા મુજબ ફ્રીશીપ, શિષ્યવૃત્તિ અને રાહતદરના બસપાસની સરકારશ્રીના નિયમ અનુસાર સગવડ આપવામાં આવે છે.
કોર્સ પૂર્ણ કર્યા બાદ એપ્રેન્ટિસ તેમજ રોજગાર મેળાનું આયોજન કરી યોગ્યતા મુજબ પ્લેસમેન્ટ માટે મદદરૂપ થઈ રોજગારીની ઉત્તમ તક ઉભી કરવામાં આવે છે.

Video

Address

Location

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS