The patients and their families visiting the hospital have the following rights, which are respected by every staff member of the hospital. All the rights and responsibilities are explained in a language which a patient and relative/introducer/guardian can understand.
Patients and families may bring to the notice of the Hospital Administration, any instance of violation or perceived violation of these rights.

PATIENTS’ RIGHTS

Accessibility and Availability:

  • To access medical care facility regardless of caste, religion, nationality, disability or source of payment of your bills.
  • To be provided with immediate care at the time of emergency.
  • To complain to concerned authority in case of any delay or improper services without the care being affected.

Personal Dignity and Privacy of Patients:

  • To receive due respect for personal dignity and privacy.
  • To be provided with suitable privacy for undergoing examination, procedures and treatment.
  • To be responded with respect to your values and spiritual and religious beliefs, in a polite & respectful manner without obstructing the ongoing treatment and in accordance with the hospital policies

Protection and Safety:

  • To have a safe and protected environment for you and your relatives.
  • To be protected from abuse, neglect, assault, harassment, and unnecessary use of restraint, manhandling, and other similar instances.

Right to information and Education:

  • To have a right to be informed and educated in a language and format that you can understand.
  • To be informed about the services and care available at the hospital. • To have information of your care providers
  • To be informed about your disease, result of diagnostic tests, treatment and possible outcomes and progress, improvement or deterioration in healthTo be educated about safe and effective use of medicines , food and drug interaction and their potential side effects, diet and nutrition requirements, immunization, prevention of Infections, where applicable. And if needed about pain management techniques.
  • To access hospital / organization’s information as per Right to Information Act.
  • To get educated about specific disease process, complication and prevention strategies and lifestyle modifications.
  • Patient can have the second opinion of another consultant, regarding his/her illness and prognosis. Hospital will facilitate the same. Right to change the doctor of same speciality if patient is not satisfied with existing doctor’s treatment.

Involvement in decision making:

  • To receive all information regarding your disease and proposed care plan, risks, benefits, treatment options and alternatives, expected outcomes of treatment at periodic intervals, complications and to make an informed choice.
  • To accept or refuse the medical treatment
  • To give your informed consent to hospital before treatment begins. To withdraw your consent and refuse treatment at any time, the consequences of refuse of treatment are explained and documented.
  • To be fully involved in decision about your care and to be given the opportunity to ask questions

Consent:

  • To be provided with the informed consent such as (but not limited to) before the procedure- its risks and benefits, alternative and outcome.

Treatment Cost:

  • To be provided with the estimate of your bill amount in transparent manner.
  • In case of planned hospitalization to be provided with interim bills in different categories as per your care plan as per billing policy except for packages. The limitations are also explained.
  • To get information of day to day hospital bills in accordance with the hospital policy To get access to updated tariff list and additional charges communicated in a given time frame in transparent manner.
  • To have information regarding financial implications in case of change in care plan.

Confidentiality Information:

  • All information regarding you (medical or non-medical) is ideally kept confidential except in instances where disclosure is required by law. Privileged communication as per statutory requirements followed.
  • Families also may be denied disclosure of some kinds of information unless consented to by the patient. This will not apply to minors and individuals who are incapable of exercising rational decision - making.
  • Only those personnel have the right to access patient information, who are involved in the care of the patient or specifically authorized by the hospital

Access to Clinical Records:

  • To have access to your medical record in consonance with the statutory requirements laid down by MCI.

Voice of complaint, feedback and Redressal of complaints:

  • To voice your complaints in case you feel aggrieved, methodology of same is displayed at prominent locations in hospital.
  • To receive feedback on action taken on complaints registered by you in the hospital within define time frame.

Effective & Enhanced Communication:

  • To get effective communication in the language understood by you and no unacceptable communication is made.
  • To have special concern with enhanced communication while facing challenging situations.

Self-Care:

  • To get sensitive and confidential information about self-care as desired by you. And in case of minors by one of the parent/guardian.

PATIENTS’ RESPONSIBILITIES

  • To provide your correct & detailed history of your healthcare problem to your doctor
  • To follow the treatment plans established by the consultant doctor, nurse, and the healthcare professionals
  • To be aware that you are solely responsible for the consequences in case of discontinuation of treatment prescribed by the care provider during the hospital stay
  • To understand that in case you leave against medical advice it will be at your own risk, and in case of minors it is responsibility of parents/guardian.
  • To pay all the hospital bills in timely manner
  • To co-operate with the staff for maintaining the cleanliness and administrative procedures of the hospital
  • To follow the hospital rules and regulations
  • Responsibility of your belongings lies with you

દર્દીઓના હક્કો  અને ફરજો

હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના પરિવારો પાસે નીચેના હક્કો છે, જે હોસ્પિટલના દરેક સ્ટાફ મેમ્બર દ્વારા સન્માનિત છે. તમામ હક્કો અને ફરજો એવી ભાષામાં સમજાવવામાં આવ્યા છે કે જે દર્દી અને સંબંધી /પ્રસ્તાવક/ વાલી સમજી શકે.
આ અધિકારોનું ઉલ્લંઘન અથવા આ અધિકારોનું કથિત ઉલ્લંઘનનું કોઈ પણ ઉદાહરણ, દર્દીઓ અને પરિવારો, હોસ્પિટલ વહીવટીતંત્રના ધ્યાન પર લાવી શકે છે.

દર્દીઓના હક્કો

સુલભતા અને ઉપલબ્ધતા:

  • જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા, અક્ષમતા અથવા આપના બિલની ચુકવણીના સ્ત્રોતને ધ્યાનમાં લીધા વિના તબીબી સંભાળ સુવિધા ઉપલબ્ધ રહેશે.
  • કટોકટી સમયે તાત્કાલિક સંભાળ પ્રાપ્ત કરવી  .
  • કોઈપણ વિલંબ અથવા અયોગ્ય સેવાઓના કિસ્સામાં, સંભાળ પ્રભાવિત થયા વિના, એના માટે સંબંધિત અધિકારીને ફરિયાદ કરવી.

દર્દીઓની વ્યક્તિગત આત્મસન્માન અને ગોપનીયતા:

  • વ્યક્તિગત આત્મસન્માન અને ગોપનીયતા માટે યોગ્ય આદર પ્રાપ્ત કરવો.
  • તપાસ, પ્રક્રિયાઓ અને સારવાર માટે યોગ્ય ગોપનીયતા પ્રાપ્ત કરવી.
  • કાળજી દરમ્યાન આપના નૈતિકતા ના મૂલ્યો, આધ્યાત્મિક અને ધાર્મિક માન્યતાઓ, નમ્ર અને આદરપૂર્વક ચાલુ સારવારમાં અવરોધ કર્યા વિના અને હોસ્પિટલની નીતિઓને અનુસાર આદર સાથે પ્રાપ્ત કરવી.

સુરક્ષા અને સલામતી:

  • આપના અને આપના સંબંધીઓ માટે  સુરક્ષિત વાતાવરણ હોવું.
  • અભદ્ર મૌખિક કે શારીરિક વ્યવહાર, ઉપેક્ષા, હુમલો, બેદરકારી, , અને સંયમના દુરુપયોગ, વિના કારણ પ્રતિબંધ અને અન્ય સમાન ઉદાહરણોથી સુરક્ષા મેળવવી.

માહિતી અને શિક્ષણનો અધિકાર:

  • તમે સમજી શકો તેવી ભાષા અને ફોર્મેટમાં માહિતી અને શિક્ષિત થવાનો હક્ક પ્રાપ્ત કરવો.
  • હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ અને સંભાળ વિશે જાણ પ્રાપ્ત કરવી.
  • આપના સંભાળ પ્રદાતાઓની માહિતી પ્રાપ્ત કરવી.
  • આપના રોગ, નિદાન પરીક્ષણો, સારવાર અને સંભવિત પરિણામો અને પ્રગતિ, આરોગ્યમાં સુધારો અથવા વિસંગતતા ના પરિણામ વિશે જાણ કરવી. આ નૈતિક અને કાનૂની પરિમાણો દ્વારા અનુસરવામાં આવે છે.
  • દવાઓના સલામત અને અસરકારક ઉપયોગ, ખોરાક અને દવાની ક્રિયાપ્રતિક્રિયા અને તેમની સંભવિત આડઅસરો, આહાર અને પોષણની જરૂરિયાતો, રોગ પ્રતિકારકતા, ચેપને રોકવા, જ્યાં લાગુ હોય ત્યાં શિક્ષિત થવાનો હક્ક પ્રાપ્ત કરવો. અને જો જરૂરી હોય તો પીડા વ્યવસ્થાપન તકનીકો જાણવાનો હક્ક પ્રાપ્ત કરવો.
  • માહિતી અધિકાર અધિનિયમ મુજબ હોસ્પિટલ / સંસ્થાની માહિતી મેળવવા માટે નો હક્ક પ્રાપ્ત કરવો.
  • ચોક્કસ રોગ પ્રક્રિયા, ગૂંચવણો અને નિવારણની વ્યૂહરચનાઓ અને જીવનશૈલીમાં ફેરફાર વિશે શિક્ષિત થવાનો હક્ક પ્રાપ્ત કરવો.
  • દર્દી તેની બીમારી અને પૂર્વસૂચન અંગે હોસ્પિટલની અંદર અન્ય ડૉક્ટર નો બીજો અભિપ્રાય ધરાવી શકે છે. જો દર્દી હાલના ડૉક્ટર ની સારવારથી સંતુષ્ટ ન હોય તો સમાન વિશેષતાના ડૉક્ટર ને બતાવવાનો હક્ક છે.

નિર્ણય લેવામાં સમાવેશ:

  • આપના રોગ અને સૂચિત સંભાળ રૂપરેખા, જોખમો, લાભો, સારવારના વિકલ્પો અને અન્ય વિકલ્પો, સમયાંતરે સારવારના અપેક્ષિત પરિણામો, ગૂંચવણો અને પસંદગી કરવા અંગેની તમામ માહિતી મેળવવા માટે નો હક્ક પ્રાપ્ત કરવો .
  • તબીબી સારવાર સ્વીકારવી કે નકારવી.
  • સારવાર શરૂ થાય તે પહેલા હોસ્પિટલમાં તમારી જાણકાર સંમતિ આપવા માટે, હક્ક પ્રાપ્ત કરવો.
  • તમારી સંમતિ પાછી ખેંચવા અને કોઈપણ સમયે સારવારનો ઇન્કાર કરવા માટે, સારવાર નકારવાના પરિણામો સમજાવવામાં આવે છે અને નોંધ કરવામાં આવે છે.
  • તમારી સંભાળ અંગેના નિર્ણયમાં સંપૂર્ણ રીતે સામેલ થવું અને પ્રશ્નો પૂછવાની તક મેળવવી.

સંમતિ:

  • પ્રક્રિયા પહેલા તેના જોખમો અને લાભો, વૈકલ્પિક અને પરિણામ (પરંતુ તેના સુધી મર્યાદિત નથી) જાણકારી અને સંમતિ પૂરી મેળવવી.
  • સંમતિ આપવાની અસમર્થતાના કિસ્સામાં જાણકાર સંમતિ સાથે પ્રદાન કરવા માટે, હક્ક આપવામાં આવે છે.

સારવાર ખર્ચ:

  • પારદર્શક રીતે આપના બિલની રકમના અંદાજિત માહિતી પૂરી પાડવામાં આવશે.
  • પૂર્વ આયોજિત દાખલ થવાના કિસ્સામાં,  હોસ્પિટલમાં પેકેજો સિવાય બિલિંગ, હોસ્પિટલ ની નીતિ મુજબ તમારી સંભાળ યોજના મુજબ વિવિધ કેટેગરીમાં વચગાળાના બિલ પૂરા પાડવામાં આવશે. અને તેની મર્યાદાઓ પણ સમજાવવા માં આવી છે.
  • હોસ્પિટલ ની નીતિ અનુસાર દૈનિક હોસ્પિટલ બિલની માહિતી મેળવવી પારદર્શક રીતે આપેલ સમયમર્યાદામાં અપડેટ કરેલ ટેરિફ સૂચિ અને વધારાના શુલ્કને ઉપલ્બધતા મેળવવા માટે હક્ક પ્રાપ્ત કરવો .
  • સંભાળ યોજનામાં ફેરફારના કિસ્સામાં નાણાકીય અસરો સંબંધિત માહિતી હોવી.

માહિતી ની ગોપનીયતા:

  • આપના વિશેની તમામ માહિતી (તબીબી અથવા બિન-તબીબી) આદર્શ રીતે ગુપ્ત રાખવામાં આવે છે. સિવાય કે એવા કિસ્સાઓ કે જ્યાં કાયદા દ્વારા જાહેર કરવું જરૂરી હોય અને વૈધાનિક જરૂરિયાતો અનુસાર વિશેષાધિકૃત સંદેશાવ્યવહાર અનુસરવામાં આવ્યો હોય. દર્દીઓ દ્વારા સંમતિ ન મળે ત્યાં સુધી પરિવારોને અમુક પ્રકારની માહિતી જાહેર કરવાનો ઇનકાર પણ કરી શકાય છે. આ સગીરો અને વ્યકિતઓને લાગુ પડશે નહીં જે તર્કસંગત નિર્ણય લેવા માટે અસમર્થ છે.
  • માત્ર તે કર્મચારીઓને દર્દીની માહિતી ઉપલ્બધ કરવાનો અધિકાર છે, જે દર્દીની સંભાળમાં સામેલ છે અથવા ખાસ કરીને હોસ્પિટલ દ્વારા અધિકૃત છે

ક્લિનિકલ રેકોર્ડ્સની ઉપલ્બધતા:

  • MCI દ્વારા નિર્ધારિત વૈધાનિક જરૂરિયાતોને અનુરૂપ આપના તબીબી રેકોર્ડની ઉપલ્બધતા મેળવવા માટે હક્ક આપવામાં આવે છે.

ફરિયાદનો અવાજ, પ્રતિસાદ અને ફરિયાદોનું નિવારણ:

  • જો આપને નિરાશા થાય તો, તમારી ફરિયાદોને અવાજ આપવા માટે, હોસ્પિટલમાં અગ્રણી સ્થાનો પર તેની પદ્ધતિ દર્શાવવામાં આવે છે.

સ્વ કાળજી:

  • તમારી ઇચ્છા મુજબ સ્વ-સંભાળ વિશે સંવેદનશીલ અને ગુપ્ત માહિતી મેળવવા માટે હક્ક છે. અને સગીરના કિસ્સામાં માતાપિતા/વાલીમાંથી એક દ્વારા સ્વ-સંભાળ વિશે સંવેદનશીલ અને ગુપ્ત માહિતી મેળવવા માટે હક્ક છે.

દર્દીઓ ની  ફરજો

  • આપના ડોક્ટરને તમારી તબીબી સમસ્યાનો સાચો અને વિગતવાર ઇતિહાસ પુરી પાડવાની ફરજ છે.
  • સલાહકાર ડોક્ટર, નર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ દ્વારા સ્થાપિત સારવાર યોજનાઓનું પાલન કરવું.
  • હોસ્પિટલ રોકાણ દરમિયાન કેર પ્રોવાઇડર દ્વારા સૂચવવામાં આવેલી સારવાર બંધ કરવાના કિસ્સામાં પરિણામ માટે તમે જ જવાબદાર છો તેની જાણકારી હોવી.
  • જો તમે તબીબી સલાહ સામે અમાન્ય રજા લો તો તે આપના પોતાના જોખમે હશે. અને સગીર ના કિસ્સા માં આ ફરજ તેના વાલી/ વડીલો ની રહેશે.
  • હોસ્પિટલના તમામ બીલ સમયસર ચૂકવવા.
  • હોસ્પિટલની સ્વચ્છતા અને વહીવટી પ્રક્રિયા જાળવવા માટે સ્ટાફ સાથે સહકાર આપવો.
  • હોસ્પિટલના નીતિ અને નિયમો નું પાલન કરવું
  • આપના સામાનની જવાબદારી આપની છે.