On 26 December 2021, the Indian Council of Philosophical Research (ICPR, Ministry of Education, Government of India) awarded Mahamahopadhyaya Bhadreshdas Swami with its prestigious ‘Lifetime Achievement Award’. Distinguished scholars and invited guests from around the nation participated in celebrating this momentous occasion.
The ICPR is positioned under the Ministry of Education, Government of India. It presented its most distinguished award to Mahamahopadhyaya Bhadreshdas Swami. By Pramukh Swami Maharaj's wishes, Mahamahopadhyaya Bhadreshdas Swami authored comprehensive commentaries on the Prasthantrayi – the Upanishads, Brahmasutras, and the Bhagavad Gita, as well as a vadagranth according to the teachings of the Akshar-Purushottam Darshan as revealed by Bhagavan Swaminarayan. By authoring these works he has provided immense contributions to Darshanic literature. Within the last few centuries in the field of philosophy, he is the one bhasyakar who has authored both a commentary on the entire Prasthanatrayi and a vadagranth. In addition, he has visited numerous universities, research institutes, and educational centers throughout the world. By engaging in dialogues on Vedic darshanas with scholars at these institutions, he has provided novel contributions to darshanic thought. To recognize these achievements, the ICPR decided to honor him for his tremendous work. The award ceremony was held after a three-day conference organized by the BAPS Swaminarayan Research Institute, Akshardham, New Delhi and sponsored by the Indian Council of Philosophical Research on the topic: ‘Various Dimensions of the Akshar-Purushottam Darshan and Recent Trends in Advait Philosophy’.
The felicitation ceremony was headed by Prof. R.C. Sinha, chairman of the ICPR. Dr. Ram Madhav, the former national secretary of the BJP and a distinguished leader, author, and thinker, attended the event as its chief guest. In addition, Prof. Jatashankar Tivari, president of the All Indian Philosophy Association; Padma Shri Chamu Krishna Shastry, cofounder of Sanskritbharati, and trustee and secretary of the Sanskrit Promotion Foundation; Murlidhar Sharma, Vice Chancellor of the National Sanskrit University, Tirupati; Prof. Sacchidanand Mishra, member-secretary of the ICPR; Ramkishore Tripathi, a renowned traditional scholar from Varanasi; and over ten distinguished university scholars from throughout India, along with BAPS's respected senior scholar and Saddarshan-acharya Shrutiprakashdas Swami, also graced the assembly with their presence.
On this occasion, Srinivas Varkhediji, Vice-Chancellor of the Kavikulguru Kalidas Sanskrit University, joined remotely to express his congratulations and good wishes to Bhadreshdas Swami. Shri Murlidhar Sharma commended the ICPR for selecting such an outstanding and worthy recipient of the ‘Lifetime Achievement Award’. Other scholars and acclaimed guests who attended in-person joined in celebrating Mahamahopadhyaya Bhadreshdas Swami's exceptional scholarly aptitude and virtuous life.
At this event, Pujya Bhadreshdas Swami humbly bestowed all the tributes received at the feet of Bhagwan Sawminarayan and his gurus Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj.
On this occasion, scholars endorsed the Vedic authenticity of the Akshar-Purushottam Darshan, expressed their profound admiration and reverence regarding Mahamahopadhyaya Bhadreshdas Swami’s scholarly intellect, and shared their heartfelt experiences of BAPS’s work and Pramukh Swami Maharaj’s divinity. During the ceremony, Vice Chancellor of the National Sanskrit University in Tirupati, Shri Muralidhar Sharma, expressed his gratitude towards ICPR, “I thank the Indian Council of Philosophical Research for selecting an appropriate scholar to receive the Lifetime Achievement Award.” Showing his respect for Bhadreshdas Swami, he further stated, “Within society, there are many scholars who chase awards and accolades but Bhadreshdas Swami, who has surrendered his life for a spiritual tradition, is a scholar who is chased by awards. Today, I believe that the Lifetime Achievement Award has become fortunate upon being bestowed to such a great personality.” Thereafter, the Vice Chancellor conveyed his sentiments regarding the Prasthantrayi Swaminarayan Bhashya and affirmed the Vedic authenticity of the Akshar-Purushottam Darshan saying, “Authoring a lucid and scholarly commentary on the Prasthantrayi is not an ordinary feat. This commentary does not criticize anyone. Pujya Bhadreshdas Swami is a living bhasyakar. Accepting our invitation, Pujya Bhadreshdas Swami came to Tirupati and engaged in a discussion with more than 35 prominent scholars for many days. As a result, all the scholars unanimously accepted that the Akshar-Purushottam Darshan is truly a unique Vedic Darshan.”
On this occasion, Professor Shrinivasa Varakhediji, Vice Chancellor of Kavikulaguru Kalidas Sanskrit University, Nagpur, addressed the assembly through a video message. He said, “We’re honoring a scholar, and a bhasyakar (commentator). With the formation of the Swaminarayan Bhashya on the Prasthantrayi, Pujya Bhadreshdas Swami has presented the Akshar-Purushottam Darshan in an academic manner. He has presented this unique darshan to the academic world. It is an original doctrine based on Vedic scriptures. This darshan has now received national acclamation through this Lifetime Achievement Award.”
Professor Jatashankar Tivariji, Chairman of the All India Philosophy Association, explained the significance of today’s event. “After hundreds of years, someone has written a Bhashya on the Prasthantrayi. Now joining a long tradition of Bhashya commentators, Pujya Bhadreshdas Swami has provided a treasured contribution to that very tradition. It is unfathomable to understand how much effort he must have spent in creating this Bhashya, considering that an entire life can be spent merely studying a portion of such a text.” Acknowledging the unique facets of the Akshar-Purushottam Darshan, he said, “After three days of discussions, it is clear that the Akshar-Purushottam Darshan is worthy of admiration from other scholars.”
Expressing his sentiments, Padma Shri Chamu Krishna Shastry, Co-Founder of the Sanskrit Bharati Association and Chairman of the Provincial Language Conservation Committee, said, “By granting this award to Pujya Bhadreshdas Swami, the ICPR has elevated its own prestige. The award’s prestige has been elevated. It is our great privilege to receive his guidance and be present in such a time.”
Informing the audience of the purpose of giving this award, the ICPR member-secretary, Prof. Sacchidanand Mishra said, “The purpose of this award is to present a role model to the world.” Thereafter, he proceeded to read out the words of the citation presenting the award: “It is a privilege for the Indian Council of Philosophical Research and fraternity of Philosophy as a whole to honor you with this lifetime achievement award… your lifetime achievements in the field of philosophy require no accolades for recognition, but this is a humble effort on part of the ICPR to honor your lifelong selfless services to enrich Indian philosophy… the ICPR takes pride in presenting the Lifetime Achievement Award to the living Bhasyakar Mahacharya of our time.”
After the reading, chairman of the ICPR, Prof. R.C. Sinha and the member-secretary, Prof. Sacchidanand Mishra presented the award to Mahamahopadhyaya Pujya Bhadreshdas Swami who immediately offered the award to Akshar-Purushottam Maharaj. The audience demonstrated their delight for this historic moment with a long standing ovation.
Thereafter, Mahamahopadhyaya Bhadreshdas Swami informed the audience that he was once a mischievous boy who was not interested in studying, but Param Pujya Pramukh Swami Maharaj took him into his care and inspired him to study. Pramukh Swami Maharaj continually cared for and guided him, and patiently had him pursue a traditional education in Sanskrit scriptures. Mahamahopadhyaya Bhadreshdas Swami further vindicated that for this reason, this award does not acclaim the once-mischievous young boy, but acclaims Param Pujya Pramukh Swami who transformed that boy. This is a veneration of Param Pujya Pramukh Swami and the present guru, Param Pujya Mahant Swami Maharaj. Bhadreshdas Swami further asserted that if Bhagwan Swaminarayan had not given teachings on Akshar and Purushottam, there would be nothing to write the Bhashya on, therefore, this is a veneration of Bhagwan Swaminarayan. If Pramukh Swami Maharaj had not instructed him to write the Bhashya, he would have never have done so, therefore, this is a veneration of Param Pujya Pramukh Swami Maharaj. Even today, whatever is being done is by the pure inspiration of Param Pujya Mahant Swami Maharaj, therefore, this is a veneration of Param Pujya Mahant Swami Maharaj. Bhadreshdas Swami concluded by saying, “A lifetime achievement award for a sadhu is to have imbibed all the characteristics of a true sadhu in one’s life, I pray that I achieve such an award in my life.”
This event’s chief guest, Dr. Ram Madhav, an acclaimed politician, writer and philosopher, praised Mahamahopadhyaya Bhadreshdas Swami by saying, “Puyja Bhadreshdas Swami is an unparalleled scholar.” He also commended the Swaminarayan Sampradaya by saying, “The Swaminarayan Sampradaya has played a pivotal role in spreading our country’s glorious culture, legacy and generosity to the masses. This sampradaya is a renowned bhakti sampradaya, through which our country’s religious legacy continues to flourish. Today, when the progression of scientific knowledge requires the addition of spiritual knowledge, Bhadreshdas Swami has significantly contributed to its progress.”
The chairman of ICPR as well as this event, Professor R.C. Sinhaji said, “The Indian Council of Philosophical Research (ICPR) and the All India Philosophy Association (Akhil Bharatiya Darshanik Parishad) has always been graced with the blessings of sadhus. For a sadhu, an award such as this is of no importance, but more so the ICPR has been honored by being given a chance to present this award thereby increasing the organization’s value. Seeing this assembly, I feel that ICPR has been blessed.”
Thereafter, Shri Jyotindrabhai Dave shared Param Pujya Mahant Swami Maharaj’s blessings for this event: “It is a historic moment today when ICPR is felicitating Mahamahopadhyaya Bhadreshdas Swami with the Lifetime Achievement Award. Through the blessings of Param Pujya Pramukh Swami Maharaj, Bhadreshdas Swami has made great advancements in the field of philosophy by writing many scriptures such as the Swaminarayan Bhashya and the Swaminarayan Siddhant Sudha. Therefore, this honor does not only belong to Bhadreshdas Swami, but it is also a tribute to Param Pujya Pramukh Swami Maharaj on the occasion of his birth centenary celebrations…”
In his valedictory speech, Pujya Shrutiprakashdas Swami spoke regarding Param Pujya Pramukh Swami Maharaj’s visionary foresight, “Just as a sculptor sees a sculpture in a block of stone, Param Pujya Pramukh Swami Maharaj saw a bhasyakar in Pujya Bhadreshdas Swami since 1987, 20 years before he even wrote the Bhashyas. At the time, Pujya Bhadreshdas Swami was very young, yet Param Pujya Pramukh Swami Maharaj proclaimed, ‘Bhadreshdas Swami will write the bhashyas in the future.’” Concluding, Pujya Shrutiprakashdas Swami commended the ICPR for celebrating the Bhashyas as well as uplifting India’s philosophical legacy.
On this occasion, the renowned Sanskrit journal, ‘Vyas-shrihi’, published a special issue dedicated to the Akshar-Purushottam Darshan. The chief-editor of this issue, Shri Buddheshwar Sarangiji said, “Vyasashri is a biannual publication dedicated to the promotion of Sanskrit and culture. It is ISSN marked and care-listed by the UGC. Each edition is dedicated to a scholar featured on its cover, with the aim to educate future generations about their unique contribution. While we wished to continue this tradition with a cover-photo of Pujya Bhadreshdas Swami, he politely declined and insisted that the issue be dedicated to Bhagwan Swaminarayan and Guru Pramukh Swami Maharaj.  Of Vyasashri’s 19 issues published so far, this would be the first to not feature a scholar on its cover – a testament to Bhadreshdas Swami’s humility. The depth of the research papers published in this special Akshar-Purushottam Darshan issue command a month’s worth of discussion and impetus for a new thesis.”
At this event, the BAPS Swaminarayan Research Institute took the opportunity to present respected Kashi scholar, Prof. Ramkishor Tripathiji, with the title of ‘Vedant Martand’. Commending Prof. Tripathiji’s scholarly achievements, Bhadreshdas Swami said, “Scholars have no desire to be honored, but their knowledge itself attracts such honor. Prof. Ramkishor Tripathi is a great scholar and can be regarded as a personification of Vedantic knowledge. He teaches over nine Vedant Darshans. On the occasion of Pramukh Swami Maharaj’s centenary celebrations, the BAPS Swaminarayan Research Institute is pleased to recognize and honor the respected professor as a ‘Vedant Martand’.
This event was webcast from New Delhi and viewed across the world. It was a moment of pride for the Swaminarayan Sampradaya and Vedic Sanatan Dharma and proved to be a truly memorable event for all who were present. Let us together congratulate Mahamahopadhyaya Bhadreshdas Swami for raising the scholarly status of the Swaminarayan Sampradaya.
 

તત્ત્વજ્ઞાન ક્ષેત્રે ભારત સરકાર સંચાલિત સર્વોચ્ચ સંસ્થા Indian Council of Philosophical Research (ICPR) દ્વારા મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીને ICPRનું સર્વોચ્ચ સન્માન ‘લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ’ સમર્પિત.

 

૨૬ ડિસેમ્બર ૨૦૨૧ના દિવસે દિલ્હીમાં Indian Council of Philosophical Research (ICPR) (Ministry of Education, Government of India) દ્વારા મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીને દેશભરના મૂર્ધન્ય વિદ્વાનો તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘લાઇફ ટાઇમ અચિવમેન્ટ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની વિશેષ વિગતો અત્રે પ્રસ્તુત છે.
ICPR ભારતીય શિક્ષામંત્રાલય દ્વારા પ્રવૃત્ત સંસ્થા છે. આ સંસ્થાએ તત્ત્વજ્ઞાનના ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીને આપ્યું. મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી ભગવાન શ્રીસ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનને અનુસરીને ઉપનિષદ્, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ્ ભગવદ્ગીતા પર રચેલાં ભાષ્યો તેમજ વાદગ્રંથ દ્વારા તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં શતાબ્દીઓ પછી એવી ઘટના બની છે કે કોઈ એક જ ભાષ્યકાર દ્વારા સંપૂર્ણ પ્રસ્થાનત્રયી પર ભાષ્યો ઉપરાંત વાદગ્રંથનું પણ નિર્માણ થયું હોય. આ ઉપરાંત પ. પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી દેશ-વિદેશનાં અનેક વિશ્વવિદ્યાલયો, શોધ-સંસ્થાનો તથા શૈક્ષણિક સંકુલોમાં જઈને વિદ્વાનો સાથે વૈદિક દર્શનો અંગે વિમર્શ કરી તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં નૂતન યોગદાન આપ્યું છે. આ બાબતોને ધ્યાનમાં લઈને ICPR દ્વારા ઉપરોક્ત સન્માનનો નિર્ણય લેવામાં આવ્યો. 
ICPR દ્વારા આયોજિત ‘Various Dimensions of the Aksharpurushottam Darshan’ વિષયક ત્રિદિવસીય પરિસંવાદના પૂર્ણાહુતિ અવસરે આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્યાતિથિ તરીકે પ્રસિદ્ધ નેતા, લેખક અને વિચારક ડૉ. શ્રી રામ માધવ (પૂર્વ રાષ્ટ્રિય સચિવ, ભાજપ) ઉપસ્થિત હતા. આ ઉપરાંત ICPRના ચેરમેન પ્રૉ. આર. સી. સિન્હા, અખિલ ભારતીય દર્શન પરિષદના અધ્યક્ષ પ્રૉ. જટાશંકર તિવારી, સંસ્કૃતભારતીના સહસંસ્થાપક તેમજ પ્રાંતીય ભાષા સંરક્ષણ સમિતિના અધ્યક્ષ પદ્મશ્રી ચમુકૃષ્ણ શાસ્ત્રી, તિરુપતિ સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રીમુરલીધર શર્મા, ICPRના મેમ્બર સેક્રેટરી પ્રૉ. સચ્ચિદાનંદ મિશ્રા, કાશીના પ્રખર વેદાંતી પ્રો. શ્રીરામકિશોર ત્રિપાઠી સહિત ભારતભરનાં દસથી વધારે વિશ્વવિદ્યાલયોના મૂર્ધન્ય વિદ્વાનો તેમજ BAPS સંસ્થાના વરિષ્ઠ વિદ્વાન ષડ્દર્શનાચાર્ય પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી શ્રીનિવાસ વરખેડીજીએ વિડીયો સંદેશ દ્વારા ભદ્રેશદાસ સ્વામીને અભિનંદન પાઠવ્યા હતા.
આ અવસરે ઉપસ્થિત વિવિધ વિદ્વાનોએ અક્ષરપુરુષોત્તમ દર્શનની શાસ્રીય પ્રમાણભૂતતા વિશે તથા મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીની વિદ્વત્તા વિશે તેમજ BAPS સંસ્થાના કાર્યો અને પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતા વિશે પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
આ સમારોહ માટે ખાસ ઉપસ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, તિરુપતિના કુલપતિ શ્રીમુરલીધર શર્માએ ICPRને અભિનંદન પાઠવતાં કહ્યું, “હું ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદને અભિનંદન આપું છું કે તેમણે લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ માટે યોગ્ય વિદ્વાનની પસંદગી કરી છે.” વળી તેમણે મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામી વિશે અહોભાવ વ્યક્ત કરતાં કહ્યું કે, “સમાજમાં ઘણા વિદ્વાન એવા હોય છે જેઓ એવોર્ડની પાછળ દોડે છે પરંતુ પૂ. ભદ્રેશદાસ સ્વામી જેવા એક સંપ્રદાયને સંસારમાં પ્રતિષ્ઠિત કરવા માટે સમગ્ર જીવન ન્યોછાવર કરી દેનાર વિદ્વાનની પાછળ સન્માનો ફરે છે. આજે લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ તેમને પામીને ધન્ય થયો છે.” પૂ. ભદ્રેશદાસ સ્વામી દ્વારા લિખિત પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્ય વિષે પોતાનો અભિપ્રાય આપતાં તેમણે કહ્યું, “આટલી સરળ અને શાસ્ત્રીય ભાષામાં પ્રસ્થાનત્રયી પરના ભાષ્યની રચના સામાન્ય વાત નથી. આ ભાષ્યમાં કોઈનું ખંડન નથી. પૂ. ભદ્રેશદાસ સ્વામી એક અભિનવ ભાષ્યકાર છે.” અક્ષરપુરુષોત્તમ દર્શનની વૈદિકતા વિશે વાત કરતાં તેમણે કહ્યું, “અમારા આમંત્રણથી પૂ. ભદ્રેશદાસ સ્વામીએ તિરુપતિમાં દક્ષિણના મૂર્ધન્ય ૩૫ થી વધુ વિદ્વાનો સાથે દિવસો સુધી ચર્ચા કરી હતી, જેની ફળશ્રુતિરૂપે બધા વિદ્વાનોએ એકસૂત્રતાથી સ્વીકાર્યું હતું કે અક્ષરપુરુષોત્તમ દર્શન એક સંપૂર્ણ વૈદિક અભિનવ દર્શન છે.”
આ પ્રસંગે કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. શ્રી શ્રીનિવાસ વરખેડીજીએ વિડિયો સંદેશ દ્વારા પોતાનો અભિપ્રાય પ્રદર્શિત કરતાં જણાવ્યું, “આ એક વિદ્વાનનું, એક ભાષ્યકારનું સન્માન છે. પ્રસ્થાનત્રયી પરના સ્વામિનારાયણ ભાષ્યના નિર્માણથી પૂ. ભદ્રેશદાસ સ્વામીએ અક્ષરપુરુષોત્તમ દર્શનને એક શાસ્ત્રીય પરિભાષાની વ્યવસ્થામાં વિદ્વાનો સમક્ષ રજૂ કર્યું છે. પ્રસ્થાનત્રયીના આધારે આજે તેમણે એક નવું દર્શન, નવો સિદ્ધાંત પ્રગટ કર્યો છે. આજે લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ દ્વારા તે દર્શનને રાષ્ટ્રીય સમર્થન મળ્યું છે.”
અખિલ ભારતીય દર્શન પરિષદના અધ્યક્ષ પ્રો. જટાશંકર તિવારીજીએ આજના સમાહારોહની મહત્તા દર્શાવતાં કહ્યું, “શતાબ્દીઓમાં એક એવા મહાપુરુષ પ્રગટ થાય છે જે પ્રસ્થાનત્રયી પર ભાષ્ય કરે. તે મહાપુરુષની પરંપરામાં પૂ. ભદ્રેશદાસ સ્વામીએ નવી કડી જોડી દીધી છે. જ્યારે એક ભાષ્યના એક અંશના અભ્યાસમાં આખું જીવન વીતી જાય ત્યારે પ્રસ્થાનત્રયી પરના ભાષ્યની રચનામાં તેમને કેટલો શ્રમ પડ્યો હશે એ અકલ્પનીય છે.” અક્ષરપુરુષોત્તમ દર્શનની આગવી ઓળખનો સ્વીકાર કરતાં તેમણે કહ્યું, “ત્રણ દિવસની ચર્ચા પછી પ્રતીત થાય છે કે આ ભાષ્યમાં જે અક્ષરપુરુષોત્તમ દર્શનની વાત કરી છે તે દર્શન વિદ્વાનો દ્વારા આદર પામવા યોગ્ય છે.”
સંસ્કૃતભારતી સંસ્થાના સહસંસ્થાપક તેમજ પ્રાંતીય ભાષા સંરક્ષણ સમિતિના અધ્યક્ષ પદ્મશ્રી ચમુકૃષ્ણ શાસ્ત્રીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું, “પૂ. ભદ્રેશદાસ સ્વામીને આ પુરસ્કાર આપવાથી ICPRનું મહત્ત્વ વધ્યું છે, પુરસ્કારનું મહત્ત્વ વધ્યું છે. આપણને તેમનું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે અને તેમના સમયમાં આપણી પણ ઉપસ્થિતિ છે એ આપણું મોટું ભાગ્ય છે.”
ICPR ના મેમ્બર સેક્રેટરી પ્રો. સચ્ચિદાનંદ મિશ્રાએ આ સન્માનનો હેતુ જણાવતાં કહ્યું, “આ પુરસ્કાર આપણી સામે એક આદર્શ ઉપસ્થિત કરવા માટે દેવામાં આવે છે.” ત્યારબાદ તેમણે આ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડના સન્માનપત્રનું વાંચન કરતાં કહ્યું, “આપને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવા એ ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ અને સમગ્ર દાર્શનિક જગત માટે એક ગૌરવનો વિષય છે...જો કે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આપના મહાન કાર્યને કોઈ જ ઓળખની જરૂર નથી, પરંતુ ભારતીય દર્શનને વધુ સમૃદ્ધ કરનાર આપની નિઃસ્વાર્થ આજીવન સેવાને સન્માનિત કરવાનો આ એક વિનમ્ર પ્રયાસ છે...અમારા સમયના જીવંત ભાષ્યકાર મહાનાચાર્યને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પ્રદાન કરી ICPR ગર્વ અનુભવે છે...” વાંચન બાદ ICPRના ચેરમેન પ્રૉ. આર. સી. સિન્હા તેમજ ICPRના મેમ્બર સેક્રેટરી પ્રો. સચ્ચિદાનંદ મિશ્રાએ આ આજીવન ઉપલબ્ધિ પુરસ્કાર (લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ) મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીને એનાયત કર્યો, જે પૂ. ભદ્રેશદાસ સ્વામીએ અક્ષરપુરુષોત્તમ મહારાજના ચરણે સમર્પિત કર્યો. ઉપસ્થિત સૌ સભાજનોએ પણ ઊભા થઈ standing ovation દ્વારા પૂ. ભદ્રેશદાસ સ્વામીનું બહુમાન કર્યું અને તાળીઓના ગડગડાટ સાથે આ ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી.
ત્યારબાદ મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ કહ્યું કે તેઓ તો એક અબુધ તોફાની બાળક હતા જેમને અભ્યાસમાં કોઇ રુચિ ન હતી. પરંતુ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે તેમને પ્રેમથી સ્વીકાર્યા, પોતાના ખોળામાં બેસાડીને સુધાર્યા અને અભ્યાસમાં પ્રેરિત કર્યા. ડગલે ને પગલે માર્ગદર્શન આપ્યું, સંભાળ રાખી, શ્રદ્ધાપૂર્વક શાસ્ત્ર અભ્યાસમાં પણ જોડ્યા. આથી અહીં જે પ્રશંસા થઈ છે તે પેલા તોફાની બાળકની નહીં પરંતુ તેનું ઘડતર કરનાર સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રશંસા છે. આજનું સન્માન પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજનું સન્માન છે, પ્રગટ ગુરુહરિ પ. પૂ. મહંતસ્વામી મહારાજનું સન્માન છે. વળી તેમણે કહ્યું, “જો સ્વામિનારાયણ ભગવાને પોતાના ઉપદેશમાં અક્ષર અને પુરુષોત્તમ તત્ત્વની ચર્ચા ન કરી હોત તો શું ભાષ્ય લખાત? તેથી આ સન્માન ભગવાન સ્વામિનારાયણનું છે. જો પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે મને ભાષ્ય લખવાની આજ્ઞા જ ન આપી હોત તો હું શું ભાષ્ય લખત? તેથી આ સન્માન પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજનું છે અને અત્યારે પણ બધું કાર્ય અમારા ગુરુ પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી જ થાય છે. તેથી આ સન્માન પ. પૂ. મહંતસ્વામી મહારાજનું છે.” અંતમાં તેમણે કહ્યું, “સાધુ માટે તો સાધુતા જ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ છે. સદ્. મુક્તાનંદ સ્વામી પ્રમાણે ‘તન કી ઉપાધિ તજે સોઈ સાધુ’ આવી સાધુતાનો પુરસ્કાર આ જ જીવનમાં હું પ્રાપ્ત કરી શકું એવી આજે પ્રાર્થના કરું છું.”
આજના સમારોહના મુખ્ય અતિથિ, પ્રસિદ્ધ નેતા, લેખક અને વિચારક ડૉ. શ્રી રામ માધવજીએ પૂ. ભદ્રેશદાસ સ્વામી વિશે વાત કરતાં કહ્યું, “પૂ. ભદ્રેશદાસ સ્વામી એક પ્રકાંડ વિદ્વાન છે.” વળી સ્વામિનારાયણ સંપ્રદાય વિશે તેમણે કહ્યું, “આ દેશની મહાન સંસ્કૃતિ, પરંપરા અને સભ્યતાની મહાનતાનો સંદેશ લોકો સુધી સદા પહોંચતો રહે તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટું યોગદાન રહેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ મોટો ભક્તિ સંપ્રદાય છે, જેના માધ્યમથી દેશની ધાર્મિક પરંપરા આગળ વધતી રહી છે. આજે જ્યારે વિજ્ઞાનની પ્રગતિ સાથે જ્ઞાનની પણ આવશ્યકતા જણાય છે ત્યારે પૂ. ભદ્રેશદાસ સ્વામીએ એ જ જ્ઞાનપરંપરાને આગળ વધારી છે.”
ICPRના ચેરમેન અને સમારંભના અધ્યક્ષ પ્રૉ. આર. સી. સિન્હાએ જણાવ્યું, “ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ અને અખિલ ભારતીય દાર્શનિક પરિષદને સંતોના આશીર્વાદ મળતા રહ્યા છે. યદ્યપિ સંત માટે એવોર્ડ કોઈ મહત્ત્વ નથી ધરાવતો પણ આ એવોર્ડ આપવાથી ICPR સન્માનિત થયું છે, તેની ગરિમા વધી છે. આ સભા જોતાં લાગે છે કે ICPR ધન્ય થઈ ગયું છે.”
ત્યારબાદ આ પ્રસંગ નિમિત્તે પ. પૂ. મહંતસ્વામી મહારાજે પાઠવેલા આશીર્વાદનું વાંચન શ્રી જ્યોતીન્દ્રભાઈ દવેએ કર્યું, જેમાં પ. પૂ. મહંતસ્વામી મહારાજે લખ્યું હતું, “ICPR દ્વારા મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામી લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત થઈ રહ્યા છે એ ક્ષણ આપણા સૌ માટે એક ઐતિહાસિક છે. ભદ્રેશદાસ સ્વામીએ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં સ્વામિનારાયણ ભાષ્ય, સ્વામિનારાયણ સિદ્ધાન્તસુધા જેવા અનેક ગ્રંથોની રચના કરી છે તેથી આ સન્માન ફક્ત ભદ્રેશદાસ સ્વામીનું જ નથી પરંતુ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી પ્રસંગે તેમનું પણ છે...”
આ સમારોહના અંતે પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ પોતાના સમાપન વક્તવ્યમાં પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની આર્ષ દૃષ્ટિનો પરિચય આપતાં કહ્યું હતું, “શિલ્પકાર એક પત્થરમાં મૂર્તિ જુએ તે રીતે ભાષ્ય લખાયાના ૨૦ વર્ષ પહેલાં એટલે કે ૧૯૮૭થી જ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ પૂ. ભદ્રેશદાસ સ્વામીને ભાષ્યકારના રૂપમાં જોઈ રહ્યા હતા. તે સમયે તો પૂ. ભદ્રેશદાસ સ્વામીની ઉંમર ઘણી નાની હતી પરંતુ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે ‘આ ભદ્રેશદાસ સ્વામી ભાષ્ય લખશે.’’’ અંતે તેમણે આ પ્રકારે ભારતીય દાર્શનિક પરંપરાનું સન્માન કરવા બદલ ICPRનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ અવસરે સંસ્કૃત વાઙ્મયના ક્ષેત્રે ભારતની નામાંકિત જર્નલ ‘व्यासश्रीः’ દ્વારા અક્ષરપુરુષોત્તમ દર્શન પરનો વિશેષાંક પણ પ્રકાશિત કરાયો હતો. જર્નલના મુખ્ય સંપાદક પ્રો. શ્રી બુદ્ધેશ્વર ષડંગીજીએ કહ્યું, “व्यासश्रीः વર્ષમાં બે વાર પ્રકાશિત થતી સંસ્કૃત તથા સંસ્કૃતિના પ્રચારમાં રત ISSN marked અને UGC referred જર્નલ છે. જેના દરેક અંકમાં મુખપૃષ્ઠ પર એક વિદ્વાનની છબિ સાથે તેમને તે અંક સમર્પિત કરવામાં આવે છે જેથી ભવિષ્યની પેઢી પણ તેમના યોગદાનને જાણી શકે. અમારી ઇચ્છા હતી કે પૂ. ભદ્રેશદાસ સ્વામીની છબિ પણ મુખપૃષ્ઠ પર મૂકવી પણ તેમણે વિનમ્રતાપૂર્વક ના પાડી અને અને આ અંકને પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણ અને ગુરુ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં સમર્પિત કરવા કહ્યું. व्यासश्रीःના પ્રકાશિત ૧૯ અંકોમાં આ પ્રથમ એવો અંક છે જેમાં કોઈ વિદ્વાનની છબિ મુખપૃષ્ઠ પર નથી, આ એમની વિનામ્રતાનું પ્રમાણ છે. આ અંકમાં અક્ષરપુરુષોત્તમ દર્શન વિષયે વિદ્વાનો દ્વારા રજૂ કરાયેલા એક એક શોધપત્ર પર મહિના સુધી ચર્ચા કરી શકાય એમ છે અને શોધપ્રબંધ લખી શકાય એમ છે.”
આ પ્રસંગે કાશીના બહુમાન્ય વિદ્વાન પ્રો. રામકિશોર ત્રિપાઠીજીનું BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન દ્વારા ‘વેદાંત માર્તંડ’ની ઉપાધિથી અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રો. રામકિશોર ત્રિપાઠીજીની વિદ્વત્તાનો પરિચય આપતાં પૂ. ભદ્રેશદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, “વિદ્વાનોને સન્માનની અપેક્ષા નથી હોતી પણ વિદ્યા સન્માનને આકર્ષે છે. પ્રો. રામકિશોર ત્રિપાઠીજી મહાન વિદ્વાન છે, વેદાંત વિભૂતિ છે. તેઓ નવથી વધુ વેદાંતદર્શનોનો અભ્યાસ કરાવે છે. તેમની આ વિદ્વત્તાને સત્કારતાં BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી અવસરે તેમને ‘વેદાંત માર્તંડ’ની ઉપાધિથી સન્માનિત કરે છે.” 
દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમને વેબકાસ્ટ દ્વારા પણ દેશ-વિદેશમાં અનેક લોકોએ નિહાળ્યો હતો. આ રીતે સમગ્ર વૈદિક સનાતન ધર્મના ક્ષેત્રમાં તથા દાર્શનિક દૃષ્ટિએ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ઐતિહાસિક સમારોહ સંપન્ન થયો. દાર્શનિક જગતનું ગૌરવ વધારનારો આ સન્માન સમારોહ નિહાળનાર સૌ માટે ચિરસ્મરણીય બની રહ્યો. અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ વધારનાર મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીને ખૂબ ખૂબ અભિનંદન.
 

 


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS