ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય જીવન પર આધારિત એનિમેશન ફિલ્મ શ્રેણીનો છઠ્ઠો ભાગ પ્રસ્તુત કરતાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા ખૂબ આનંદ અનુભવે છે.
આ છઠ્ઠા ભાગમાં, બાલયોગી શ્રી નીલકંઠ વર્ણી કાલી ગંડકી નદીના અતિશય તોફાની પ્રવાહોને પાર કરે છે, વિશ્વના કેટલાક સૌથી ઉંચા પર્વત શિખરો અને સૌથી ઊંડી ખીણોમાંથી માર્ગ કાઢીને આગળ વધે છે, નેપાળના મુક્તિનાથમાં કઠોર તપસ્યા કરે છે, અને ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગ સિદ્ધ કરે છે - વગેરે પ્રસંગોની અદ્ભુત પ્રસ્તુતિ છે.
પ્રેરણાદાયક સંવાદો, જીવંત એનિમેશન દ્રશ્યો, સુમધુર સંગીત અને વાસ્તવિક ધ્વનિઓના અનુભવથી સભર તેમની યાત્રાના આ ભાગમાં દર્શાવવામાં આવેલા કેટલાક પ્રસંગોની યાદી આ પ્રમાણે છે:
01. દિવ્યતાનો સ્વાદ
02. સૂમસામ નિર્જન વિસ્તારમાં ધૈર્ય
03. કાલી ગંડકી નદીના તોફાની પ્રવાહો સામે અનુજીવન
04. એક સાચા શાલિગ્રામ અને એક સાચા સંત
05. મુક્તિનાથમાં અસાધારણ તપ
06. મોહનદાસને વચન
07. બુટોલનગરમાં ઉપદેશ ગંગા
08. ગોપાળ યોગીને યોગથી પણ પરના રહસ્યોનું દર્શન