TrailersInterviews - Wallpapers - Mobile Wallpapers

English

Hindi

 


નીલકંઠ બર્ફીલા હિમાલયમાં...

અયોધ્યાથી બદરીનાથઃ શ્રદ્ધા અને અસ્તિત્વના સંઘર્ષની એક અસંભવિત યાત્રા.

 

ભગવાન શ્રી સ્વામિનારાયણની બાળયોગી નીલકંઠ તરીકે કરેલી
અજોડ હિમાલયયાત્રાનો તાદૃશ્ય અનુભવ કરાવતી ડીવીડી અને સ્ટિરિયોસ્કોપિક થ્રી-ડી રજૂઆત.
સંપ્રદાયના ઇતિહાસમાં નીલકંઠયાત્રાની સર્વપ્રથમ થ્રી-ડી અનુભૂતિ...
 

શ્રદ્ધા અને અસ્તિત્વના સંઘર્ષની એક અસંભવિત યાત્રા.

ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દિવ્ય જીવન અને કાર્યની અનુભૂતિ કરાવતી એનિમેશન ડીવીડીની શ્રેણીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા નિર્મિત આ ચતુર્થ પુષ્પ આપની સમક્ષ પ્રસ્તુત કરતાં સ્વામિનારાયણ અક્ષરપીઠ આનંદ અનુભવે છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી શરૂ થયેલી અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ગતિમાન થયેલી આ એનિમેશન શ્રેણી ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય અનુભૂતિ કરાવે છે.
એનિમેશન શ્રેણીનું આ ચોથું પુષ્પ શ્રી નીલકંઠની કઠોર ભારતયાત્રામાંથી અયોધ્યાથી બદરીનાથ સુધીની યાત્રાનું અદ્‌ભુત દર્શન કરાવે છે. તેમાંય શ્રી નીલકંઠે કેદારનાથથી બદરીનાથ સુધી ખેડેલી હિમાલયની યાત્રા અત્યંત રોમાંચક છે. હિમાલયનો ખોળો ખૂંદવા નીકળેલા કંઈક જોગી-જતિઓ અને સાહસવીરોની સઘળી ગાથાઓમાં બાળક નીલકંઠની ગાથા એક અને અદ્વિતીય છે.
અદ્‌ભુત  એનિમેશન, રોમાંચક સંગીત અને સાઉન્ડ ઇફેક્ટ્‌સનું અદ્‌ભુત સંયોજન, આધુનિકતમ સ્ટિરિયોસ્કોપિક થ્રી-ડી ટેક્‌નોલોજીના જીવંતતાભર્યા વિનિયોગથી સજ્જ આ ડીવીડી શ્રી નીલકંઠવર્ણીની યાત્રાનો એક અજોડ અનુભવ કરાવે છે.
11 વર્ષીય નીલકંઠની દિવ્ય યાત્રાનું દર્શન આપણાં સૌનાં હૈયે માત્ર એક જ નાદ ઉપજાવે છેઃ જય નીલકંઠ!
નોંધઃ 70 મિનિટની આ ડીવીડીને સ્ટિરિયોસ્કોપિક થ્રી-ડી સ્વરૂપે નિહાળવા માટે થ્રી-ડી ટી.વી. તથા થ્રી-ડી ચશ્માં હોવાં જરૂરી છે.

 

Neelkanth and the Snows of Himalayas

Ayodhya to Badrinath an impossible journey of faith and survival

From Ayodhya to Badrinath: An incredible journey showcasing the struggle between faith and survival.
This is the fourth part of the animation series on the divine life of Bhagwan Swaminarayan, a project inspired by Brahmswarup Pramukh Swami Maharaj which gained momentum by the ashirvaad of Pragat Brahmaswarup Mahant Swami Maharaj.
In this part of the series, we join Neelkanth Varni in his journey through India and travel from Ayodhya to Badrinath. We witness his thrilling travel across the Himalayas from Kedarnath to Badrinath. Several yogis and jatis have embarked on difficult journeys to the Himalayas, yet the saga of Neelkanth Varni’s travels remains unique and unparalleled in history. A perfect combination of realistic animation, rousing music and sound effects, created with modern stereoscopic 3-D technology, this film transports us back in time to provide a breath-taking experience of Neelkanth Varni’s spiritual journey.
For the first time in the history of BAPS, with the guidance of HH Mahant Swami Maharaj the film will be available online in High Definition so that people can enjoy this beautiful animation whenever and wherever they wish, on their mobiles, tablets, computers, or smart TVs.
The individual language versions of the film can be purchased on Youtube, however they are also being made available in one combined package via Vimeo. This includes 2D and 3D versions of the film in both Hindi and English. This package is being offered for the same price globally.

 

Trailer (Hindi)

Trailer (English)

3D Trailer (Hindi)

3D Trailer (English)

HH Mahant Swami Maharaj on 'Shri Swaminarayan Charitra - Part 4'

Pujya Ishwarcharan Swami on 'Shri Swaminarayan Charitra - Part 4'

 

 


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS