The joy was palpable throughout Ayodhya as the city welcomed the mahatmas and dignitaries from throughout India for the historic Shilanyas Ceremony of the Shri Ramjanmabhumi Mandir in the presence of the Prime Minister of India Shri Narendrabhai Modi, Leader of the RSS Shri Mohanrao Bhagvat, Uttar Pradesh Chief Minister Shri Yogi Adityanath, Uttar Pradesh Governor Shrimati Anandiben Patel and Head of the Shri Ram Janmabhumi Tirthkshetra Nyas Trust Pujya Mahant Nrutyagopaldasji.

A total of 170 revered mahatmas and dignitaries from throughout India had been invited. The distinguished mahatmas represented 36 Hindu traditions. Among them, Mahant Swami Maharaj, spiritual leader of the BAPS Swaminarayan Sanstha, had also been invited. Although he was unable to attend in person, he expressed his profound feelings in a letter to the Prime Minister, “Although I am not able to attend in person, I am present there through my inner spirit.”

In Nenpur, on the day of Rakshabandhan (3 August), Swamishri performed the Vedic pujan of the Shri Ram Rakshak Yantra and Shri Ram Yantra for placement in the Shri Ram Mandir foundations.

Representing Swamishri on this auspicious occasion were Brahmavihari Swami and Aksharvatsal Swami. They reached Ayodhya on 4 August. There, they had a meeting with Pujya Mahant Nrutyagopaldasji; Shri Nrupendra Mishra, head of the mandir construction; Shri Champatrayji, General Secretary; Shri Govindgiriji, Trust Treasurer; Shri Dineshji and others to discuss the mandir construction project.

During this meeting, Shri Govindgiriji recalled, “We clearly remember that 31 years ago in 1989, Pramukh Swami Maharaj performed the pujan of the first Shri Ram Shila. Then, the Ram Shila Pujan Project really took off throughout the country and was successful.” These shilas were among those placed in the foundations.

On 5 August, at 10.00 a.m., the preliminary rituals began at Bhagwan Shri Ram’s birthplace, led by Shastri Shri Gangadhardatta Pathak and experienced pandits from Banaras. The main yajman for these rituals were the royal couple of Ayodhya, Shri Vimalendra Mohan and his wife.

Observing the rituals, accompanied by an insightful and informative commentary by Shri Champatrayji, were the invited guests in the audience and the countless viewers worldwide watching the live broadcast. He commented, “The enthusiasm for this occasion is everywhere. Pujya Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj of the BAPS Swaminarayan Sampradaya have sent a specially sanctified Ram Yantra. The Shankaracharya of the Kanchikamkoti Pith has sent an engraved plate. The blessings of all revered mahatmas have also been received.”

At 11.35 a.m., Prime Minister Shri Narendrabhai Modi reached Ayodhya. He first visited the famous Shri Hanumangadhi Mandir for darshan and then arrived at the Ram Janmabhumi site. He humbly offered sashtang prostrations to the Shri Ramlala murti before joining the pujan rituals. Among other objects on a low stool in front of him were the two Ram Yantras sent by Mahant Swami Maharaj. After devoutly completing the rituals, the Prime Minister arrived on the stage. In the assembly, Shri Mohanrao Bhagvat, Chief Minister Shri Yogi Adityanath, Pujya Mahant Nrutyagopaldasji and others spoke about the glory of this historic and auspicious occasion. The Prime Minister also delivered a wonderful speech that was appreciated by all.

Afterwards, at the request of the senior members of the Mandir Trust, Brahmavihari and Aksharvatsal Swami placed the Ram Yantras worshipped and sent by Mahant Swami Maharaj in the foundations, while Shri Gangadhardatta Pathak recited Vedic mantras.

While the rituals were being performed in Ayodhya, Mahant Swami Maharaj in Nenpur and thousands of BAPS sadhus and devotees throughout the world chanted the dhun in prayer for an early and successful completion of the mandir construction.

ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર અયોધ્યામાં મંદિરનો ઐતિહાસિક આરંભ...
જન્મભૂમિ પર ગર્ભગૃહના સ્થળે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે થયું વેદોક્ત ભૂમિપૂજન…
પૂજ્ય મહંત સ્વામી મહારાજે પૂજેલું શ્રીરામયંત્ર ગર્ભગૃહના પાયામાં સ્થાપવા માટે મોકલાવ્યું...

તીર્થક્ષેત્ર અયોધ્યામાં ભગવાન શ્રીરામની ઐતિહાસિક જન્મભૂમિ પર ૪૯૩ વર્ષ  પછી પુન: ભવ્ય  શ્રી રામ મંદિરના નિર્માણનો  આજે તારીખ 5 ઓગસ્ટ 2020 ના રોજ ઐતિહાસિક આરંભ થયો છે. અસંખ્ય સંતો મહાત્માઓ ભક્તોના બલિદાન, સમર્પણ, ભક્તિ-શ્રદ્ધાપ્રાર્થના વગેરે આજે સાકાર થયા છે. રોશનીના ઝગમગાટ, રંગોળીઓ તથા  ઘરોઘર  પ્રગટેલા દીવડાઓની અનોખી ભાત વચ્ચે થનગની રહેલી અયોધ્યા નગરીમાં  જાણે પુન: શ્રીરામ  પધારી રહ્યા હોય  તેવો અનોખો આનંદનો માહોલ છવાયો હતો. માત્ર અયોધ્યા નહીં પરંતુ, દેશ અને વિદેશમાં વસતા કરોડો શ્રદ્ધાળુઓના હૃદયે આજ અનોખો ઉમંગ છવાયો છે. શ્રીરામજન્મભૂમિ પર રચનાર ભવ્ય મંદિરના આજે શ્રી ગણેશ થઈ રહ્યા હતા ત્યારે, છેલ્લા ત્રણ દિવસથી ભૂમિપૂજન કાર્યક્રમના  ઉપક્રમે  ચાલી રહેલા  વૈદિક વિધિનો આજે ચરમસીમા સમો અવસર હતો. આજના કાર્યક્રમમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા શ્રી મોહનરાવ ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ અને શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસ ટ્રસ્ટના  અધ્યક્ષ પૂજ્ય મહંત નૃત્યગોપાલદાસજી હતા.  કોરોના મહામારીના વિકટ સમયને લક્ષમાં રાખીને આજના આ કાર્યક્રમ મા ખૂબ જ મર્યાદિત સંખ્યામાં સંતો મહંતો મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કુલ મળીને ૧૭૦  સંતો મહંતો-મહાનુભાવોને જ નિમંત્રિત કરવામાં આવ્યા હતા.  ભારતભરમાંથી  જુદી જુદી ભાષા-પ્રાંતની  ૩૬ ધાર્મિક પરંપરાઓના ધર્માચાર્યોને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પણ સાદર આમંત્રિત કરવામાં આવ્યા હતા. જો કે  તેઓશ્રી પ્રત્યક્ષ  જઇ શક્યા નહોતા, પરંતુ તેઓએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને શુભેચ્છાઓ પાઠવતાં લખ્યું હતું કે “હું ભલે પ્રત્યક્ષ ત્યાં આવી શક્યો નથી, પરંતુ મારો ભાવનાત્મક આત્મા ત્યાં જ છે.” તેઓએ સનાતન ધર્મની પ્રાચીન પરંપરા અનુસાર, આ ભૂમિપૂજન-શિલાન્યાસ વિધિ માટે, નેનપુર ખાતે  શ્રીરામરક્ષકયંત્ર તથા શ્રીરામયંત્રનું રક્ષાબંધન પર્વે વેદોક્ત પૂજન કરીને  શ્રીરામજન્મભૂમિના પાયામાં સ્થાપિત કરવા માટે અયોધ્યા  મોકલ્યા હતા. તેઓ વતી આ યંત્રો અને અન્ય પૂજિત સામગ્રી સાથે  પૂજ્ય  બ્રહ્મવિહારી સ્વામી તથા પૂજ્ય  અક્ષરવત્સલ સ્વામી  ૪ ઓગસ્ટના રોજ અયોધ્યા પહોંચ્યા હતા.

તારીખ 4 ઓગસ્ટના રોજ તેઓએ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા અને મહંત સ્વામી મહારાજ વતી શ્રી રામજન્મભૂમિ મંદિરના નિર્માણમાં સંકળાયેલા ટ્રસ્ટીશ્રીઓ તથા મહાનુભાવો સાથે વિમર્શ કર્યો હતો. જેમાં રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના અધ્યક્ષ પૂજ્ય મહંત નૃત્યગોપાલદાસજી, મંદિર-નિર્માણના સૂત્રધાર શ્રી નૃપેન્દ્ર મિશ્રા, જનરલ સેક્રેટરીશ્રી ચંપતરાયજી, ટ્રસ્ટના ટ્રેઝરર સ્વામી શ્રી ગોવિંદદેવગિરિજી, શ્રી દિનેશજી વગેરે સાથે મંદિરનિર્માણની ચર્ચા કરી હતી. આ દરમિયાન પૂજ્ય સ્વામીશ્રી ગોવિંદદેવગિરિજી મહારાજે જણાવ્યું હતું કે ‘‘અમને બરાબર યાદ છે કે આજથી 31 વર્ષ પહેલાં ૧૯૮૯માં પ્રમુખસ્વામી મહારાજે શ્રીરામશિલાનું જ પ્રથમ પૂજન કર્યું હતું, ત્યારપછી દેશભરમાં શ્રીરામશિલાના પૂજનનું આંદોલન આરંભાયું હતું તેમાં ખૂબ સફળતા મળી હતી.” યોગાનુયોગ એ પૈકીની જ શ્રીરામશિલાઓ ભૂમિપૂજનમાં સ્થાપિત કરવામાં આવી હતી. શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસ ટ્રસ્ટના  અધ્યક્ષ પૂજ્ય મહંત નૃત્યગોપાલદાસજીએ સંતો સાથેના વાર્તાલાપમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું આદરપૂર્વક સ્મરણ કરીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રત્યેનો સ્નેહ વ્યક્ત કર્યો હતો.

તારીખ 5 ઓગસ્ટના રોજ આજે સવારે 10.00 વાગે રામજન્મભૂમિ સ્થળે વિશાળ મંડપમાં આમંત્રિતો આવવા લાગ્યા હતા. નિશ્ચિત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મહાનુભાવોના આગમન સાથે કાર્યક્રમનો શુભ આરંભ થયો હતો. ભગવાન શ્રીરામનો જ્યાં જન્મ થયો હતો એ જ સ્થળે આ ભવ્ય મંદિરનું ગર્ભગૃહ રચાશે, ત્યાં પ્રારંભિક વેદોક્ત વિધિનો આરંભ શાસ્ત્રી શ્રી ગંગાધરદત્ત પાઠક અને બનારસના પ્રકાંડ વિદ્વાનોએ કરાવ્યો હતો. જેમાં યજમાન પદે અયોધ્યાના રાજવી શ્રી વિમલેન્દ્ર મોહન પ્રતાપજી સપત્ની બિરાજ્યા હતા. બીજી તરફ, સંલગ્ન સભામંડપ ખાતે બેઠેલા અતિથિ ગણ અને દેશ-વિદેશમાં થઇ રહેલા જીવંત પ્રસારણ દ્વારા વિશ્વને સંબોધતાં ટ્રસ્ટના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજીએ આ મહાન ઐતિહાસિક કાર્યની ભૂમિકા બાંધી હતી. આ દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે “ઠેર ઠેર આ મહાન કાર્ય માટે સૌનો ઉત્સાહ નીરખવા મળી રહ્યો છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ - મહંત સ્વામી મહારાજે ખાસ પૂજિત રામયંત્ર અહીં સ્થાપન માટે મોકલાવ્યું છે. કાંચીકામકોટી પીઠના શંકરાચાર્યશ્રીએ લેખપત્ર મોકલાવ્યો છે. આમ,  સૌ સંતો-મહંતોના આશીર્વાદ આ મહાન કાર્યમાં મળી રહ્યા છે.”

બરાબર ૧૧.૩૫ વાગે પ્રધાનમંત્રીશ્રી અયોધ્યા ખાતે આવી પહોંચ્યા હતા. પ્રથમ પ્રસિદ્ધ તીર્થ શ્રી હનુમાનગઢી ખાતે દર્શન કરીને તેઓશ્રી શ્રી રામજન્મભૂમિ ખાતે પધાર્યા હતા. કરોડોની શ્રદ્ધાના સ્વરૂપ સમા શ્રી રામલલાની મૂર્તિ સમક્ષ ભારતના આ અનોખા પ્રધાનમંત્રીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યાં ત્યારે અનેક શ્રદ્ધાળુઓની આંખોમાં હર્ષાશ્રુ વહી નીકળ્યા હતા. શ્રી રામલલા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરીને તેઓ જ્યાં શ્રી રામનો જન્મ થયો હતો ત્યાં આવીને ભૂમિપૂજન વિધિમાં જોડાયા હતા. આ વિધિ દરમ્યાન તેમની સમક્ષ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પુજેલા બે રામયંત્રો પીઠ પર સ્થાપિત કરવામાં આવ્યા હતા અભિજિત મુહુર્તમાં ખૂબ ભક્તિભાવ અને  શ્રદ્ધાપૂર્વક વિધિ પૂર્ણ કરીને તેઓ મંચ પર આવી પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા શ્રી મોહનરાવ ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, મહંત નૃત્યગોપાલદાસજી વગેરેએ સંબોધન કરીને આજના અવસરની ગરિમા ગઈ હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ ભગવાન શ્રી રામની ગૌરવગાથા, ભારત અને વિશ્વના અનેક દેશોમાં તેનો પ્રભાવ અને આ ઐતિહાસિક કાર્યની અદભુત અને અપૂર્વ છણાવટ કરી હતી.

સમારોહ પૂર્ણ થયા બાદ, ટ્રસ્ટના અગ્રણીઓની વિનંતી અનુસાર, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજની સ્મૃતિ સાથે, પૂજ્ય મહંત સ્વામી મહારાજે પૂજેલા શ્રીરામયંત્રોને મુખ્ય પુરોહિત શ્રી ગંગારામ પાઠકજીનાં મંત્રોચ્ચાર વચ્ચે, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીએ મુખ્ય ગર્ભગૃહના ગર્તમાં સ્થાપિત કર્યાં હતાં, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના લાખો ભક્તો-સંતો વતી તેઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ખાસ ઉલ્લેખનીય છે કે આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના લાખો ભક્તો-સંતોએ દેશ વિદેશમાં ધૂન કરીને વહેલામાં વહેલી તકે મંદિર નિર્માણ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી.

સનાતન વૈદિક ધર્મના આ અનોખા અવસરને ઇતિહાસમાં સદા સુવર્ણાક્ષરથી લખવામાં આવશે.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS