Shri Swaminarayan Arti
Shri Swaminarayan Arti with Words
Shri Swaminarayan Mahapuja
Guruhari Ashirwad 24 November 2018 (Mahapuja)
Swaminarayan Sampradayani Arti: Sadhus Aksharvatsaldas
Shri Swaminarayan Arti Sarjangatha: Sadhu Bhadreshdas
Shri Swaminarayan Arti, Prerna Vachan: Pujya Ishwarcharan Swami

પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ શ્રી મહંત સ્વામી મહારાજે રચાવેલ
શ્રી સ્વામિનારાયણ આરતી

જય સ્વામિનારાયણ, જય અક્ષરપુરુષોત્તમ,
અક્ષરપુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ..... જય સ્વામિનારાયણ....ટેક
મુક્ત અનંત સુપૂજિત, સુંદર સાકારમ્,
સર્વોપરી કરુણાકર, માનવ તનુધારમ્... જય સ્વામિનારાયણ.....૧.
પુરુષોત્તમ પરબ્રહ્મ, શ્રીહરિ સહજાનંદ,
અક્ષરબ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ...... જય સ્વામિનારાયણ....૨.
પ્રકટ સદા સર્વકર્તા, પરમ મુક્તિદાતા,
ધર્મ એકાંતિક સ્થાપક, ભક્તિ પરિત્રાતા..... જય સ્વામિનારાયણ...૩.
દાસભાવ દિવ્યતા સહ, બ્રહ્મરૂપે પ્રીતિ,
સુહૃદભાવ અલૌકિક, સ્થાપિત શુભ રીતિ.... જય સ્વામિનારાયણ...૪.
ધન્ય ધન્ય મમ જીવન, તવ શરણે સુફલમ્,
યજ્ઞપુરુષ પ્રવર્તિત સિદ્ધાન્તં સુખદમ્....... જય સ્વામિનારાયણ, જય અક્ષરપુરુષોત્તમ,
                                    જય સ્વામિનારાયણ....૫.

Shri Swāminārāyan Ārti Inspired by
Pragat Brahmaswarup Guruhari Mahant Swāmi Mahārāj

Jay Swāminārāyan, Jay Akshar-Purushottam,

Akshar-Purushottam jay, darshan sarvottam… Jay Swāminārāyan…

Mukta anant supujit, sundar sākāram,

Sarvopari karunākar, mānav tanudhāram… Jay Swāminārāyan… 1

Purushottam Parabrahma, Shri Hari Sahajānand,

Aksharbrahma anādi, Gunātitānand… Jay Swāminārāyan… 2

Prakat sadā sarvakartā, param muktidātā,

Dharma ekāntik sthāpak, bhakti paritrātā… Jay Swāminārāyan… 3

Dāsbhāv divyatā saha, brahmarupe priti,

Suhradbhāv alaukik, sthāpit shubh riti… Jay Swāminārāyan… 4

Dhanya dhanya mam jivan, tav sharane sufalam,

Yagnapurush pravartita, siddhāntam sukhadam… Jay Swāminārāyan,

Jay Akshar-Purushottam, Jay Swāminārāyan… 5

શ્રી સ્વામિનારાયણ મહાપૂજા, શ્રી સ્વામિનારાયણ આરતી અને શ્રી સહજાનંદ નામાવલિ અંગે નમ્ર નિવેદન
          પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે આ વસુંધરા પર અવતરીને પોતાના મૌલિક વૈદિક આધ્યાત્મિક સિદ્ધાંત દ્વારા અસંખ્ય મુમુક્ષુઓ માટે શાશ્વત મોક્ષનો માર્ગ ચીંધ્યો છે. તેમના દ્વારા પ્રબોધિત એ 'અક્ષરપુરુષોત્તમ દર્શન'ના વૈદિક સિદ્ધાંતને જગતભરમાં ઉજાગર કરવા માટે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ગગનચુંબી મંદિરો રચીને તેમાં મધ્ય મંદિરમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ એટલે કે પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સાથે મૂર્તિ પધરાવી છે. અનેક કષ્ટો વેઠીને તેમણે પ્રગટાવેલી એ ઉપાસના-જ્યોતિનાં અજવાળાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે જગતભરમાં પ્રસરાવ્યાં છે. તેમના આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ એ જ પરંપરાનું વહન કરી રહ્યા છે.
          ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલા અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલા એ દિવ્ય અક્ષરપુરુષોત્તમ મહારાજના ઉપાસના-સિદ્ધાંત અનુસાર નિત્ય ભક્તિ કરવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મહિમાપૂર્વક નૂતન સ્વામિનારાયણ આરતી, નૂતન શ્રી સ્વામિનારાયણ મહાપૂજા અને શ્રી સહજાનંદ નામાવલિની રચના કરાવી છે. સનાતન ધર્મના વિધિવિધાનોની શાસ્ત્રીય પરંપરાને અનુસરીને આ સ્વામિનારાયણ મહાપૂજાની રચના કરવામાં આવી છે. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય સર્વોપરી સ્વરૂપની નિષ્ઠા, તેમનો મહિમા, તેમનું કાર્ય અને તેમની દિવ્ય વિલક્ષણતાઓને આવરી લેતી આ શ્રી સહજાનંદ નામાવલિ સ્વામિનારાયણ સંપ્રદાયની ભક્તિ પરંપરાને અનુસરીને રચવામાં આવી છે.
          તેઓના આદેશથી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી મહોત્સવની (તા. 15-12-2018) ઉજવણી થાય ત્યારથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં તમામ આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષ હરિભક્તો આ નૂતન સ્વામિનારાયણ આરતીનું નિત્ય સવાર-સાંજ ગાન કરશે, બી.એ.પી.એસ.ના તમામ મંદિરો અને ઘરમંદિરોમાં હંમેશાં આ આરતી ગવાશે, તમામ સત્સંગ સભાઓમાં કે સમૈયા-ઉત્સવોમાં પણ આ આરતીનું ગાન થશે. આ જ પવિત્ર દિનથી સંસ્થાના તમામ મંદિરોમાં અને માંગલિક વિધિઓમાં નૂતન શ્રી સ્વામિનારાયણ મહાપૂજાને સૌ અનુસરશે, નિત્ય જાપ માટે તથા ધાર્મિક અનુષ્ઠાનોમાં નૂતન શ્રી સહજાનંદ નામાવલિનો પાઠ કરશે.
          અહીં તે નૂતન સ્વામિનારાયણ આરતીને ઓડિયો સાથે પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. માગશર સુદ આઠમ, તા. 15-12-2018ના રોજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ જન્મોત્સવના ઉપક્રમે આ નૂતન અર્ઘ્ય દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનને વધાવીએ અને ગુણાતીત ગુરુઓનાં ચરણે વંદના કરીએ.
(નોંધઃ ટૂંક સમયમાં જ નૂતન શ્રી સ્વામિનારાયણ મહાપૂજા અને શ્રી સહજાનંદ નામાવલિની ઓડિયો સાથે પુસ્તિકા વેબસાઈટમાં પ્રકાશિત કરવામાં આવશે.)
એ જ લિ.
પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી
સાધુ ઈશ્વરચરણદાસના સ્નેહપૂર્વક જય સ્વામિનારાયણ.
 (આંતરરાષ્ટ્રીય સંયોજક, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા)
 
Shri Swaminarayan Arti, Shri Swaminarayan Mahapuja and Shri Sahajanand Namavali
Parabrahman Bhagwan Shri Swaminarayan manifested on this earth and through his original Vedic spiritual doctrine revealed the eternal path to moksha for countless spiritual aspirants. To spread this Vedic ‘Akshar-Purushottam Darshan’ of Bhagwan Swaminarayan throughout the world, Brahmaswarup Shastriji Maharaj built majestic traditional mandirs, in which he consecrated the murtis of Shri Akshar-Purushottam Maharaj, that is, Parabrahman Bhagwan Shri Swaminarayan and Aksharbrahman Gunatitanand Swami, in the central shrines. The light of this divine upasana, lit amidst many challenges, by Brahmaswarup Shastriji Maharaj has been spread throughout the world by Brahmaswarup Yogiji Maharaj and Brahmaswarup Pramukh Swami Maharaj. And today, their spiritual successor, Pragat Brahmaswarup Mahant Swami Maharaj, continues to nurture this tradition of Akshar-Purushottam Upasana.

To facilitate the daily devotion offered by devotees based on the doctrine revealed by Bhagwan Swaminarayan and propagated by Brahmaswarup Shastriji Maharaj, Param Pujya Mahant Swami Maharaj has, with great reverence, inspired the composition of the Shri Swaminarayan Arti, Shri Swaminarayan Mahapuja and Shri Sahajanand Namavali. The Shri Swaminarayan Mahapuja has been composed in compliance with the scriptural traditions of Sanatan Dharma rituals. And the Shri Sahajanand Namavali incorporates the supreme faith for the form of Parabrahman Bhagwan Shri Swaminarayan, his glory, works and unique, divine personality. It has been written in accordance with the bhakti traditions of the Swaminarayan Sampradaya.

By the wish of Param Pujya Mahant Swami Maharaj, from 15 December 2018, the 98th Birthday Celebration of Brahmaswarup Pramukh Swami Maharaj, all young and old, men and women devotees of the BAPS Swaminarayan Sanstha will, every morning and evening, sing the Shri Swaminarayan Arti. This arti will be sung in all BAPS mandirs and ghar mandirs, and in all satsang assemblies, festivals and celebrations. Also, from that auspicious day, the Shri Swaminarayan Mahapuja will be performed in all BAPS mandirs and in all auspicious ceremonies. For chanting, daily and in spiritual observances, the Shri Sahajanand Namavali will be recited.

From 15 December 2018 (Maghshar sud 8), the 98th Birthday Celebration of Brahmaswarup Pramukh Swami Maharaj, through this new offering, let us venerate Shri Swaminarayan Bhagwan and offer our respects at the holy feet of our Gunatit Gurus.

(Please Note: The words and audio recordings of the Shri Swaminarayan Mahapuja and Shri Sahajanand Namavali will published on this website soon.)
By the wish of Param Pujya Pragat Brahmaswarup Mahant Swami Maharaj,
Heartfelt Jai Swaminarayan from Sadhu Ishwarcharandas
(International Convener, BAPS Swaminarayan Sanstha)

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS