તા.૧૫/૦૯/૨૦૧૫ ના રોજ GCERT ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વડોદરા દ્વારા તેમજ બી. એ. પી. એસ સ્વામિનારાયણ વિદ્યામંદિર, અટલાદરા, વડોદરાના સંયુકત ઉપક્રમે બારમું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૫નું આયોજન શાળાના પ્રાંગણમાં કરવામાં આવ્યુ હતુ. પ્રદર્શનના ઉદઘાટનમાં વડોદરા જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નવનીતભાઇ મહેતા, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રીમતિ કલ્પનાબેન ઉનડકટ, વડોદરાના જાણીતા ઉદ્યોગપતિ એઇમ્સ ઓકિસજન ઇન્ડસ્ટ્રીઝના માલિક તેમન શાળા સંચાલન મંડળના અગ્રણી શ્રી સિધ્ધાર્થભાઇ પટેલ, શાળા સંચાલન મંડળના અગ્રણી અને પથદર્શન શ્રી સંજયભાઇ પટેલ, કૉઓર્ડીનેટર શ્રી અશોકભાઇ પટેલ તથા શાળા સંચાલન મંડળના સભ્યો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાસંગિક ઉદબોધન કરતાં અધ્યક્ષપદેથી બોલતાં શ્રી સંજયભાઇ પટેલે જણાવ્યું હતું કે શ્રીજી મહારાજ પણ સ્વચ્છતાના હિમાયતી હતા. શ્રીજી મહારાજે તો શ્રી જગદીશચંદ્ર બોઝ કરતાં પણ પહેલાં આ વાત કરી હતી કે વનસ્પતિમાં જીવ છે અને તમની રક્ષા થવી જોઇએ. પર્યાવરણની જાળવણી એ સ્વામિનારાયણ સંપ્રદાયને વારસામાં મળેલી છે. આ વારસાને જાળવી રાખવા માટે પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ સંસ્થા સતત કાર્યરત છે. વૈદિક સંસ્કારો અને જીવનમૂલ્યોની જાળવણી માટે સંપ્રદાયના ગુરુઓએ હંમેશા વિજ્ઞાન અને આધ્યાત્મિકતાની પ્રેરણા આપી છે. શાળાના વિદ્યાર્થીઓને શુધ્ધ પાણી મળી રહે તે માટે શાળાના બાંધકામ સમયે જ જળસંચય વ્યવસ્થા માટે {Rain Water Harvesting} શાળામાં ભૂગર્ભમાં ટાંકી બનાવવામાં આવી છે.
શ્રીમતિ કલ્પનાબેન ઉનડકટે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૫-૧૬ના આ પ્રદર્શન્નો પ્રારંભ એક એવા પવિત્ર સ્થળ પરથી થઇ રહ્યો છે. જે સૂચવે છે કે આગામી દરેક કાર્યક્રમમાં સફળતાની સિધ્ધિ અચૂક મળશે.
મુખ્ય અતિથિપદેથી બોલતાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નવનીતભાઇ મહેતા સાહેબે કહ્યું કે શાળાએ વિદ્યા પ્રાપ્તિનું પવિત્ર સ્થાન છે. અહીં વિવિધ વિષયોના શિક્ષણ સાથે સંસ્કાર અને અધ્યાત્મનું પણ જ્ઞાન પણ મળી રહ્યુ છે. વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે સંસ્થા તરફથી કરવામાં આવતા પ્રયત્નો માટે તેમણે સંતોષ વ્યકત કર્યો હતો. દિલ્હી સ્થિત અક્ષરધામનો ઉલ્લેખ કરીને તેમોએ જણાવ્યું કે હું દિલ્હી ગયો ત્યારે મે લોકસભાની મુકાલાત લેવાને બદલે અક્ષરધામ જોવાનું પસંદ કર્યું. જ્યાં વિજ્ઞાન, અધ્યાત્મ, સંસ્કૃતિ અને ધર્મનો સુભગ સમન્વય જોઇ હું દંગ રહી ગયો. તેઓએ વિદ્યાર્થીઓએ બનાવેલ કૃતિઓનું નિરિક્ષણ કરી તેમનો ઉત્સાહ પણ વધાર્યો.
વિદ્યાર્થીઓમાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ વિશે રસ-રૂચિ વધે, ગણિત, વિજ્ઞાન વિષયને અધરો ન સમજતાં તેને જીવન ઉપયોગી વિષય સમજે, પર્યાવરણ વિષે જાગરૂકતા કેળવે તેમજ તેમનામાં રહેલા કૌશલ્યો ખીલે અને તેમની સર્જનાત્મકતાને પ્રદર્શિત કરવાનો અવકાશ મળે તે જ આ પ્રદર્શનો મુખ્ય ઉદેશ્ય હતો.
પ્રદર્શનમાં વડોદરા શહેરની ૪૪ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં (૧) આરોગ્ય અને પોષણ {Health and Nutrition}, (૨) સ્ત્રોતોનું વ્યવ્સ્થાપન, {Resource Management}, (૩) ઉદ્યોગો {Industries}, (૪) ખેતીવાડી અને ખોરાકની ગુણવત્તાભર્યો જીવન માટે ગણિત/ આપતિ વ્યવ્સ્થાપન {Mathematics for Quality Life/ Disaster Management} આ વિષયો ૧૦૧ કૃતિઓ રજૂ કરાવામાં આવી હતી વડોદરા શહેરની વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષણગણ, વિદ્યાર્થીઓ તેમજ વાલીમિત્રો અને શહેરીજનોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.