On the holy occasion of Brahmaswarup Pramukh Swami Maharaj’s birth centenary celebrations, several programs have been planned with divine inspiration from Pragat Brahmaswarup Mahant Swami Maharaj. One such program is the 99th birth anniversary festival of Brahmaswarup Pramukh Swami Maharaj.
This year, the festival of Brahmaswarup Pramukh Swami Maharaj’s 99th birth anniversary will be celebrated online in accordance with public health and safety measures. Different engaging programs will be organized throughout the week, leading up to the main festival on 22nd December 2020, all of which will be telecast/webcast online. Param Pujya Pramukh Swami Maharaj’s debt on us is immeasurable; millions of devotees and well-wishers across the world will be able to remember and savour his countless blessings from the comfort of their homes on this occasion.
The centennial year celebrations of Param Pujya Pramukh Swami Maharaj – through the years 2021 and 2022 – will begin on his birth anniversary next year, in December 2021 at his birthplace Chansad-Vadodara.  These celebrations will conclude in a splendid manner in December 2022 in magnificient celebrations at Ahmedabad.
All devotees and well-wishers will therefore be able to offer their gurubhakti and feel blessed by engaging themselves in Brahmaswarup Pramukh Swami Maharaj’s centenary festival, under the divine guidance of Param Pujya Mahant Swami Maharaj.
-    Sadhu Ishwarcharandas      

 

 

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની નિશ્રામાં

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉજવાનાર

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના આગામી સોપાનો...

 

ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરા છેલ્લા બસો વર્ષોથી અજોડ ગુણાતીત ગુરુઓ દ્વારા આજપર્યંત વહેતી રહી છે, તેમાં જેમનું યુગો સુધી પુણ્ય-સ્મરણ  કરાતું રહેશે એવા મહાન સંતવિભૂતિ અને  ભગવાન સ્વામિનારાયણના પાંચમા અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું આ શતાબ્દી પર્વ ચાલી રહ્યું છે.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યાં છે.
જેમાંનું એક આયોજન એટલે તેઓનો 99મો જન્મ જયંતી મહોત્સવ.
આ વર્ષે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો ૯૯મો જન્મ જયંતી મહોત્સવ આપણે, જાહેર સ્વાસ્થ્યની સુરક્ષાને લક્ષ્યમાં લઈને, ઘરે બેઠાં ઓનલાઇન કાર્યક્રમો દ્વારા માણીશું. તા. 22 ડિસેમ્બરના રોજ મુખ્ય જન્મજયંતી મહોત્સવ અને તે પૂર્વે એક અઠવાડિયા દરમ્યાન અન્ય કાર્યક્રમોનો લાભ મળશે. 
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું આપણા ઉપર અપાર ઋણ છે, તેમના એ અનંત ઉપકારોનું સ્મરણ કરીને, તેમની શતાબ્દીએ એમનાં ચરણે ભાવ પુષ્પાંજલિ અર્પણ કરવા માટે દેશ-વિદેશના લાખો ભકતો-ભાવિકોનાં હૈયે ઉમંગ છે. 
આપને જણાવતાં આનંદ થાય છે કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષને આપણે સન 2021 અને 2022 દરમિયાન ભક્તિભાવપૂર્વક ઉજવીશું,  જેનો પ્રારંભ તેઓના પ્રાગટ્ય-તીર્થ ચાણસદ-વડોદરા ખાતે, ડિસેમ્બર ૨૦૨૧માં, તેઓનો જન્મજયંતી મહોત્સવ ઉજવીને કરીશું, અને આ શતાબ્દી પર્વની ભવ્ય પૂર્ણાહુતિ  શતાબ્દી મહોત્સવના શાનદાર કાર્યક્રમ સાથે, સન 2022માં ડિસેમ્બર મહિનામાં, અમદાવાદમાં કરવામાં આવશે.
તો આ રીતે આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ઉજવાનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી પર્વે આ કાર્યક્રમમાં જોડાઈને આપણી ગુરુભક્તિ અદા કરીએ અને ધન્ય થઈએ....
  • સાધુ ઈશ્વરચરણદાસ

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS