પ્રેરણા પરિમલ
સત્સંગમાં હેત
(તા. ૧૬-૧૧-૦૬, લંડન)
મુલાકાતકક્ષમાં પ્રમુખસ્વામી મહારાજ પાસે એક કિશોર આવ્યો હતો. લંડનના કિશોરના જીવનમાં અવસ્થા પ્રમાણે સ્થાનિક વાતાવરણનો પ્રભાવ પણ વધી ગયો હતો. સ્વામીશ્રીએ પ્રેમથી એને પાછો વાળ્યો અને પૂછ્યું, 'માંસનું કેમ છે?'
'કો'ક કો'ક વખત લઈ લઉં છું.'
સ્વામીશ્રીએ લાગણીપૂર્વક એ કિશોરને વાત કરતાં કહ્યું, 'માણસનો ધર્મ છે કે બીજા જીવો જીવે એ માટે પ્રયત્ન કરવો. માણસ એને જ કહેવાય. એ રીતે જીવીએ તો જ જીવનની સફળતા કહેવાય. બાકી બીજાને મારી નાખીને આપણે ખાઈ જઈએ તો માણસાઈ કઈ રીતે કહેવાય? આપણા સ્વજનને કોઈ મારીને ખાય તો આપણને કેવું લાગે? જેમ આપણને દુઃખ થાય છે એમ, પશુઓમાં પણ જીવ છે. એને પણ બાળક ઉપર પ્રેમ છે. ગાય એ વાછરડાને કેવું ચાટે છે! આવાં પશુ-પક્ષીઓને મારી નાખીએ તો એમાં આપણી માણસાઈ શું? પાપ લાગે. એટલે આજે તું ભગવાન પાસે આવ્યો છે તો આટલું કરજે. દારૂ, માંસ કે સિગારેટ નકામા જ છે. એ બધું જ છોડી દે જે.'
સ્વામીશ્રીના લાગણીપૂર્વકના આવાં હેતભર્યાં વચનોથી એ કિશોરે કહ્યું, 'સ્વામી, આજથી બધું જ મૂકી દઉં છું.'
સ્વામીશ્રીની હેતલગંગાએ આવા અનેક માર્ગ ભૂલેલા યુવાનોને જીવનની સાચી દિશા પર સહજતાતી વાળ્યા છે.
Vachanamrut Gems
Sãrangpur-7:
Where Should One Seek Liberation?
"So, one should seek liberation wherever one sees such a Naimishãranya Kshetra in the form of association with the Sant, and one should remain there with an absolutely resolute mind."
[Sãrangpur-7]