This site uses cookies. Read how we use them, in our
privacy policy
.
I accept
ABOUT BAPS
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
(current)
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
AUDIOS
VIDEOS
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
ABOUT US
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
BOOKS
AUDIO
VIDEO
MAGAZINES
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
Audios
Videos
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
સત્સંગ લેખમાળા
All Article byસાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૭...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
21 Dec 2015
એન.એસ.જી. કમાન્ડો ટીમના બ્રિગેડિયર રાજ સીતાપતિએ આૅપરેશન પૂર્ણ થયા પછી તેના પ્રત્યાઘાતરૂપે કોઈ તોફાન કે સામાન્ય હલચલ પણ ન જોતાં, તેમણે જણાવ્યું કે સમગ્ર દેશની પ્રજામાં આજે જે શાંતિ સ્થપાઈ છે તે માટે શ્રી પ્રમુખસ્વામી મહારાજની શાંતિની અપીલ, વર્તન અને વ્યવહાર જ કારણભૂત છે. શ્રી પ્રમુખસ્વામી મહારાજના આ વલણથી દુનિયામાં Akshardham Response નામનો નવો શબ્દપ્રયોગ શરૂ થયો.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૭...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Dec 2015
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, 'वीतरागभयक्रोघः स्थितघीर्मुनि-रुत्व्यते' અર્થાત્ જે વ્યક્તિમાંથી રાગ, ભય અને ક્રોધ ચાલ્યા ગયા છે તેવો મુનિ સ્થિરબુદ્ધિવાળો કહેવાય છે. (ગીતા ૨/૫૬)
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૬...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Nov 2015
સ્થિતપ્રજ્ઞતાને પામેલા પુરુષો તો सर्वभूतहिते रताः કહેતાં જીવ-પ્રાણીમાત્રનું હિત કરવામાં તત્પર હોય છે. आत्मना तुष्टः કહેતાં પરમાત્મસાક્ષાત્કારથી જન્મેલા પરમતૃપ્તિના ભાવથી છલકાતા હોય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૬...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
7 Nov 2015
सुखेषु विगतस्पृहः! સુખમાં પણ સ્પૃહા નહીં! આશ્ચર્ય ઉપજાવે તેવી આ વાત છે, પરંતુ સમજાઈ જાય તો સાચા આનંદની અનુભૂતિ કરાવે એવી છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૫...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
27 Oct 2015
'दुःखेषु अनुद्विग्नमनाः' ગીતાના આ શબ્દો બીજી પણ એક વાસ્તવિકતા ઉજાગર કરી આપે છે. જીવનમાં દુઃખ આવે જ નહીં એવી અહીં કોઈ વાત જ નથી. દુઃખો તો આવે જ. સામાન્ય માનવીને પણ આવે અને સત્પુરુષોને પણ આવે. સુખની જેમ દુઃખ પણ જીવનની ઘટમાળનો એક અપરિહાર્ય ભાગ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૫...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Oct 2015
'દુઃખોની પ્રાપ્તિ થવા છતાં જેનું મન ઉદ્વેગ નથી પામતું, સુખોની પ્રાપ્તિ થવા છતાં જે નિઃસ્પૃહી રહે છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ સ્થિરબુદ્ધિવાળો કહેવાય છે.' (ગીતા ૨-૫૬)
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૪...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Sep 2015
'आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोत्व्यते' 'આત્મામાં રહેલા પરમાત્મા વડે જ જ્યારે સંતુષ્ટ રહેતો હોય ત્યારે તે મનુષ્ય સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.'
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૪...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Sep 2015
'હે પાર્થ! મનુષ્ય જ્યારે મનમાં રહેલી સઘળી કામનાઓને ત્યજી દે અને પોતાના આત્મામાં રહેલા પરમાત્મા વડે જ સંતુષ્ટ રહે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.' (ગીતા - ૨/૫૫)
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૩...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Aug 2015
'अजातशत्रुं च वृकोदरं च घनञ्जयं माद्रवतीसुतौ च। आमन्त्रये वासुदेवं च शौरिं युयुघानं चेकितानं विराटम्॥' 'હું અજાતશત્રુ યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુળ, સહદેવ, વસુદેવપુત્ર શ્રીકૃષ્ણ, સાત્યકિ, ચેકિતાન તથા વિરાટને મારી વાત સાંભળવા આમંત્રિત કરું છુ.' (મહાભા. ઉ.પ.૨૫/૨)
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૩...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Aug 2015
‘बुद्धिर्योगे त्विमां शृणु’ (ગીતા ૨/૩૯) 'હે પાર્થ! હવે યોગવિષયક બુદ્ધિની વાત તું મારી પાસેથી સાંભળ.' — એમ ભગવાન શ્રીકૃષ્ણે યોગોપદેશની પ્રતિજ્ઞા કરી. યોગ એટલે પરમાત્મસ્વરૂપની નિષ્ઠા. આ સ્વરૂપનિષ્ઠારૂપ યોગ એ જ ધર્મ છે એમ ધર્મ શબ્દનો વિશિષ્ટ મર્મ કર્યો.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૨...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Jul 2015
'इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे... घर्म्यम्' 'અર્જુન! તને હવે હું એક અતિ ગોપનીય ધર્મની વાત કરીશ.' (ગીતા-૯/૧, ૩)
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૨...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Jul 2015
‘एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु। बद्ध्या युक्तो यया पार्थ कर्मबन्घं प्रहास्यसि॥’ 'હે પાર્થ! આ તને મેં સાંખ્યજ્ઞાન (આત્મજ્ઞાન) આપ્યું. હવે હું યોગનું જ્ઞાન (પરમાત્મસ્વરૂપનું જ્ઞાન) પીરસું છુ, તેને તું સાંભળ. જેને પામીને તારાં કર્મબંધનો નાશ પામી જશે.' (ગીતા-૨/૩૯)
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૧...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Jun 2015
બ્રાહ્મી સ્થિતિ એટલે બ્રહ્મની સ્થિતિ. અક્ષરબ્રહ્મની જીવનશૈલી. અર્જુન આવી બ્રાહ્મી સ્થિતિને પામ્યો ન હતો. તેની જીવનશૈલી અક્ષરબ્રહ્મ જેવી ન હતી. પરિણામે મોહે ભરડો લઈ લીધો. દુઃખના દરિયામાં ડુબાડી દીધો.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૧...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Jun 2015
અક્ષરબ્રહ્મ જ સર્વોત્કૃષ્ટ વરણીય શા માટે? એ જિજ્ઞાસાને સંતોષતો એક શબ્દ અહીં સંભળાય છે - 'विज्ञानात्' વિજ્ઞાન એટલે સાક્ષાત્કાર. પ્રત્યક્ષ અનુભૂતિ. સર્વની સર્વકાલીન, સર્વાંગસંપૂર્ણ અને યથાર્થ પ્રત્યક્ષાનુભૂતિ. અક્ષરબ્રહ્મ બધું જાણે છે. જીવને જાણે છે. જગતને જાણે છે. જગદીશને જાણે છે. બંધન જાણે છે. બંધનનાં પરિણામો જાણે છે. બંધનથી મુક્તિનાં સાધન જાણે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૦...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 May 2015
સદાય યોગમાં રમમાણ રહેનાર ભક્તો સતત મારા ગુણોનું કીર્તન કરતા હોય છે. મારી પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ હોય છે. પોતાનાં વ્રતોમાં દૃઢતા ધારી રહ્યા હોય છે. સતત નમતા રહે છે અને આ બધું કરતાં કરતાં મારી ઉપાસના કરે છે. (ગીતા ૯-૧૫)
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૦...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 May 2015
યોગ શબ્દનું મૂળ યુજ્ ધાતુ છે. વ્યાકરણ શાસ્ત્ર યુજ્ ધાતુના વિવિધ અર્થો દર્શાવે છે. જેમ કે યુજ્ એટલે સંબંધ, પ્રાપ્તિ અથવા જોડાણ (युजिर् योगे). યુજ્ એટલે સમાધિ (युज् समाघौ). અને યુજ્ એટલે ઐશ્વર્ય (युज् ऐश्वर्ये). આ યુજ્ ધાતુમાંથી જ યોગ શબ્દ બન્યો છે. આથી યોગ એટલે સંબંધ, યોગ એટલે પ્રાપ્તિ, યોગ એટલે જોડાણ, યોગ એટલે સમાધિ અને યોગ એટલે ઐશ્વર્ય એમ યોગ શબ્દના પણ વિવિધ અર્થો પ્રાપ્ત થાય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૯...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
27 Apr 2015
ભગવાન શ્રીસ્વામિનારાણ પોતે તો સાક્ષાત્ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા, છતાં આપણને સૌને પ્રેરણા આપવા પોતાના જીવનમાં ગીતામાં દર્શાવેલી સમજણની દૃઢતાનું દર્શન કરાવતા. વચનામૃતમાં આ વાતની નોંધ લેવાઈ છે. ભગવાન શ્રીસ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે, 'પાંચ વાર્તાનું અમારે નિત્યે નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ નિશ્ચય જણાય છે જે, આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે. ને સુખ-દુઃખ, રાજીપો-કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૯...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Apr 2015
ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે - 'जातस्य हि घ्रुवो मृत्युर्घ्रुवं जन्म मृतस्य च। तस्माद् अपरिहार्येर्थे न त्वं शोचितुम् अर्हसि॥' જેનો જન્મ થયો તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને જેનું મૃત્યુ થયું તેનો જન્મ નિશ્ચિત છે. તેથી આ અપરિહાર્ય વિષયમાં (એટલે કે જેમાં કોઈ ફેરફાર ન થઈ શકે એવા વિષયમાં) તારે શોક કરવો યોગ્ય નથી. (ગીતા ૨-૨૭)
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૮...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
23 Mar 2015
અર્થાત્ હે અર્જુન! અવિનાશી, અપ્રમેય અને નિત્યસ્વરૂપ એવા આત્માનાં આ શરીરો તો નાશવંત કહેવાયાં છે, માટે તું યુધ્ધ કર. (ગીતા ૨/૧૮) અહીં એક વિનાશી છે જ્યારે બીજો અવિનાશી છે, એમ દેહ અને આત્માના ગુણધર્મને આગળ કરીને બંનેની જુદાઈ સમજાવી છે. હવે આત્માના સ્વરૂપ અંગે જે વિશેષ સમજ આપી છે તે જોઈએ.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૮...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
9 Mar 2015
‘क्लैब्यं मा स्म गमः पार्थ’ હે પાર્થ! તું કાયરતાને ન પામીશ. (ગીતા ૨/૩) એમ સર્વપ્રથમ પાર્થને પાર્થસારથિએ હિંમતનું ઓસડ પાયું હતું. પરંતુ સમજણ વિના એકલી હિંમતની વાતોથી કાંઈ જંગ જીતી ન જવાય. સમજણથી પરિપક્વ થયેલી બુદ્ધિથી જ હિંમતમાં પોતાનો પ્રભાવ પાથરવાનું સાચું કૌવત પ્રગટે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૭...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
25 Feb 2015
શ્રીકૃષ્ણની શરણાગતિ સ્વીકારી પાર્થે શું કર્યું તે જણાવતાં સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું -'एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परंतप। न योत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णी´ बभूव ह॥' અર્થાત્ હે રાજન્! ગુડાકેશ અર્જુને હૃષીકેશ શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહીને પછી તે ગોવિન્દ શ્રીકૃષ્ણને યુદ્ધ નહીં કરું એમ કહીને ચૂપ થઇ ગયો. (ગીતા ૨/૯)
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૭...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
9 Feb 2015
અર્જુનની શરણાગતિમાં અનન્યતા પણ છે. તે કહે છે - 'नहि प्रपश्यामि ममापनुद्याद् यत्व्छोकम्' (ગીતા૨/૮) હે પ્રભુ! આપના સિવાય મારા આ શોકને ટાળી શકે એવો કોઈ બીજો હું જોતો નથી. હવે તો આપ એક જ મારા તારણહાર છો. આમ પાર્થની શરણાગતિ વૈકલ્પિક નથી. અનન્ય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૬...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
20 Jan 2015
कार्पण्यदोषोपहतस्वभावः કે પછી घर्मसंमूढचेताः આ શબ્દો કેવળ અર્જુનનું મનોમંથન નથી. આ તો તેણે શ્રીકૃષ્ણ ભગવાન સમક્ષ ઉચ્ચારેલા શબ્દો છે. પોતાના દોષને ઓળખવો ઘણી મોટી સફળતા છે. પરંતુ તે દોષને પોતાના ગુરુ સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહી સ્વીકારવો તે તેનાથી પણ ઊંચી સિદ્ધિ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૬...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Jan 2015
અર્થાત્, હે મધુસૂદન! રણભૂમિમાં હું ભીષ્મ અને દ્રોણની વિરુદ્ધ બાણો વડે યુદ્ધ કઈ રીતે કરું? કારણ કે હે અરિસૂદન! તે બંનેય તો પૂજવાને યોગ્ય છે. માટે આ મહાનુભાવ ગુરુવર્યોને નહિ હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે પણ જીવનનો નિર્વાહ કરવો શ્રેયસ્કર સમજું છુ _. કારણ કે ગુરુવર્યોને હણીને પણ આ લોકમાં રક્તરંજિત અર્થ અને કામરૂપ ભોગોને જ મારે ભોગવવા પડશે ને! (ગીતા ૨/૪,૫)
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૫
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Dec 2014
ભગવદ્ ગીતાના દ્વિતીય અધ્યાયના આરંભે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે - ‘तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम्। विषीदन्तमिदं वाक्यमुवाच मघुसूदनः॥' આ રીતે મોહથી ઘેરાયેલા, ખેદ કરતા, અને આંસુઓથી ભરેલ વ્યાકુળ નેત્રવાળા તે અર્જુનને મધુસૂદન શ્રીકૃષ્ણે આ પ્રમાણે વચન કહ્યું. (ગીતા ૨/૧)
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૪...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
9 Dec 2014
હે કૃષ્ણ, યુદ્ધની ઇચ્છાવાળા ઉપસ્થિત આ સ્વજનોને જોઈને મારાં અંગો શિથિલ થઈ રહ્યાં છે. મોં સુકાઈ રહ્યું છે. મારા શરીરમાં ધ્રુજારી અને રોમાંચ થઈ રહ્યો છે. હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે. ત્વચા બળી રહી છે. હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. જાણે મારું મન ભમે છે. (ગીતા ૧/૨૮-૩૦)
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૪...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Nov 2014
'अथ व्यवस्थितान् दृष्ट्वा घार्तराष्ट्रान् कपिध्वजः। प्रवृते शस्त्रसंपाते घनुरुद्यम्य पाण्डवः॥ हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते॥' હે રાજન્! ત્યાર પછી યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્રના પુત્રો અને તેના પક્ષકારોને જોઈને શસ્ત્રપ્રહારની પ્રવૃત્તિવેળાએ કપિધ્વજ અર્જુને ધનુષ ઉપાડીને હૃષીકેશ શ્રીકૃષ્ણ ભગવાનને આ વચન કહ્યું.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૩...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
12 Nov 2014
આવા રથમાં બિરાજી શ્રીકૃષ્ણભગવાને તથા અર્જુને જે શંખ વગાડ્યા તેની વિશેષ વાત કરતાં કહે છે - 'पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं घनञ्जयः। पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः॥' હૃષીકેશે, અર્થાત્ ભગવાન શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો, ધનંજયે, અર્થાત્ અર્જુને દેવદત્ત નામનો અને ભયંકર કર્મ કરનાર ભીમે પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. (ગીતા - ૧/૧૫)
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૩...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
21 Oct 2014
'ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્રિત થયેલા મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું?' એમ ગીતાના આરંભે ધૃતરાષ્ટ્રે પૂછ્યું. સંજયે ઉત્તરમાં દુર્યોધનની વાત પ્રથમ કરી. દુર્યોધન વ્યૂહાકારે ગોઠવાયેલી સેનાને જોઈને આચાર્ય દ્રોણ પાસે ગયો અને કહ્યું - 'હે આચાર્ય! આપના ધીમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ગોઠવવામાં આવેલી પાંડુ-પુત્રોની આ મોટી સેનાને જુઓ.'
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
9 Oct 2014
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મંગલ પ્રારંભ યુદ્ધના મેદાનમાં થયો હતો - ભૌતિક રીતે અને આધ્યાત્મિક રીતે પણ! કુરુક્ષેત્રમાં એ મહાયુદ્ધના વીર નાયક અર્જુનના હૈયામાં યુદ્ધ પહેલાં જ એક વિષાદ-યુદ્ધનો પ્રારંભ થાય છે, એ વિષાદ પણ અહીં એક યોગ બની જાય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
23 Sep 2014
ગીતામાં જે જે વર્ણવાયું છે તે બધું જ 'इति' એટલે 'એવી રીતે', 'ह' એટલે 'અવશ્ય, ખરેખર' અને 'आस' એટલે 'બન્યું હતું.' 'આવી ઘટના બની જ ન શકે' એવું માનવા કરતાં 'આવું પણ બની શકે' એવું તારણ કાઢી શકાય એટલી બુદ્ધિ નિર્મળ અને સ્વસ્થ હોવી જોઈએ.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Sep 2014
ગાંધીજીએ ગીતા વિષે પોતાનો અભિપ્રાય કહ્યો - ''મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છુ. જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે, તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી. તે હંમેશા આનંદમાં રહે છે.
અરણ્યમાં અધ્યાત્મ સંગીત- બૃહદારણ્યક ઉપનિષદ...લેખ-૩
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Aug 2014
'ગાર્ગી! જે મનુષ્ય આ અક્ષરબ્રહ્મને જાણ્યા વગર આ લોકમાંથી ચાલ્યો જાય છે, કહેતાં તેનો દેહ પડી જાય તો તે ખરેખર દયાપાત્ર છે. કારણ તેને ફરીવાર ભવાટવીમાં ભટકવું પડશે.'
અરણ્યમાં અધ્યાત્મ સંગીત- બૃહદારણ્યક ઉપનિષદ...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Aug 2014
અન્ય બ્રાહ્મણોએ કહ્યું, 'જો ગાયો લઈ જ જવી હોય તો આ રાજાની ઉપસ્થિતિમાં જ ભરસભામાં અમે તેને જે જે પૂછીએ તેના સચોટ જવાબો આપવા પડશે. જો જવાબ ન આવડ્યો તો ગાયો રાજાની ગૌશાળામાં પાછી જશે.' યાજ્ઞવલ્ક્યજીને આ પ્રસ્તાવ માન્યો હતો. જ્ઞાન અખાડો શરૂ થયો.
અરણ્યમાં અધ્યાત્મ સંગીત- બૃહદારણ્યક ઉપનિષદ...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
23 Jul 2014
આ ઉપનિષદ યજુર્વેદમાં સ્થાન ધરાવે છે. શુક્લ યજુર્વેદના વાજસનેયી બ્રાહ્મણમાં તેનો સમાવેશ થયો છે. બૃહદ્ એટલે મોટું. જીવ, ઈશ્વર, માયા અને મુક્તોથી બૃહદ્ એવા અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મના નિરૂપણ દ્વારા બ્રહ્મવિદ્યાનો પ્રકાશ પાથરતું હોવાથી અને અરણ્યમાં તેનું મનન-ચિંતન થયું હોવાથી આ ઉપનિષદને બૃહદારણ્યક ઉપનિષદ કહેવામાં આવે છે.
ઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૪
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
9 Jul 2014
અહીં ‘स्वेन रूपेण’ શબ્દ વિચારવા જેવો છે. પૂર્વે દહરવિદ્યામાં ‘य आत्माऽपहतपाप्मा विजरो विमृत्युíवशोको-विजिघत्सोऽपिपासः सत्यकामः सत्यसङ्कल्पः’ (છા.ઉ. ૮/૭/૧) એમ કહીને જે અક્ષરબ્રહ્મના ગુણો દર્શાવ્યા હતા તેને જ અહીં ફરીથી પ્રજાપતિએ આત્માના ગુણો તરીકે સંભળાવ્યા. આનો ફલિતાર્થ એવો થયો કે પ્રથમ તો અક્ષરબ્રહ્મને અપહતપાપ્મા વગેરે ગુણોથી યુક્ત સમજવા જોઈએ.
ઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૩
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
23 Jun 2014
‘अपहतपाप्मा विजरो विमृत्युíवशोको विजिघत्सोऽपिपासः सत्यकामः सत्यसङ्कल्पः।’ (છા.ઉ. ૮/૧/૫) એ બ્રહ્મનું સ્વરૂપ નિષ્પાપ માયા રહિત છે, ઘડપણ વગેરેના ભાવ રહિત છે, મૃત્યુ તેને સ્પર્શી શકતું નથી, કહેતાં અમૃતમય છે. તેમાં શોક કે દુઃખ નથી, તેમાં ભૂખ-તરસ જેવા આવેગો નથી, તે સત્યકામ છે, સત્યસંકલ્પ છે.
ઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
16 Jun 2014
છાન્દોગ્ય ઉપનિષદના આઠમા અધ્યાયનો આરંભ બ્રહ્મ અને પરબ્રહ્મ એ બંને દિવ્ય તત્ત્વોને જાણવાના આદેશથી થયો છે. ‘अथ यदिदमस्मिन्ब्रह्मपुरे दहरं पुण्डरीकं वेश्म दहरोऽस्मिन्नन्तराकाश-स्तस्मिन्यदन्तस्तदन्वेष्टव्यं तद्वाव विजिज्ञासितव्यमिति।’ (છા.ઉ. ૮/૧/૧) દહર એટલે નાનું.
ઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 May 2014
'ॐ इत्येतद् अक्षरम् उद्गीथम् उपासीत' (છા.ઉ. - ૧/૧/૧) 'ૐકાર જેની સંજ્ઞા છે અને સર્વે વેદોમાં જેનું ઉદ્ગાન થયું છે એવા અક્ષરબ્રહ્મનું ચિંતવન કરવું જાઈએ.' છાન્દોગ્યનો પાઠ આરંભીએ ને પહેલા જ મંત્રમાં અક્ષરબ્રહ્મના મહિમાનું ગાન થાય! આમ કરવાનું તાત્પર્ય પણ સમજી શકાય છે - અક્ષરરૂપ થયા વિના પુરુષોત્તમની યથાર્થ ઉપાસના ભક્તિ થઈ ન શકે.
સનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૬
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
10 May 2014
‘शरवत् तन्मयो भवेत्।’ (મુંડક ઉપનિષદ, ૨/૨/૫) એમ કહી પ્રત્યક્ષ બ્રહ્મમાં તન્મયતા કરવાનું તો કહ્યું, પરંતુ એ તન્મયતામાં ભાવના કેવી હોવી જોઈએ તે પણ આપણાં શાસ્ત્રોએ સમજાવ્યું છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં છેલ્લા અધ્યાયમાં છેલ્લો મંત્ર આ ભાવનાને મુખરિત કરે છે - ‘यस्य देवे पराभक्तिर्यथा देवे तथा गुरौ। तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः॥’ (શ્વેતાશ્વતર ઉપનિષદ, ૬/૨૩) સાધાનાનું સર્વોચ્ચ શિખર આ છે.
સનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૫
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
23 Apr 2014
કઠ ઉપનિષદમાં યમરાજનાં વચન છે : ‘यः सेतुरीजानानामक्षरं ब्रह्म यत्परम्। अभयं तितीर्षतां पारं नाचिकेतš शकेमहि॥’ (કઠ ઉપનિષદ્, ૩/૨) અર્થાત્ 'સંસારમાયાની ભારે ભમરીઓ અને જળપ્રવાહોને તરી જવા ઇચ્છતા મુમુક્ષુ માટે અક્ષરબ્રહ્મ 'સેતુ' સમાન છે.
સનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૪
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
9 Apr 2014
અક્ષરબ્રહ્મ તત્ત્વ એક સનાતન દિવ્ય સ્થાનરૂપે પરબ્રહ્મ તથા મુક્તોને ધારણ કરીને રહે છે. આથી જ અક્ષરબ્રહ્મનો ‘पदम्’ એટલે કે 'સ્થાન' શબ્દથી શ્રુતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે, ‘सर्वे वेदा यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद् वदन्ति। यदित्व्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत् ते पदं संग्रहेण ब्रवीम्योमित्येतत्॥’ (કઠ ઉપનિષદ, ૨/૧૫)
સનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૩
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Mar 2014
દિવ્ય ચૈતન્યમય આકાશ એટલે ચિદાકાશ. આકાશની જેમ વ્યાપક હોવાથી અક્ષરબ્રહ્મને 'ચિદાકાશ' સંજ્ઞા આપવામાં આવી છે. અક્ષરબ્રહ્મ આવા ચિદાકાશરૂપે સકળ વિશ્વનું કારણ, સકળ વિશ્વમાં વ્યાપક અને સકળ વિશ્વનો આધાર છે.
સનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Mar 2014
‘द्वाविमौ पुरुषौ लोके क्षरश्र्च अक्षर एव च। क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उत्व्यते॥ उत्तमपुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः’ (ભગવદ્ગીતા, ૧૫/૧૬-૧૭) અર્થાત્ 'આ જગતમાં બે પ્રકારના પુરુષો છે. એક ક્ષર અને બીજો અક્ષર. ક્ષર એટલે સર્વ આત્માઓ અને એનાથી ભિન્ન એટલે અક્ષરબ્રહ્મ. અને ઉત્તમ પુરુષ (પુરુષોત્તમ) તો આ બંનેથી પર છે, જે પરમાત્મા કહેવાય છે.'
સનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Feb 2014
'હે ગાર્ગી! આ અક્ષરબ્રહ્મના પ્રશાસનમાં તો સૂર્ય, ચંદ્ર વગેરે વશ વર્તી રહ્યા છે, પૃથ્વી લોક અંતરિક્ષ લોક વગેરે બધા જ લોકો વશ વર્તી રહ્યા છે. અને નિમેષ, મુહૂર્ત, રાત્રિ, દિવસ, શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષ, મહિનાઓ, ૠતુઓ કે વર્ષો વગેરે જે કોઈ કાળનું વિભાજન છે તે પણ અક્ષરબ્રહ્મના પ્રશાસનથી જ થાય છે.'
શિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૫
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Feb 2014
વરુણ નામના ૠષિ પાસે ભૃગુ નામનો તેમનો પુત્ર ‘अघीहि भगवः’ (તૈત્તિરીય ઉપનિષદ ૩/૧) 'ભગવન્! મને અધ્યાત્મવિદ્યા ભણાવો.' એમ કહી શિષ્યત્વ સ્વીકારે છે. ત્યારે પિતા વરુણ પણ પ્રસન્ન થઈ પુત્ર-શિષ્ય ભૃગુને અધ્યાત્મજ્ઞાન પીરસે છે. આમ તૈત્તિરીય ઉપનિષદના આ ભાગના ઉપદેશનો શ્રોતા ભૃગુ છે તેથી આ ભાગને ભૃગુવલ્લી કહેવામાં આવે છે.
શિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૪
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Jan 2014
‘सोऽश्नुते सर्वान् कामान् सह ब्रह्मणा विपश्र्चितेति’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૧) અક્ષરબ્રહ્મ જેવું પરમાત્માનું પરમ સુખ ભોગવે છે તેવું જ પરમ સુખ તે બ્રહ્મનો સાક્ષાત્કાર પામનાર બ્રહ્મરૂપ ભક્ત પણ એ અક્ષરબ્રહ્મ સાથે અક્ષરધામમાં સદાય ભોગવતો રહે છે એમ આ મંત્રનો ભાવાર્થ છે.
શિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૩
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Jan 2014
જ્યાં શિક્ષણ છે ત્યાં પ્રગતિ છે. ઉન્નતિ છે... આ ઉપનિષદમાં જોવા મળે છે: શિક્ષણનો મહિમા; દીક્ષાંત પ્રવચન; આનંદવલ્લી: બ્રહ્મજ્ઞાનીને પરબ્રહ્મની પ્રાપ્તિનું વરદાન; બ્રહ્મના સ્વરૂપની ઓળખાણ.
શિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
23 Dec 2013
‘स्वरः’ એટલે સંગીત. વર્ણોના વ્યવસ્થિત ઉચ્ચારણની સાથે સાથે વેદમંત્રોમાં તેના ગાન માટે સ્વરોનું પણ અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. આને જ સસ્વર વેદગાન કહેવામાં આવે છે.
શિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
9 Dec 2013
આ ઉપનિષદ કૃષ્ણયજુર્વેદમાં સ્થાન ધરાવે છે. કૃષ્ણયજુર્વેદની તૈત્તિરીય નામની શાખામાં તૈત્તિરીય આરણ્યક અંતર્ગત આ ઉપનિષદનો પાઠ થાય છે. તેથી આ ઉપનિષદને પણ તૈત્તિરીય સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. તૈત્તિરીય ઉપનિષદ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે. આ વિભાગોને અહીં 'વલ્લી' કહેવામાં આવે છે.
સૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૪
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Nov 2013
ઉપનિષદ કહે છે, 'येन पश्यति येन वा शृणोति येन वा गन्घान् जिघýति येन वा वाचं व्याकरोति येन वा स्वादु चाऽस्वादु विजानाति।' (ઐતરેય ઉપનિષદ–૩/૧) જેમની પ્રેરણાથી આ આત્મા આંખ વડે જોઈ શકે છે, કાન વડે સાંભળી શકે છે, નાસિકા વડે ગંધોને સૂંઘી શકે છે, જીભ વડે શબ્દોને છૂટા પાડી ઉચ્ચારી શકે છે
સૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૩
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
9 Nov 2013
ઐતરેય ઉપનિષદ ૠગ્વેદમાં આવેલું છે. ૠગ્વેદના 'ઐતરેય' નામના આરણ્યકમાં સમાયેલું હોવાથી આ ઉપનિષદને 'ઐતરેય' એવી સંજ્ઞા આપવામાં આવી છે. આ ઉપનિષદ ત્રણ અધ્યાયોમાં વહેંચાયેલું છે.
સૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Oct 2013
'स्वप्नस्थानोऽन्तःप्रज्ञः प्रविविक्तभुक् तैजसो द्वितीयः पादः।' (માંડૂક્ય ઉપનિષદ-૨/૨) જે અવસ્થામાં નિદ્રાધીન જીવાત્મા બાહ્ય જાગ્રત અવસ્થાના પદાર્થોને નહીં, પરંતુ 'अन्तः' કહેતાં આંતરિક પદાર્થોને જ 'प्रज्ञः' કહેતાં સારી પેઠે જાણતો હોય તેને સ્વપ્ન અવસ્થા કહેવાય.
સૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Oct 2013
સ્વામિનારાયણ વેદાંત અંતર્ગત ઉપનિષદોની લેખ-શ્રેણીમાં આ અંકમાં એક સાથે બે ઉપનિષદોનો આસ્વાદ છે : માંડૂક્ય ઉપનિષદ અને ઐતરેય ઉપનિષદ.
અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૪
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
23 Sep 2013
જે વ્યક્તિ આ ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્મવિદ્યાને જાણે, કહેતાં અક્ષર અને પુરુષોત્તમ એમ બે દિવ્ય તત્ત્વોનાં સ્વરૂપને બરાબર સમજે તો, ‘विद्वान् नामरूपाद् विमुक्तः परात्परं पुरुषमुपैति दिव्यम्’ (મુંડક ઉપનિષદ - ૩/૨/૮) 'તે વિદ્વાન આ દુન્યવી નામ-રૂપ વગેરેથી મુક્ત થઈ, અક્ષરધામમાં જઈ, તે ધામમાં રહેલા અક્ષરથી પણ પર એવા દિવ્ય પરમાત્માને પામી જાય છે.' આમ, જે ફળ બીજા કોઈ સાધનથી ન મળે તે આત્યંતિક મુક્તિનું ફળ બ્રહ્મવિદ્યાથી મળે તે જણાવ્યું.
અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૩
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
14 Sep 2013
ગુરુનું ધ્યાન કરાય? એ પ્રશ્નનો અહીં ખુલાસો થઈ જશે. અંગિરા મુનિ કહે છે કે ગુરુ સાથે જોડાવાનું ઉત્તમ સાધન છે તેમનું ધ્યાન. તેમના અમાયિક, દિવ્ય સ્વરૂપનું ચિંતવન-મનન.
અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
24 Aug 2013
જ્ઞાન પ્રાપ્ત કરનાર શિષ્ય માટે ગુરુશરણાગતિની વિશિષ્ટ રીત આપણાં શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. અહીં ‘समित्पाणिः’ (મુંડક ઉપનિષદ - ૧/૨/૧૨), ‘प्रशान्तचित्ताय शमान्विताय’ (મુંડક ઉપનિષદ - ૧/૨/૧૩) જેવા શબ્દો પ્રયોજીને એ રીત દર્શાવી છે.
અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
9 Aug 2013
'ગુરુ'! ભારતવર્ષનો સનાતન શબ્દ! પરમ શાતાપ્રદ શબ્દ! સનાતન ભારતીય અધ્યાત્મપરંપરાને પ્રતિબિંબિત કરતો શબ્દ! 'ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન આત્મવિચાર ન લહત હૈ.'
અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૬
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
26 Jul 2013
સર્વ જગતનું કારણ, વ્યાપક અને આધાર બધું જ અક્ષરબ્રહ્મ! તો પરબ્રહ્મ માટે શું કહેવું? તેથી કોઈને એમ પણ ભ્રાન્તિ થઈ જાય કે આ અક્ષર અથવા તો બ્રહ્મ શબ્દથી કહેવાયેલું તત્ત્વ પરમાત્મા જ તો નહીં હોય ને? બસ! આ જ વાત અંગિરા મુનિ હવે સમજાવશે.
અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૫
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Jul 2013
અક્ષરબ્રહ્મના આ સમગ્ર નિરૂપણને ધ્યાનથી જોતાં તેના ચાર વિભિન્ન સેવા કાર્યો તરી આવે છે. એક તો સર્વકારણ, સર્વવ્યાપક તથા સર્વાધારપણે રહેવું તે. જેના માટે ભગવાન સ્વામિનારાયણે 'ચિદાકાશ' એવો શબ્દ વાપર્યો છે. (વચ. ગ.પ્ર. ૪૬)
અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૪
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Jun 2013
આ અક્ષરબ્રહ્મ સર્વનો આધાર પણ છે. અંગિરા મુનિએ કહ્યું, ‘यस्मिंल्लोका निहिता लोकिनश्र्च तदेतदक्षरं ब्रह्म।’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૨) જેના આધારે આ અનંતકોટિ બ્રહ્માંડોમાં આવેલા અનંત લોકો અને તે લોકના રહેવાસીઓ અને અધિપતિઓ રહેલા છે. તેવું આ અક્ષરબ્રહ્મ છે. આ જ વાત કઠ ઉપનિષદમાં યમરાજાએ બાળબટુ નચિકેતાને સમજાવી છે, ‘तदेव शुक्रं तद् ब्रह्म तदेवामृतमुत्व्यते। तस्मिंल्लोकाः श्रिताः सर्वे तदु नात्येति कश्र्चन।’ (કઠ ઉપનિષદ - ૫/૮, ૬/૧).
અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૩
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
11 Jun 2013
પરમાત્મા જ સ્વતંત્રપણે સર્વ જગતનું કારણ છે. એ સનાતન સિદ્ધાંત છે. પરંતુ એ જ પરમાત્માની નિત્ય ઇચ્છાથી અક્ષર પણ તેમને આધીન વર્તતા થકા સમગ્ર જગતનું કારણ બને છે. એ પણ સનાતન સિદ્ધાંત છે. તે વાત અહીં ત્રણ લૌકિક દૃષ્ટાન્તો આપીને ખૂબ જ સરળતાથી સમજાવવામાં આવી છે.
અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 May 2013
વિદ્યાના બે પ્રકાર કહ્યા. તેમાં હવે પરા વિદ્યા કહેતાં બ્રહ્મવિદ્યાનું લક્ષણ દર્શાવે છે. મહર્ષિ અંગિરાએ કહ્યું, ‘येनाऽक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्याम्।’ (મુંડક ઉપનિષદ - ૧/૨/૧૩) ''જેના વડે ‘अक्षरम्’ કહેતાં અક્ષરબ્રહ્મને અને ‘पुरुषम्’ કહેતાં પુરુષોત્તમને એમ બન્નેને તત્ત્વે કરીને જાણે તેને બ્રહ્મવિદ્યા કહેવાય.''
અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 May 2013
મુંડક એટલે મસ્તક. સર્વવિદ્યાઓમાં મસ્તક સમાન એટલે કે શિરમોડ એવી બ્રહ્મવિદ્યાનો અહીં સચોટ અને સવિસ્તર ઉપદેશ થયો છે તેથી આ ઉપનિષદને મુંડક ઉપનિષદ કહેવામાં આવે છે.
અધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૩
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Apr 2013
મનુષ્ય સમયે સમયે ધ્યાન કરવા પ્રેરાય છે. તો તે ધ્યાનનું સાચું સ્વરૂપ, ધ્યેય વસ્તુની સ્પષ્ટતા તથા સાચા ધ્યાનને સિદ્ધ કરવાના સચોટ ઉપાયો વગેરે અંગે તેને માર્ગદર્શન મેળવવું છે. તેથી તેણે પૂછ્યું - ‘स यो ह वैतद् भगवन्! मनुष्येषु प्रायणान्तम् ॐकारम् अभ्यध्यायीत कतमं वाव स तेन लोकं जयतीति’(પ્રશ્ન ઉપનિષદ-૫/૧) હે ગુરુદેવ! જો કોઈ મનુષ્ય ૐકારનું આલંબન લઈ ધ્યાન કરે તો તેને કેવા લોકની પ્રાપ્તિ થાય? કેવું ફળ મળે?
અધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Apr 2013
શ્વાસોચ્છ્વાસ રૂપી આહુતિઓ દ્વારા પંચ પ્રાણની બધી જ પ્રક્રિયાઓ નિદ્રા વખતે પણ જાગતી-ગાજતી ધમધમતી રહે છે. આથી જીવનતંત્ર સુનિયંત્રિત બને છે. પિપ્પલાદજીના શબ્દોમાં પરોક્ષપણે પ્રાણાયામનો મહિમા છતો થતો હતો.
અધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
25 Mar 2013
પ્રશ્ન ઉપનિષદ અથર્વવેદમાં સમાયેલું છે. આથર્વણિક બ્રાહ્મણ ગ્રંથોની પિપ્પલાદ નામની શાખામાં આ ઉપનિષદનો પાઠ થાય છે. છ શિષ્યો દ્વારા પુછાયેલા છ વિશિષ્ટ પ્રશ્નો અને તેવા જ તેના વિશિષ્ટ ઉત્તરોના સંકલન રૂપે આ ઉપનિષદ રજૂ થયું છે. આથી આ ઉપનિષદને 'પ્રશ્ન ઉપનિષદ' એવા નામે ઓળખવામાં આવે છે.
મૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૭
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Mar 2013
પરબ્રહ્મને જાણવા હોય કે તેમની કૃપાના પાત્ર થવું હોય, આત્માને જાણવો હોય કે બ્રહ્મરૂપ થવું હોય, પ્રત્યક્ષ ગુરુવર્યના ચરણે મસ્તક ઝુકાવ્યા વગર છૂટકો નથી. એ વાત સમજાવતાં યમ કહે છે, 'उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोघत। क्षुरस्य घारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति॥' (કઠ ઉપનિષદ - ૩/૧૪) 'वरान्' શબ્દથી અહીં યમે તત્ત્વદર્શી ગુરુઓનો બોધ કરાવ્યો છે.
મૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૬
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
26 Feb 2013
કઠોપનિષદમાં નિરૂપાયેલ આ અક્ષરબ્રહ્મ તત્ત્વનો મહિમા તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે સૌપ્રથમ ભગવાન શ્રીસ્વામિનારાયણ જ યથાર્થ રીતે પ્રકાશમાં લઈ આવ્યા છે. તેમણે વચનામૃતમાં કહ્યું, 'એ બ્રહ્મ જે તે પ્રકૃતિપુરુષ આદિક સર્વના કારણ છે ને આધાર છે ને સર્વને વિષે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે. અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે.' (વચનામૃત ગઢડા મધ્ય - ૩)
મૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૫
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Feb 2013
મૃત્યુ પછીના વિવાદોમાં એક ચર્ચા ચાલે છે - કોઈ દિવ્ય અલૌકિક સ્થાનના અસ્તિત્વની. કોઈ મુક્તાત્મા આ દેહ છોડે પછી ગમે ત્યાં ફર્યા કરે કે પછી કોઈ નિશ્ચિત સ્થળે જાય? આ દુનિયામાં એવું કોઈ સ્થાન અસ્તિત્વમાં છે કે જ્યાં જઈ એ કાયમ નિવાસ કરી રહી શકે?
મૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૪
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
23 Jan 2013
મૃત્યુ થયા પછીની બાબતોના વિવાદોમાં એક વિવાદ એ પણ છે કે દેહ પડી ગયા પછી આ આત્માનો કોઈ નિયામક છે કે નહીં? મૃત્યુ થયા પછી એ આત્માની ગતિવિધિઓનો દોર કોઈ સંભાળે છે કે નહીં? શું આ દેહ અને જન્મમરણના બંધનોમાંથી મુક્ત થયેલા આત્માથી પર કોઈ તત્ત્વ રહે છે?
મૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૩
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Jan 2013
દેહધારીનું મૃત્યુ થતાં લોકોમાં કેટલાય વિવાદો સર્જાય છે. જેમાંથી એક વિવાદ છે આત્માના પૃથક્ અસ્તિત્વનો. મરી ગયા પછી પણ આત્માની હયાતી છે કે નહીં? કેટલાક કહે છે નથી. જેમ કે, દીવો ઓલવાઈ જાય એટલે જ્યોત ન રહે તેમ આ દેહ જ આત્મા છે. સુખ-દુઃખ વગેરે સંવેદનાઓ તો શરીર સાથે જ જોડાયેલી છે. આથી શરીરથી જુદો આત્મા માનવાની જરૂર નથી.
મૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Dec 2012
યમે કહ્યું, ‘देवैरत्रापि विचिकित्सितं पुरा न हि सुविज्ञेयमणुरेष घर्मः। अन्यं वरं नचिकेतो वृणीष्व मा मोपरोत्सीरति मा सृजैनम्॥’ (કઠ ઉપનિષદ - ૧/૧/૨૧) 'નચિકેતા! બીજું કાંઈક માગી લે. તું જે જાણવા ઇચ્છે છે તે વાત ઘણી સૂક્ષમ છે. આ વિષયને સમજવા તો દેવતાઓ પણ ઘણી મથામણ કરી ચૂક્યા છે. તો તું તો હજુ બાળક છે. એટલે સમજવું સહેલું નથી. તેથી આ સિવાય બીજું કાંઈ માગી લે.
મૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Dec 2012
'Life after death' મૃત્યુ પછીના જીવનનો વિચાર કર્યો છે? જે એ વિચારશે તે જીવનને વિચારી શકશે. અહીં એ વાત સાકાર થઈ છે. એક અલ્પ વયસ્ક બાળકને એ વિચાર ઝ બક્યો છે ને તલસાટ જાગ્યો છે એ મર્મને પામવાનો. પછી તો એ બાળ, મૃત્યુના જ દ્વારે પહોંચ્યો. મૃત્યુ પછીના રહસ્યને ઉઘાડવા મથ્યો રહ્યો. નવાઈ તો એ વાતની છે કે મૃત્યુ સ્વયંને અહીં મૃત્યુ પછીના જીવનનો ઉઘાડ આપવાની ફરજ પડી છે. છેવટે એ રહસ્ય ઊઘડ્યું ત્યારે જ શમ્યો એ બાળબટુનો તલસાટ! આ ઉપનિષદનું કથાનક જે વાંચે છે તે વિચારવા લાગે છે.
શક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૩
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Nov 2012
‘अमृता भवन्ति’ (કેન ઉપનિષદ - ૧/૨, ૨/૫) અમૃતત્વ એટલે મુક્તિ, પરમ કલ્યાણ. પરમાત્માને સર્વકર્તા જાણે એટલે અજ્ઞાનથી, વાસનાથી, દુર્ગુણોથી કે પછી અનંત દુઃખોથી મુક્તિ પામી ચૂક્યો. પછી ગમે તેટલી પ્રવૃત્તિ કરે છતાં ભાર ન લાગે. થાક ન લાગે. કંટાળો ન આવે. કાર્યક્ષમતા પ્રફુલ્લિત જ રહે, વધુ ને વધુ વિકસતી જાય. સન્માન કે અપમાન તેને વિચલિત ન કરી શકે. સદાય સ્થિતપ્રજ્ઞતા ધરી રહે. કહોને કે પરમ કલ્યાણ જ હાથ આવી ગયું એટલે એના અંતરમાં સુખ, શાંતિ અને પરમાનંદના ઓઘ વળે.
શક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Nov 2012
प्रतिबोघविदितं मतम्’ 'પ્રતિબોધ દ્વારા આ વાત સમજાય છે.'(કેન ઉપનિષદ - ૨/૪) પરમાત્માના સ્વરૂપને, તેમના ગુણોને સમજવા ગુરુ પાસેથી ગ્રહણ કરવામાં આવતા ઉપદેશને પ્રતિબોધ કહેવામાં આવે છે. प्रतिबुद्ध्यते ज्ञायते गुरोः सकाशात् परमात्मस्वरूपगुणाद्यनेनेति प्रतिबोघो ह्युपदेशः।
શક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Oct 2012
'કેન ઉપનિષદ' સામવેદમાં સમાયેલું છે. સામવેદમાં ચાર અધ્યાયવાળું 'તવલકાર' નામનું બ્રાહ્મણ (પ્રકરણ) આવેલું છે. એ 'તવલકાર' બ્રાહ્મણના ચોથા અધ્યાયમાં આવેલ દશમો અનુવાક્ અર્થાત્ તેનું પેટા પ્રકરણ એ જ આ કેન ઉપનિષદ! આ ઉપનિષદનો આરંભ ‘केन?’ 'કોના વડે?' એવા પ્રશ્નાર્થ વડે થયો હોવાથી તેને કેન ઉપનિષદ કહેવામાં આવે છે. ગુરુ-શિષ્યના સંવાદરૂપ આ ઉપનિષદ ચાર ખંડોમાં વહેંચાયેલું છે. ચારેય ખંડોના કુલ મંત્રોની સંખ્યા ૩૫ છે.
ઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૩
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Oct 2012
'र्इशा वास्यम् इदं सर्वम्’ કે પછી 'कुर्वन्नेवेह कर्माणि' જેવા સનાતન સિદ્ધાંતો સાંભળી મુમુક્ષુ તે પામવા તત્પર થઈ ઊઠ્યો. આ ધ્યેયોને સરળતાથી પાર પાડવા તેને સાચો અને શ્રેષ્ઠ ઉપાય સૂઝયો : પ્રાર્થના ! પ્રાર્થના એટલે વિનમ્ર શરણાગતનો આર્તનાદ.
ઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Sep 2012
ઈશાવાસ્યમાં ઉપદેશાયેલી આ ઉદાત્ત ભાવના અક્ષરબ્રહ્મ સ્વરૂપ સત્પુરુષોનાં જીવન દ્વારા સહેલાઈથી સમજી શકાય છે, કારણ આ સત્પુરુષોનાં જીવન જ અગમ્ય શાસ્ત્રશબ્દોનાં જીવંત ભાષ્યો છે.
ઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Sep 2012
ઉપનિષદો આધ્યાત્મિક જ્ઞાનના મહાસાગર સમા છે. ગતાંકમાં ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય પ્રદાન સમા પ્રસ્થાનત્રયીનો પરિચય મેળવ્યા બાદ હવે એક પછી એક ઉપનિષદના ગહન જ્ઞાન અને મર્મને વિદ્વત્તાસભર કલમે સરળ અને રસાળ શૈલીમાં માણીશું. આ અંકમાં ઉપનિષદના સાગરનું પ્રથમ આચમન છે : ઇશાવાસ્ય ઉપનિષદનું આચમન...
પ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૪
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
22 Aug 2012
બ્રહ્મ અને પરબ્રહ્મને નિરૂપતાં સૂત્રો એટલે બ્રહ્મસૂત્ર. અર્થાત્ આ ગ્રંથમાં ઉપનિષદ તથા ગીતા જેવાં શાસ્ત્રોમાં ઉપદેશાયેલી અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મને નિરૂપતી બ્રહ્મવિદ્યાનું જ સયુક્તિક પ્રતિપાદન અને પ્રસાધન થતું હોઈ તેને 'બ્રહ્મસૂત્ર' કહેવામાં આવે છે.
પ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૩
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
8 Aug 2012
'બ્રહ્મસૂત્ર' એ પ્રસ્થાનત્રયીનું તૃતીય પ્રસ્થાન છે. પરાશરના પુત્ર શ્રીમાન્ બાદરાયણ વ્યાસ આ ગ્રંથના પ્રણેતા છે. ઉપનિષદની શ્રુતિઓ અને સ્મૃતિ ગ્રંથોના આધારે લખાયેલો આ ગ્રંથ છે.
પ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૨
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
21 Jul 2012
ભગવદ્ ગીતા પ્રસ્થાનત્રયીમાં બીજું અગત્યનું સ્થાન ધરાવે છે. ભારતવર્ષથી માંડીને દુનિયાભરના ફિલસૂફોએ આ અધ્યાત્મશાસ્ત્રને જીવનદૃષ્ટિ પામવાનું ઉત્તમ સાધન બનાવ્યું છે. તેનું ચિંતવન કરતાં તેને સમર્પિત થઈ ચૂક્યા છે. અને અત્યંત અહોભાવથી તેની સરાહના કરતા થાક્યા નથી.
પ્રસ્થાનત્રયી - ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૧
લેખક
: સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
Published On:
9 Jul 2012
ભારતીય તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાના મહાસાગરનું મંથન કરીને તેમાંથી તારવેલું નવનીત એટલે પ્રસ્થાનત્રયી. પ્રસ્થાનત્રયી એટલે ઉપનિષદો, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્રોનો સમન્વય.