This site uses cookies. Read how we use them, in our
privacy policy
.
I accept
ABOUT BAPS
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
(current)
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
AUDIOS
VIDEOS
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
ABOUT US
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
BOOKS
AUDIO
VIDEO
MAGAZINES
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
Audios
Videos
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
સત્સંગ લેખમાળા
All Article byસાધુ યોગેન્દ્રદાસ
દિન દિન દિવાળી
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Nov 2024
ઘર અને શરીરને શણગારવાની સાથે સાથે આપણે જો અંત:કરણને સદગુણોથી શણગારી શકીશું તો આખું વરસ આનંદમાં જશે.
લાગણીનાં એકર અને કિલોગ્રામ
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
8 Oct 2024
પ્રમુખસ્વામી મહારાજ જેવા સુહ્રદયી સંતોની લોકો પ્રત્યેની લાગણીઓના ઊંડાણનો તાગ મેળવવા માટે પત્રો જેવા કોઈપણ સાધનોના માપ ટૂંકા પડી જાય એમ છે.
પાણીમાંથી દોરડાં
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Sep 2024
પ્રમુખસ્વામી મહારાજના વચને લોકોએ પાણીમાંથી દોરડાં વણવા જેવી જણાતી સેવાઓ કરી બતાવી છે, કારણકે પ્રમુખસ્વામી મહારાજે પોતે દ્રઢ વફાદારી દાખવીને બધાંના અંતરમાં વફાદારીની ભાવના દ્રઢ કરી હતી.
શાંતિલાલનો સોય-દોરો
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
8 Aug 2024
પ્રમુખસ્વામી મહારાજે જીવનભર શાંતિ સ્થપાય એ માટે ખૂબ જ પુરુષાર્થ કર્યો છે. કેટલાંય ખૂનખરાબા સુધી પહોંચી શકે એવા ઝગડાઓ એમણે વચ્ચે પડીને નિવાર્યા છે, પરિણામે આજે અનેક ગામડાંઓ, જ્ઞાતિઓ અને કુટુંબો શાંતિનો શ્વાસ લઈ રહ્યાં છે.
રામબાણની ફેક્ટરી
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Jul 2024
આજથી એક સૈકા પહેલાં છ ગુજરાતી ચોપડી ભણેલા પ્રમુખસ્વામી મહારાજ રામબાણની માફક અનેક કાર્યોની સફળતાનાં નિશાન કઈ રીતે વીંધી શક્યા હશે? એમના રામબાણની ફેક્ટરી હતી એમની ધ્યેયનિષ્ઠતા.
ઈતિહાસ બનનારાં અને બનાવનારાં
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
8 Jun 2024
ભૂતપૂર્વ શંકરાચાર્ય એવા પૂજ્યપાદ સત્યમિત્રાનંદ ગિરિજીએ પ્રમુખસ્વામી મહારાજ માટે કહ્યું હતું, ‘જગદ્ગુરુ શંકરાચાર્યના આસન ઉપર બિરાજમાન થયા વિના મેં જેમનામાં જગદ્ગુરુત્વના દર્શન કર્યાં છે, એ છે પ્રમુખસ્વામી મહારાજ.
વિસરાતી વિશેષતા
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 May 2024
વિરાટ કાર્યોના કર્તાહર્તા પુરુષો પોતાને મળેલ સિધ્ધિ-પ્રસિધ્ધિને પોતાની વિશેષતા ગણાવી દેતાં સહેજ પણ અચકાતાં નથી હોતાં. This is my achievement- આવા શબ્દો આ માણસો કૂતરાના મોંમાં રહેલા હાડકાંની માફક ચૂસતાં રહેતાં હોય છે. પરંતુ આ પ્રમુખસ્વામી હતા, કે જેમને મન પોતાના જીવનની સૌથી મોટી વિશેષતા હતી- પોતે ભગવાન ભજતા હતા એ.
તે અમારા થકી દેખાય નહીં
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
8 Apr 2024
આ જ વચનોના ચીલેચીલે ચાલીને જેમ પિતા સંતાનોની પ્રગતિની જવાબદારી લે એ રીતે પ્રમુખસ્વામી મહારાજે પોતાના આશ્રિતો સન્માર્ગ થકી ફંટાઈ ન જાય એની જીવનભર કાળજી લીધી હતી, કારણકે એ લોકોનું પતન તેમનાથી દેખી શકાતું નહોતું.
ઐસા વિરલા કો’ક
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Mar 2024
ઉપદેશકોને પણ ઉપદેશ આપતી આ પંક્તિ કહી જાય છે કે ‘કોઈપણ વાત બોલી નાખવી ખાંડ જેવી મીઠી છે પણ એ પ્રમાણે વર્તીને બતાવવું એ તપાવેલ લોખંડની સાંકળને ગળામાં પહેરવા જેવું આકરું છે. બોલનારાં શુદ્ધ વર્તન પણ ધરાવતાં હોય- એવાં વિરલા બહુ દુર્લભ હોય છે.‘
પ્રભાવશાળી પાસપોર્ટ
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
8 Mar 2024
ભારતના પાસપોર્ટ ધારકને ઘણા બધા દેશોના વિઝા મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે, આથી ભારત હેનલી ક્રમાંકમાં પાછળ છે. પરંતુ આ દેશના કેટલાંક મહાપુરુષો દુનિયાભરમાં પોતાના ઊચ્ચ કક્ષાના જીવનથી એવો આદરભાવ કમાયા છે, કે તેમના પ્રવેશ માટે તમામ દેશોએ લાલ જાજમ બિછાવી છે.
વિચારોનું વલોણું
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Feb 2024
ઇતિહાસ બતાવે છે કે જેણે પહેલેથી જ સારું કરવાનું ઠાની લીધું હોય એવાંના વિચારોથી જ દુનિયાનું ભલું થઈ શક્યું છે.
શ્વાસનો શ્વાસ વિશ્વાસ
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
8 Feb 2024
ભગવાન ભલે અદ્રષ્ટ લાગે છે, પરંતુ એમનામાં અખૂટ વિશ્વાસ ધરાવનાર સંતો અકલ્પનીય કાર્યો કરી શક્યાં છે. આપણી માફક જ શ્વાસ લઈને જીવન જીવી ગયેલાં મહાપુરુષોની પ્રભાવકતાનું રહસ્ય આ છે. પ્રમુખસ્વામી મહારાજનો ભગવાન પ્રત્યેનો વજ્ર સમ દૃઢ વિશ્વાસ અને એમાંથી એમને પ્રાપ્ત થયેલી અતુલનીય ઉર્જા આ સિદ્ધાંતને સત્ય ઠરાવે છે.
યોગ: કર્મસુ કૌશલમ્
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Jan 2024
આજના દિન-પ્રતિદિન વિકસતા સ્પર્ધાત્મક વાતાવરણમાં સફળતા માટે કાર્યકુશળતા અનિવાર્ય બની ગઈ છે. આજના વિદ્વાનોએ સ્વીકાર્યું છે કે સદીઓ પૂર્વે અવતારી પુરુષ અને મેનેજમેન્ટના સૌ પ્રથમ ગુરુ એવા શ્રીકૃષ્ણ ભગવાને ‘યોગ: કર્મસુ કૌશલમ્‘- આ ત્રણ જ શબ્દોમાં આની વ્યાખ્યા બાંધતાં ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે ‘કાર્યમાં પ્રમાણિક પુરુષાર્થ એ જ યોગ એટલે કે સાધના છે.‘
કાંકરીથી હલકો પહાડ
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
8 Jan 2024
‘જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી‘- એ ન્યાયે પહાડો જેટલી પ્રવૃતિના બોજને કાંકરીથી પણ હલકો ગણીને જીવી શકનાર પ્રમુખસ્વામી મહારાજ આ અંગે શો ઉપાય બતાવે છે એ જોઈએ.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Dec 2023
પ્રમુખસ્વામી મહારાજે જે રીતે સંસારીઓને સહાય કરી, માર્ગદર્શન આપ્યું, શાતા આપી અને આધ્યાત્મિક ઉન્નતિ કરાવી એ જોતાં આ શબ્દોના તેઓ પૂર્ણ અધિકારી જણાય છે. આપણે જેમને પોતાનું સર્વસ્વ માનવાના હોય એવા આ ગુરુ તો પોતાની સમીપે આવનાર બધાંને પોતાનું સર્વસ્વ માનતા હતા.
સફળતાના સંગીતનો “સા”
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
8 Dec 2023
સંગીતનો પહેલો સૂર છે- “સા”. સફળતાનું સંગીત પણ આવા જ એક “સા”થી શરૂ થાય છે, જેનું નામ છે “સાદાઇ”.
નવા નંબરના ચશ્મા
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Nov 2023
એક એક વ્યક્તિ ગુણગ્રાહક દ્રષ્ટિના ચશ્મા પહેરી લે તો આખો સમાજ સારો જ દેખાશે. There is a silver lining around every cloud- દરેક કાળા વાદળની આસપાસ ચમકતી ધાર હોય છે. પ્રમુખસ્વામી જેવા સંત પાસેથી આપણે કાળાશ જોવાને બદલે આ ચમકતી ધાર જ જોવાનું શીખી લઈએ.
સૌથી અઘરી સફર
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
8 Nov 2023
સામા માણસના મન સુધીની મુસાફરી એ દુનિયાની સૌથી અઘરામાં અઘરી સફર છે. સામા માણસના મનને સમજવું એ સૌથી ભારે જ્ઞાન છે. આ અઘરી મુસાફરી પાર પાડવામાં પ્રમુખસ્વામી બાજી મારી ગયા, જોકે એને માટે એમને શારીરિક રીતે બહુ ભારે શ્રમ વેઠવાનો આવ્યો.
ઊલટા પિરામિડનું બેલન્સ
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Oct 2023
પ્રમુખસ્વામીએ સત્તાના પિરામિડની ટોચ ઉપર હોવા છતાં સૌથી હેઠળની જગ્યાએ દાસભાવે રહીને કાર્યનો ભાર અને અપમાનનો માર વેઠતાં વેંઢારતાં જ વિક્રમી સિદ્ધિઓ હાંસલ કરી છે, એને જોતાં જોતાં આશ્ચર્ય અને અહોભાવનાં શિખરો પણ મસ્તક નમાવી દેશે !
ભાગવત ધર્મના અધિકારી
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
8 Oct 2023
આદિગુરુ ભગવાન વેદવ્યાસજીનું સર્વોત્તમ સર્જન એટલે શ્રીમદ્ ભાગવત. આમાં વર્ણવેલ ભાગવત ધર્મના અધિકારી કોણ? એટલે કે એ ગહન જ્ઞાનને પ્રવર્તાવવાની Authority(સત્તા) કોની? આ સત્તાના સૂત્રો निर्मत्सराणां सतां (ભાગવત ૧-૧-૨) દ્વારા ‘નિર્મત્સર એવા સંત એ જ ભાગવત ધર્મના અધિકારી છે.‘- એમ કહીને ગ્રંથકર્તા વ્યાસજી નિર્મત્સર સંતને સોંપી ગયા છે.
અઢી અક્ષરનું શિક્ષણ
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Sep 2023
પ્રમુખસ્વામીને અપાર પ્રેમ મેળવતાં આપણે સૌએ જોયા છે. એવો પ્રેમ પામવો હોય તો એથી અનેકગણો પ્રેમ આપવો પડે. પ્રેમના અઢી અક્ષરને પચાવી જાણનાર પ્રમુખસ્વામી દુનિયાના માંધાતાઓથી ઘણા આગળ નીકળી ગયા.
માણસ ગમે તો
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
8 Sep 2023
ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્- ની ઔપનિષદિક ભાવનાથી જે દરેકમાં ભગવાનનો વાસ અનુભવી શકે છે તે દરેકને ચાહી શકે છે. એને બધાં ગમે છે આથી એ બધાંને ગમે છે. એટલે જ આ ભાવનાને જીવી જાણનાર પ્રમુખસ્વામી જેવા સંત બધાંને ગમ્યા છે.
અંધકારના ઓથે
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Jul 2023
પ્રમુખસ્વામી જેવા મહાન સંતો કાળા અંધકારને પ્રાર્થના, પ્રેમ, મહિમા, સેવા, ભક્તિ જેવા સદગુણોનો અંચળો ઓઢાડીને ઉજળો કરી મૂકે છે.
જે I.I.M.માં શીખવાતું નથી
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Jun 2023
દરેક કિસમના માનવીને રાજી રાખવાની કળા અતિ દુર્ગમ છે, કારણ કે એ ઉચ્ચ માનસિક તૈયારી તથા શારીરિક ધગશ માગી લે છે. લોકો જ્યારે પ્રમુખસ્વામી જેવા સંતને આ કળામાં માહેર જુએ છે ત્યારે એમને I.I.M. ના Masters કરતાં પણ ઉચ્ચ ડિગ્રીધારી માને છે.
શીલ-સાતત્યનું સત્વ
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 May 2023
Integrity એટલે અખંડિતતા, પૂર્ણતા, સત્યનિષ્ઠા, શીલનું સાતત્ય. પ્રમુખસ્વામીના અલ્પ પરિચયમાં જ શ્રી બિલ ક્લિન્ટનને એમનામાં આ સદ્ગુણો દેખાયા એનું કારણ એ કે એમના ઉપર સ્વામીના સાધનામય જીવનની અદ્રષ્ટ છાપ પડી હતી.
ખુરશી ઉપર બેસવાની કલા
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Apr 2023
કેટલાંક ખુરશી વડે શોભતાં હોય છે જ્યારે કેટલાંક ખુરશીને શોભાવે છે. પ્રમુખસ્વામી જેવી વિભૂતિને પૂછવા માટે ‘ખુરશી ઉપર બેસવાની કલા‘- એ વિષયને એમ બદલી નાખવો પડે કે ‘ખુરશી શોભાવવાની કલા‘ એટલે શું ?
પ્રેમસાગરના તીરે
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Mar 2023
દુનિયાના મોટામાં મોટા માણસથી લઈને અદનામાં અદના કદના માનવીને પૂછો તો એક જ જવાબ મળશે કે પ્રેમ આપનાર વ્યક્તિ જ મોટામાં મોટી છે. પ્રેમ પિયુષ પીનાર અને પાનાર બંને અમર બની જાય છે.
એવા રે અમો એવા
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Feb 2023
જીવપ્રાણીમાત્રના હૃદયમાં પરમાત્માને નિહાળવાની દ્રષ્ટિ ધરાવતા પ્રમુખસ્વામી જેવા સંત જ આદિવાસી લોકો પ્રત્યેની સૂગ કે અસ્પૃશ્યતા જેવા કુરિવાજોના બંધન તોડી સમાજમાં સમાનતા લાવી શકે.
પીડ પરાઈ જાણે રે
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Jan 2023
‘‘બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ‘‘ - આવું અદ્ભુત જીવનસૂત્ર આપનાર અને એ સૂત્રને જીવી બતાવનાર મહાપુરુષ હતા પ્રમુખસ્વામી મહારાજ.
વિભૂતિ વૈભવ
લેખક
: સાધુ યોગેન્દ્રદાસ
Published On:
22 Dec 2022
આ સંસારમાં આપણી વચ્ચે જ રહીને ઘૂમતા-ફરતા આ ઓલિયાઓની જીવનશૈલી આપણા કરતાં ખાસ અલગ નથી હોતી, પરંતુ એમનો આંતરિક વૈભવ હિમાલય કરતાં પણ ઊંચો હોય છે. છેલ્લી એક સદીથી આપણી વચ્ચે રહીને, ઈશ્વરના ચરણે જીવન સમર્પિત કરી દીધું હોવા છતાં, આપણા સૌના માટે પોતાના જીવનની ક્ષણેક્ષણ ને લોહીનો કણેકણ વાપરી જનારા મહાપુરુષ હતા - પ્રમુખસ્વામી મહારાજ.