The specialty of poetry by the sant-poets of Bhagwan Swaminarayan is the Chosar pads. Devotional verses composed in groups of four are called Chosar. Through this verse form, they have satisfied the spiritual hunger of seekers by serving beautiful teachings of Swaminarayan spiritual practice. These instructional verses are like brilliant lamps on the spiritual path that will forever illuminate the way for spiritual practitioners.
Swaminarayan Aksharpith is honoured to share, "Kariye Raji Ghanshyam" - a collection of such devotional verses sung by the musically talented BAPS sadhus with deep devotion.
ભગવાન સ્વામિનારાયણના સંતકવિઓનાં કાવ્યોની વિશેષતા એટલે ચોસર પદો. ચાર ચારના સમૂહમાં તેમણે રચેલાં ભક્તિપદોને ચોસર કહેવામાં આવે છે. આ પદપ્રકાર દ્વારા તેમણે સ્વામિનારાયણીય સાધનાનો ખૂબ જ સુંદર ઉપદેશ પીરસીને મુમુક્ષુઓની મોક્ષની ભૂખ સંતોષી છે. આ ઉપદેશ પદો આધ્યાત્મિક માર્ગના દેદીપ્યમાન દીપકો છે કે જે સાધકને હંમેશ માટે આધ્યાત્મિક માર્ગ ઉજાગર કરતા રહેશે. બીએપીએસ સંસ્થાના સંગીતજ્ઞ સંતોના ભક્તિપૂર્ણ કંઠે ગવાયેલાં આવાં ભક્તિપદોનો સંપુટ – કરીએ રાજી ઘનશ્યામ, આપ સૌના હાથમાં મૂકતાં સ્વામિનારાયણ અક્ષરપીઠ આનંદની લાગણી અનુભવે છે.
Click on 'Track Title' to download the high res AIFF file
Download: Lyrics PDF