વચનામૃત નિરૂપણ
પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણીનો ગ્રંથ એટલે વચનામૃત. આધ્યાત્મિક સાધનાનાં રહસ્યોને ઉદ્ઘાટિત કરતો આ અમૂલ્ય ગ્રંથ મુમુક્ષુઓ માટે એક પથદર્શક સમાન છે. આપણા વરિષ્ઠ સદ્ગુરુ સંતોએ વચનામૃતના શાશ્વત સિદ્ધાંતોનું ઊંડાણપૂર્વકનું મનન-ચિંતન કરી તેને આત્મસાત કર્યા છે, જે તેઓની વાણી અને વર્તનમાં પડઘાય છે. વિદેશયાત્રાઓ દરમ્યાન જુદાં-જુદાં સત્સંગકેન્દ્રોંમાં તેઓએ કરેલાં વચનામૃત-નિરૂપણોમાંથી અહીં કેટલાંક ચૂંટેલાં નિરૂપણોનું સંકલન સંતસમાગમ સંપુટ 12 રૂપે પ્રકાશિત કરવામાં આવે છે. આવો, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે સદ્ગુરુ સંતોની આ પવિત્ર અને અનુભવસિદ્ધ વાણી દ્વારા વચનામૃતને સમજીને જીવનમાં ચરિતાર્થ કરવાનો પ્રયાસ કરીએ.