Photo Gallery

Parabrahma Bhagwan Swaminarayan gifted the eternal, Vedic, and distinct Akshar-Purushottam Darshan. By Pramukh Swami Maharaj’s wishes, Mahamahopadhyaya Pujya Bhadreshdas Swami presented a scholarly substantiation of this Darshan by authoring the Prasthanatrayi-bhashya.

Shri Murlidhar Sharma, the vice-chancellor of the National Sanskrit University, Tirupati, together with other scholars wished to ceremoniously welcome and introduce this Darshan to the National Sanskrit University. Their aim was to offer an opportunity to interested and leading scholars of South India to engage in the scholarly study and instruction of the Akshar-Purushottam Darshan. They invited Mahamahopadhyaya Swami Bhadreshdas to the National Sanskrit University to present a detailed introduction to this Darshan. They expressed, “Presently, we have the opportunity to engage in a discussion on the Darshans and other topics with Swami Bhadreshdasji, the sole bhashyakara of the entire Prasthanatrayi who is present before us.”

At Tirupati, the scheduled events included over a week of scholarly discussions between distinguished scholars and bhashyakara Swami Bhadreshdas. Hosted at the vice-chancellor’s residence, these discussions continued for eight days. During this time, Swami Bhadreshdas engaged in scholarly discussions on the Akshar-Purushottam Darshan from different perspectives with scholars learned in the Advaita, Vishishtadvaita, and Dvaita Darshans and in Nyaya and Vyakarana texts. These scholars participated in an in-depth study of the Prasthanatrayi-Swaminarayanbhashya, the vadagrantha Swaminarayan-siddhanta-sudha, the ‘Satsanga-diksha’ section of the Akshar-Purushottam-samhita text, and other works. Swami Bhadreshdas logically and satisfactorily answered all the questions and curiosities raised during these discussions with evidence and according to the Sampradaya’s principles. Consequently, every scholar was convinced that the Akshar-Purushottam Darshan was also a principal school of Vedanta and a distinct Vedic Sanatan Darshan, just like the Advaita, Vishishtadvaita and Dvaita Darshans,

Thereafter, a scholarly symposium was organized on 4 February 2021 at the National Sanskrit University. Eminent scholars from Tirupati, Bangalore, Chennai, Hyderabad, Kanchipuram, Sringeri and other regions gathered for the occasion.

The symposium commenced with a procession organized to honor Akshar-Purushottam Maharaj and the sacred texts of the Akshar-Purushottam Darshan. The procession proceeded from the vice-chancellor’s residence to the assembly hall. Surrounded by traditional tunes of the nadasvaram, scholars joined the festivities, while reciting Vedic mantras and reverently holding the Prasthanatrayi bhashya and other sacred texts in their hands.

In the inaugural session, a professor from the University extolled the Akshar-Purushottam Darshan and its author by reciting self-written Sanskrit verses. Mahamahopadhyaya Swami Bhadreshdas introduced the Akshar-Purushottam Darshan to all those present. Thereafter, a scholarly question and answer session was conducted. Swami Bhadreshdas then presented an introduction of the  Satsanga-diksha shastra, written by Pragat Brahmaswarup Mahant Swami Maharaj. Scholars were enthralled on examining the work, a contemporary smruti scripture. After the vice-chancellor’s concluding address, the bhashyakara himself gifted the bhashyas to the vice-chancellor. All scholars present were then honored. The symposium concluded with all scholars presenting Bhadreshdas Swami with a written proclamation recognizing the bhashyas: “We collectively proclaim that…

The Akshar-Purushottam Darshan revealed by Parabrahma Swaminarayan is a Vedic Sanatan Darshan. It is also unique, original, and distinct from all other Darshans. It is an indisputable fact that by the creation of the Prasthanatrayi Swaminarayan-bhashya, the Akshar-Purushottam Darshan will persist as long as the Sun and the Moon. Swami Bhadreshdasji has authored a unique, historic, and siddhanta-propagating work. Like Adi-Shankaracharya, his methods for composing scripture are comprehensible, lucid, deep in meaning, poetic, void of enmity and other defects, and proficient in advocating his principles. This was experienced by all scholars who examined this work.

Mahamahopadhyaya Swami Bhadreshdas, the author of a commentary on the entire Prasthanatrayi, is thoroughly qualified to join the echelons of Shankaracharya, Ramanujacharya, Madhvacharya, and other acharyas. For this reason, all scholars wholeheartedly believe him to be decorated by the title: ‘Bhashyakara Mahacharya.’”

In this way, South India’s prominent scholars collectively welcomed and affirmed the Akshar-Purushottam Darshan at the National Sanskrit University. It was a truly historic and notable event in the world of darshanic thought.

દક્ષિણ ભારતમાં ગુંજ્યો નાદ

અક્ષરપુરુષોત્તમ દર્શન એક સ્વતંત્ર વૈદિક સનાતન તત્ત્વસિદ્ધાંત

 

પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે વૈદિક અને સનાતન એવા સ્વતંત્ર અક્ષરપુરુષોત્તમ દર્શનની ભેટ આપી છે. આ દર્શનનું શાસ્ત્રીય રીતે પ્રતિપાદન કરતાં મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના કરી છે.
તિરુપતિ સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી મુરલીધર શર્માએ અન્ય વિદ્વાનો સાથે મળી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં આ દર્શનનું વિધિવત્ સ્વાગત અને પ્રસ્થાપન થાય એવો સંકલ્પ કર્યો. દક્ષિણ ભારતના મૂર્ધન્ય વિદ્વાનો તથા તત્ત્વજિજ્ઞાસુઓને પણ આ અક્ષરપુરુષોત્તમ દર્શનનું શાસ્ત્રીય પદ્ધતિથી અધ્યયન તથા અધ્યાપનનો કરવાનો લાભ મળે એવો તેઓનો આશય હતો. આ દર્શનનો વિશેષ પરિચય સૌને પ્રાપ્ત થાય તે માટે પ્રસ્થાનત્રયી ભાષ્યકાર મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને તેઓએ રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં પધારવા માટે આમંત્રણ પાઠવ્યું. તેઓએ જણાવેલું કે, ‘વર્તમાન સમયે સ્વામી ભદ્રેશદાસજી એક જ એવા સંપૂર્ણ પ્રસ્થાનત્રયીના ભાષ્યકાર વિદ્યમાન છે જેમની સાથે આપણે દર્શન વગેરે વિષયો પર વાર્તાલાપ કરી શકીએ.’
આ આયોજન અંતર્ગત ભાષ્યકાર સ્વામી ભદ્રેશદાસજીની ઉપસ્થિતિમાં તિરુપતિક્ષેત્રમાં એક સપ્તાહનો વિશિષ્ટ શાસ્ત્રીય વિમર્શ યોજાયો. કુલપતિ નિવાસમાં સ્વામી ભદ્રેશદાસજીએ અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈત વગેરે વેદાંતના વિદ્વાનો તેમજ ન્યાય, વ્યાકરણ વગેરેના વિશારદ વિદ્વાનો સાથે સતત આઠ દિવસ સુધી સવારથી લઈ સાંજ સુધી અક્ષરપુરુષોત્તમ દર્શન વિષયક શાસ્ત્રીય વિમર્શ કર્યો. આ તમામ વિદ્વાનોએ પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્ય, વાદગ્રંથ સ્વામિનારાયણ સિદ્ધાંતસુધા તથા અક્ષરપુરુષોત્તમ સંહિતાન્તર્ગત સત્સંગદીક્ષા વગેરે ગ્રંથોનું સઘન પર્યાલોચન કર્યું. વિદ્વાનોએ જે જે વિષયો પર આશંકાઓ વ્યક્ત કરી તે તમામ આશંકાઓનું સ્વામી ભદ્રેશદાસજીએ સ્વસંપ્રદાય અનુસાર સંતોષકારક શાસ્ત્રીય સમાધાન આપ્યું, જેનાથી તમામ વિદ્વાનોને અતિશય આનંદ થયો. તેની ફળશ્રુતિ તરીકે દરેકને પ્રતીતિ થઈ કે આ દર્શન કોઈની શાખા નથી, પરંતુ અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને દ્વૈત દર્શનની જેમ વેદાંત દર્શનની મુખ્ય ધારાઓમાં આવેલું આ એક સ્વતંત્ર વૈદિક સનાતન દર્શન છે.
આ જ ઉપલક્ષમાં ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં એક વિદ્વત્સંગોષ્ઠીનું આયોજન થયું હતું, જેમાં તિરુપતિ ઉપરાંત બેંગલોર, ચેન્નઈ, હૈદરાબાદ, કાંચીપુરમ્, શૃંગેરી વગેરે સ્થાનોમાંથી પણ અનેક મૂર્ધન્ય વિદ્વાનો પધાર્યા હતા.
સંગોષ્ઠીના આરંભે અક્ષરપુરુષોત્તમ મહારાજ અને અક્ષરપુરુષોત્તમ દર્શનના શાસ્ત્રોની સ્વાગતયાત્રા યોજાઈ હતી. કુલપતિ નિવાસથી સભાખંડ સુધીની આ યાત્રામાં વિદ્વાનોએ પ્રસ્થાનત્રયી ભાષ્ય ઇત્યાદિ ગ્રંથોને હાથમાં ધારણ કર્યા હતા. નાદસ્વરમ્ ના ઘોષની વચ્ચે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતા આ વિદ્વાનો અક્ષરપુરુષોત્તમ મહારાજને સભાખંડ સુધી દોરી ગયા હતા.
સમારંભના પ્રારંભમાં અક્ષરપુરુષોત્તમ દર્શનના ભાષ્ય તેમજ તેના રચયિતાની પ્રશસ્તિ કરતા સ્વરચિત શ્લોકોનું ગાન વિશ્વવદ્યાલયના પ્રાધ્યાપક દ્વારા કરવામાં આવ્યું. આ તમામ વિદ્વાનોની ઉપસ્થિતિમાં મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીએ સૌને અક્ષરપુરુષોત્તમ દર્શનનો પરિચય આપ્યો હતો અને તેના પર તમામ વિદ્વાનો વચ્ચે શાસ્ત્રીય પ્રશ્નોત્તરી થઈ હતી. ત્યારબાદ સ્વામી ભદ્રેશદાસજીએ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ દ્વારા પ્રણીત સત્સંગદીક્ષા શાસ્ત્ર પર પરિચયાત્મક વ્યાખ્યાન આપ્યું હતું. અભિનવ યુગના સ્મૃતિગ્રંથ સમાન આ શાસ્ત્રનું અવલોકન કરતાં વિદ્વાનો ખૂબ પ્રભાવિત થયા હતા. કુલપતિશ્રીના અધ્યક્ષીય પ્રવચન બાદ સ્વયં ભાષ્યકારે કુલપતિશ્રીને ભાષ્યગ્રંથો અર્પણ કર્યા હતા. ઉપસ્થિત વિદ્વાનોના સન્માન બાદ અંતમાં તમામ વિદ્વાનોએ સ્વામી ભદ્રેશદાસજીને સમર્થન આલેખ અર્પણ કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે સતત એક સપ્તાહ સુધી અક્ષરપુરુષોત્તમ દર્શનના વિમર્શના અંતે અમે સૌ વિદ્વાનો સાથે મળીને ઘોષણા કરીએ છીએ કે…
પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શન એક વૈદિક સનાતન દર્શન છે. તેમજ એક વિશિષ્ટ, મૌલિક અને અન્ય દર્શનોથી વિલક્ષણ દર્શન છે. પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્યના નિર્માણથી અક્ષરપુરુષોત્તમ દર્શન યાવત્ચંદ્રદિવાકરૌ રહેશે તે નિર્વિવાદ સત્ય છે. સ્વામી ભદ્રેશદાસજી દ્વારા આ એક વિશિષ્ટ સિદ્ધાંતપ્રવર્તક યુગકાર્ય સંપન્ન થયું છે. આદિ શંકરાચાર્યની જેમ તેઓની શાસ્ત્રપ્રણયન શૈલી સરળ, સ્પષ્ટ, અર્થગંભીર, પ્રસાદમધુર, દ્વેષાદિ દોષરહિત તથા સ્વસિદ્ધાંત સ્થાપન માટે સમર્થ છે એવી આ ગ્રંથોનું અવલોકન કરનાર સર્વે વિદ્વાનોની અનુભૂતિ છે.
સંપૂર્ણ પ્રસ્થાનત્રયીના ભાષ્યોનું પ્રણયન કરનાર મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય ઇત્યાદિ આચાર્યોની પંક્તિમાં પ્રવેશ કરવા માટે સર્વથા યોગ્ય છે. આથી તેઓ ભાષ્યકાર મહાચાર્યની પદવી શોભાવી રહ્યા છે એવો અમારા સર્વ વિદ્વાનોનો હૃદયનો અભિપ્રાય છે.
આ રીતે દક્ષિણ ભારતના મૂર્ધન્ય વિદ્વાનોએ સાથે મળીને રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં અક્ષરપુરુષોત્તમ દર્શનનું સ્વાગત અને પ્રસ્થાપન કર્યું એ સમગ્ર દર્શન-વિશ્વ માટે એક ઐતિહાસિક અને નોંધનીય ઘટના છે.

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS