Inspired by HH Mahant Swami Maharaj, a special ceremonial donation assembly for the Ram Mandir was held at the BAPS Swaminarayan Mandir, Shahibaug, Ahmedabad, in the presence of the Chief Minister of Gujarat, Shri Vijaybhai Rupani, and Shri Govinddevgiriji Maharaj, a trustee and treasurer of Ram Janmabhumi Tirthkshetra, Ayodhya.
Govinddevgiriji Maharaj said, “Today, we are once again gathered at the very place from where the pujan of the Ram Shila for the mandir began at the hands of Pujya Pramukh Swami Maharaj. The sacred journey for the Ram Mandir started from Somnath Mandir and can be regarded as the Gangotri of the Ram Mandir journey and that inspiration flows from the BAPS Swaminarayan Mandir. This Sanstha embodies this nation’s necessity for sincere effort, renunciation, individual commitment and service to India. People ask ‘What can sadhus do?’ But when they see the work these sadhus have done, they will be amazed. And their work of mandir-building is outstanding. Pujya Pramukh Swami Maharaj had an intense inner wish that a majestic Ram Mandir be built over his birthplace.
“There are many mandirs dedicated to Bhagwan Ram. But only one mandir is possible over his birthplace. After a long struggle its construction is under way.
“Bhagwan Shri Ram was the embodiment of morality. He was a national hero. The Valmiki Ramayan states that a nation without Shri Ram does not exist. And we have no use for where there is no Shri Ram. We will create a new Ayodhya wherever Ram goes.
“Bhagwan Shri Ramchandraji was self-sufficient (atma-nirbhar). He was the embodiment of all virtues. By establishing this mandir, his divine qualities will pervade the entire country.
“All works that begin at the hands of sadhus are great. Even in other Asian countries, the spirit of Ram will be revived. We will generate faith among Hindus there that Ram is also yours. They will proudly pilgrimage to Ayodhya. By building this mandir, Ayodhya will be the cultural capital of the world and will awaken the sentiment of ‘Vasudhaiva kutumbakan’ – the world is one family.
“India is a capable nation and will use its strengths not to trouble the world but to make it a better place.”
Chief Minister Vijaybhai Rupani said, “Many years ago, Pramukh Swami Maharaj performed pujan of the Ram Shila and gave his blessings. He and, now, Mahant Swami Maharaj, have continued to support and contribute to this mandir. They have created magnificent mandirs throughout the world. The Ram Mandir will benefit from their vast experience. From the beginning, Gujarat has supported the building of the Ram Mandir. The yatra, in fact, began from Somnath. Also, the Ram Rath began from Somnath. And the Ram Shila Pujan was performed at the hands of Pujya Pramukh Swami Maharaj. We all wish for a speedy completion of the mandir. That we are witnesses to this is our privilege and joy.”
Thereafter, a ceremonial donation of Rs. 2,11,11,111 (Rs 2 crore 11 lakh 11 thousand one hundred and eleven) was presented on behalf of BAPS by Pujya Ishwarcharan Swami to Pujya Shri Govinddev Giriji and Chief Minister Shri Vijaybhai Rupani.
Addressing the assembly, Pujya Ishwarcharan Swami said, “In 1968, with Yogiji Maharaj, Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj, we went to the Ram Janmabhumi and chanted the dhun before the murti of Ram Lalla. Thereafter, Pramukh Swami Maharaj pilgrimaged many times to the Ram Janmabhumi to pray. He also put in much effort for this mandir. The prayers and sacrifices of hundreds of thousands of devotees is now taking shape. With the building of this mandir, the nation’s pride and heritage will be revived and echo for countless generations to come.”
The assembly was held in the presence of 150 invited guests and saints while observing all Covid-19 precautions.
Special verses singing the glory of Shri Ram were recited. On stage were the Shri Ram Mandir Nidhi Samarpan Samiti, Gujarat Head, Shri Govindbhai Dholakia, and Gujarat head of Vishwa Hindu Parishad, Shri Dilipbhai Trivedi.
During the assembly, videos of Pramukh Swami Maharaj’s support for the Ram Mandir and the Ram Shila pujan performed by him were shown.
For the Ram Mandir Bhumipujan, Param Pujya Mahant Swami Maharaj had performed pujan of the Shri Ram Yantra on 3 August 2020 and prayed for the speedy completion of this magnificent mandir. Today, he also conveyed his blessings that the mandir be devoutly built with unity, friendship and harmony.
શ્રીરામજન્મભૂમિ મંદિર માટે નિધિ સમર્પણ સમારોહ
શ્રીરામજન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ પૂજ્ય ગોવિંદદેવગીરીજી મહારાજ અને
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સાંનિધ્યમાં
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ આપ્યું અનુદાન
તા. 13-2-2021, અમદાવાદ
ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણાધિન મંદિરની નિધિ સમર્પણ માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સમારોહનું આયોજન, આજે તા. 13 ફેબ્રુઆરીના રોજ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદ ખાતે થયું હતું. જેમાં શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી તેમજ કોષાધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી ગોવિંદદેવગીરીજી મહારાજે ખાસ પધારીને આશીર્વચન પાઠવ્યા હતા.
તેઓએ જણાવ્યું હતું કે ‘જે સ્થાનથી રામશિલાના પૂજન સાથે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે મંદિર-નિર્માણની શિલાના પૂજનનો આરંભ થયો હતો એ સ્થાનમાં આજે પુનઃ રામમંદિર માટે એકત્રિત થયા છીએ ત્યારે એટલું કહીશ કે રામમંદિરની યાત્રાનો પ્રારંભ ભગવાન સોમનાથના મંદિરથી થયો હતો. એટલે તેને રામમંદિરની યાત્રાની ગંગોત્રી કહીએ, અને આ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરથી તેની ધારા આગળ વહી છે. અહીંથી આપણને બધાને પ્રેરણા આપતી ધારા વહી છે. આ દેશને જે પ્રકારના પુરુષાર્થની આવશ્યકતા છે, જે પ્રકારના ત્યાગની આવશ્યકતા છે, જે પ્રકારના પુરુષાર્થરત જીવન સાથે ભારતમાતાની સેવાની આવશ્યકતા છે એ તમામ બાબતો આ સંપ્રદાયે એક ઉચિત આદર્શ સાથે આપણી સમક્ષ મૂકી છે. લોકોને એમ લાગે કે સાધુઓ શું કરી શકે? પરંતુ આ સંતોએ જે કાર્ય કર્યું છે એ જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમાં પણ મંદિરનિર્માણનો રેકોર્ડ અદભુત છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અંતઃકરણની તીવ્ર ભાવના હતી કે જન્મભૂમિ પર રામનું મંદિર ભવ્ય બનવું જોઈએ.
રામનું મંદિર તો સર્વત્ર હોઈ શકે છે, પરંતુ જન્મભૂમિનું મંદિર તો એક જ બનશે. લાંબા સંઘર્ષ પછી તેના નિર્માણનો આરંભ થઈ રહ્યો છે.
ભગવાન શ્રીરામ તો નૈતિકતાનું મૂર્તિમંત સ્વરૂપ હતા. ભગવાન શ્રીરામ રાષ્ટ્રપુરુષ છે. વાલ્મીકી રામાયણમાં હજારો લોકોએ એક વાત કહી છે કે અમે એ રાષ્ટ્રને જાણતા નથી, જ્યાં ભગવાન શ્રીરામ નથી. અને જ્યાં રામ નથી તેનું અમારે કંઈ કામ નથી. જ્યાં રામ હશે ત્યાં નવી અયોધ્યા ખડી કરીશું.
ભગવાન શ્રીરામચંદ્રજી આત્મનિર્ભર હતા. તમામ સદગુણોના મૂર્તિમંત સ્વરૂપ હતા. એમનું આ મંદિર સ્થપાય છે ત્યારે તેમના દિવ્ય ગુણોનો ભાવ સમગ્ર દેશમાં જાગશે. આ દેશ માત્ર સોનાની ચીડીયા નહીં, પરંતુ સોનાનો સિંહ બનીને વિશ્વ સમક્ષ પરાક્રમોનું દર્શન કરાવશે.
જેનો આરંભ સંતોના હસ્તે થયો હોય એ કાર્ય શ્રેષ્ઠ જ થાય. આથી મંદિરની સાથે સાથે તમામ એશિયાઈ દેશોમાં પણ રામનો સંબંધ જાગ્રત કરીશું. ત્યાં લોકો સાથે સંપર્ક કરીને એમને વિશ્વાસ અપાવીશું કે રામ તમારા પણ છે. એ લોકો અયોધ્યાની યાત્રાએ આવશે અને તેમને પણ ગૌરવ જાગશે. આ મંદિરના નિર્માણ સાથે અયોધ્યા ‘ધ કલ્ચરલ કેપિટલ ઓફ ધ વર્લ્ડ’ એટલે કે વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનશે, વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના જાગશે, ભારત એક સમર્થ રાષ્ટ્ર પણ બનશે, ભારતનું આ સામર્થ્ય ભારત કા યહ સામર્થ્ય વિશ્વ પર આક્રમણ કરવા માટે નહીં, પરંતુ વિશ્વનું મંગલ કરવાના કામમાં આવશે.’
આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું, ‘વર્ષો પહેલાં પ્રમુખસ્વામી મહારાજે રામશિલાનું પૂજન કરેલું અને ત્યારે આશીર્વાદ આપેલા ત્યારથી સતત પ્રમુખસ્વામી મહારાજથી માંડીને મહંત સ્વામી મહારાજ આ મંદિરના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. તેમણે દુનિયાભરમાં અનેક મંદિરો, શ્રેષ્ઠ મંદિરો બનાવ્યા છે, તે અનુભવ-દૃષ્ટિનો લાભ આ મંદિરમાં પણ મળશે. ગુજરાતે પહેલેથી ભગવાન રામના મંદિરને બનાવવા માટે અનેક સંઘર્ષ કરેલા છે. યાત્રા પણ સોમનાથથી જ નીકળી હતી. રામમંદિર, રામશિલાપૂજન, રામરથ આ બધા કાર્યક્રમની શરૂઆત સોમનાથથી જ થઈ હતી. ગુજરાતની ધરતી ઉપરથી જ થઈ હતી. અને ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે રામશિલાપૂજન એ પણ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હાથેથી શરૂઆત થઈ હતી. આપણે સૌ ઇચ્છીએ જલદી મંદિર બને. આપણે સાક્ષી બન્યા છીએ એ આપણા બધા માટે આનંદની વાત છે. ઇતિહાસ અનેક વર્ષો સુધી લોકો સમક્ષ રહેવાનો છે ત્યારે આપણને ગૌરવ થશે કે એ વખતે અમે સૌ સાક્ષી હતા.’
આ પ્રસંગે રામમંદિરના નિર્માણ માટે નિધિમાં રૂપિયા 2,11,11,111નો ચેક બી.એ.પી.એસ. સંસ્થા વતી પૂજ્ય શ્રી ગોવિંદદેવગિરિજી મહારાજ અને મુખ્યમંત્રીશ્રીને આપીને આશીર્વચન ઉચ્ચારતાં સદગુરુ ઈશ્વરચરણદાસ સ્વામીએ જણાવ્યું હતું કે ‘સન 1968માં યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સહિત અમે સૌ રામજન્મભૂમિ પર રામલલ્લા સમક્ષ ધૂન કરી હતી, એ આજે યાદ આવે છે. ત્યારપછી પણ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વારંવાર રામજન્મભૂમિની યાત્રા કરીને પ્રાર્થના અને પુરુષાર્થ કર્યા છે, તેનું આજે સ્મરણ થાય છે. લાખો સંતો-ભક્તોની તપસ્યા અને બલિદાન સાકાર થઈ રહ્યા છે. મંદિરનું નિર્માણ થશે ત્યારે રાષ્ટ્ર અને સંસ્કૃતિનું એક સ્વાભિમાન જાગશે, જેનો પડઘો આવનારી અનેક પેઢીઓ પર પડશે.’
સોશિયલ ડિસ્ટન્સ અને આનુષંગિક વ્યવસ્થાઓ સાથે 150 નિમંત્રિતો-સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં ભગવાન શ્રીરામચંદ્રજીની સ્તુતિપૂર્વક વંદના કરવામાં આવી હતી. સમારોહના મંચ પર શ્રીરામમંદિર નિધિ સમર્પણ સમિતિ, ગુજરાતના અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્રના અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત હતા.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની રામમંદિર સાથેની જૂની અનેક સ્મૃતિઓને વીડિયોના માધ્યમથી સૌએ માણી હતી. ઉલ્લેખનીય છે કે શ્રી રામમંદિરનું ભૂમિપૂજન સમારોહ માટે બી.એ.પી.એસ.ના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે શ્રી રામયંત્રનું પૂજન કરી આ મંદિરનું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ કરી, ભવ્ય મંદિર બને, રામરાજ્યની સ્થાપના થાય અને વિશ્વમાં શાંતિ થાય તે માટે ભગવાનનાં ચરણોમાં પ્રાર્થના કરી હતી. આજે પણ તેઓએ પોતાના આશીર્વચનો પાઠવ્યા હતા કે વહેલામાં વહેલી તકે નિર્વિઘ્ને શ્રીરામમંદિર પૂર્ણ થઈ જાય તે માટે આપણે સૌ સંપ, સુહૃદભાવ અને એકતાથી ભક્તિપૂર્વક પ્રયાસ કરીએ, પ્રાર્થના કરીએ.