At a time when the most important duty of each citizen is to maintain social distancing to help contain the spread of the coronavirus, BAPS has responded to government requests for assistance to care for the needy.
Throughout Gujarat, BAPS sadhus and volunteers have served in various ways, as requested by local municipal leaders.
In Silvassa, around 40 youths went to shops and street vendors to inform them about the precautions and safety measures necessary during this critical period.
In Ahmedabad, every morning around 2,000 kg of fresh vegetables, such as cauliflower, cabbage, potatoes, tomatoes, etc., are brought in from Prantij, Mahemdavad, Nenpur and other nearby areas to the BAPS Swaminarayan Mandir in Shahibaug. Here, sadhus and volunteers daily pack the fresh vegetables into biodegradable bags while observing appropriate hygiene standards. The packs, each providing a 2-day supply for a family of four, are then distributed free to the needy as specified by the municipal corporation.
In Gondal, the BAPS Mandir has provided hot meals to the needy.
BAPS centers in the UK and USA have also provided assistance to local authorities as required.
Under the guidance and inspiration of His Holiness Mahant Swami Maharaj, BAPS Swaminarayan Sanstha will continue to provide such assistance to help the needy during this challenging period.
કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે લોકડાઉનમાં
પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા
ગરીબો અને જરૂરિયાતમંદો માટે રાહત કાર્યનો આરંભ
સમાજ પર જ્યારે જ્યારે પ્રાકૃતિક આપત્તિઓ આવી પડી છે ત્યારે સંતવિભૂતિ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને તેમના આદેશથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા હજારો સ્વયંસેવકો સાથે લોકસેવામાં દોડી ગયા છે. એ જ પરંપરાને અનુસરીને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ લોકસેવાની આહલેક જગાવી છે. તાજેતરમાં કોરોના વાયરસની આપત્તિ વચ્ચે લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગરીબો અને જરૂરીયાત મંદોને રાહત પહોંચાડવા માટે પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ વિવિધ સ્તરે રાહત કાર્યો હાથ ધર્યા છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમદાવાદ તેમજ અન્ય શહેર-જિલ્લાઓમાં ફૂડપેકેટ્સ અને તાજાં શાકભાજીનું વિતરણ કરાઈ રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના સંયોજન સાથે કાર્ય કરી રહેલી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ આજે જરુરિયાતમંદો માટે ૨૦૦૦ કિલો તાજાં શાકભાજીનું વિતરણ કર્યું હતું. રોજ વહેલી સવારે પ્રાંતિજ, મહેમદાવાદ, નેનપુર વગેરે સ્થળેથી તાજાં શાકભાજી લઈ આવીને બીએપીએસ સંસ્થાના શાહીબાગ ખાતેના મંદિરે લાવવામાં આવે છે. ખેતરમાંથી આવેલાં કે તાજા શાકભાજીને સ્વચ્છ પાણીથી બરાબર ધોવામાં આવે છે, ત્યારબાદ કોરોના વાયરસથી બચવા માટે આવશ્યક સ્વચ્છતાના તમામ ધોરણોને અનુસરીને સંતો અને સ્વયંસેવકો મ્યુનિસિપલ કોર્પોરેશનની દ્વારા પ્રાપ્ત થયેલી યાદી મુજબ પરિવાર દીઠ બાયોડિગ્રેડેબલ કોથળીઓમાં પેકિંગ કરે છે. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ધારિત સ્થળોએ તેનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. આ સ્વસ્થ્યપ્રદ શાકભાજીમાં પ્રત્યેક પરિવારને બે દિવસ સુધી ચાલે તેટલાં રીંગણ, ફ્લાવર, બટાટા, કોબીઝ, ટામેટાં, મરચાં, લીંબુ અને આદુ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગોંડલમાં પણ આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જરુરિયાત મંદો માટે રાહત રસોડા દ્વારા ગરમ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગોંડલ મ્યુનિસિપાલટી ના માર્ગદર્શન મુજબવિતરણ કરાયેલ આ ગરમ ભોજનમાં રોટલી-શાક-ગાંઠીયા વગેરે ભોજન સામગ્રીનો સમાવેશ સમાવેશ કરવામાં આવ્યો છે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ રાહતકાર્ય લોકડાઉન દરમિયાન ત્રણેય સપ્તાહ સુધી રોજ કરવામાં આવશે અને જરૂરીયાતમંદ પરિવારોને સહાય કરવામાં આવશે – એમ બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ જણાવ્યું છે.