HIghlights: World Sanskrit Conference, Vancouver, BC, Canada
World Sanskrit Conference, Vancouver, BC, Canada
The 17th World Sanskrit Conference, the premier international forum for Sanskrit scholars, recognized Bhagwan Swaminarayan’s Akshar-Purushottam Darshan as the first new independent school of Vedanta since the 16th century. The recently authored ground-breaking Sanskrit works on the Akshar-Purushottam Darshan, the Swaminarayan Bhashyam and the Swaminarayan Siddhanta-Sudha by Sadhu Bhadreshdas of the BAPS Swaminarayan Sanstha, were also launched in the conference’s inaugural session on 9 July 2018 in Vancouver, Canada.
More than 600 eminent Sanskrit scholars and educators had gathered from over 40 countries for this historic event. The triennial World Sanskrit Conference, which for the last half-century has been bringing the finest minds in the world of Sanskrit together to advance understanding of Sanskrit language and literature, was held for the first time in Canada, at the University of British Columbia in Vancouver. World Sanskrit Conference organizing committee member and senior Sanskrit scholar from the University of British Columbia, Professor Ashok Aklujkar said, “Bhadreshdas Swami is one of the most amazing personalities of the religious traditions of India that I have ever met. His scholarly genius is jaw-dropping, and his commentaries on the Prasthantrayi are a truly great achievement. I think all of us at the World Sanskrit Conference are fortunate to have a bhashyakar in our midst. Just as Śrī Kāśī Vidvat Parisad acknowledged Swaminarayan Bhagwan’s Akshar-Purushottam Darshan as a distinct darshan in the Vedanta tradition, we are honored to do the same from the platform of the World Sanskrit Conference.”
Mahamahopadhyaya Bhadreshdas Swami, an eminent Sanskrit scholar and ordained swami of the BAPS Swaminarayan Sanstha, completed the Swaminarayan Bhashyam, a five-volume comprehensive Sanskrit commentary on Hinduism’s three Vedic canonical texts (Prasthanatrayi) – the Upanishads, Bhagavad Gita and Brahma Sutras – in 2007. These three texts form the foundation for the philosophical beliefs of Hindu Vedanta (commentarial) traditions. In 2017, Bhadreshdas Swami also completed the Swaminarayana-Siddhanta-Sudha, a classical Sanskrit dialectic treatise that offers an exposition, justification, and defense of the Akshar-Purushottam Darshan’s theological and philosophical principles.
The significance of Bhadreshdas Swami’s achievement was highlighted by Professor Deven Patel of the University of Pennsylvania. He said, "The World Sanskrit Conference is proud to honor this new and truly historic achievement in the world of Sanskrit philosophical culture.  It is the first Sanskrit commentary on the Upanishads, the Brahma Sutras, and the Bhagavad Gita in nearly 200 years and the first commentary on the complete set by a single acharya in over 1200 years. This five-volume commentary, known as the Swaminarayan Bhashyam, interprets the Prasthantrayi through the lens of Bhagwan Swaminarayan’s Akshar-Purushottam Darshan.  We are fortunate to have present before us today, in Bhadreshdas Swami, the acharya who, in the tradition of Shankara, Ramanuja, Madhva, Nimbarka, Vallabha, and others, has composed these commentaries.”
World-renowned Sanskrit scholar from the University of Pennsylvania, Professor George Cardona aptly detailed the importance of Bhadreshdas Swami’s work in establishing Akshar Purushottam Darshan saying, “This is a very important classical Sanskrit commentary that very clearly and effectively explains that Akshar is distinct from Purushottam.”
In the conference’s inaugural address, Bhadreshdas Swami explained the principles of the Akshar-Purushottam Darshan, the classical name of this distinct school of Vedanta. This darshan was revealed by Bhagwan Swaminarayan in the 19th century and propounded by His Holiness Shastriji Maharaj, the third spiritual successor of Bhagwan Swaminarayan and the founder of the BAPS Swaminarayan Sanstha. Bhadreshdas Swami further explained: “The essence of Akshar-Purushottam Darshan is to offer devotion to Purushottam, the supreme being, with loving service having qualitatively realized oneself as Akshar, who takes the form of the exemplary living guru.”
This was followed by the blessings of Ishwarcharandas Swami, the International Convener of the BAPS Swaminarayan Sanstha, who appreciated the great work of the World Sanskrit Conference and encouraged Sanskrit research and learning.
The World Sanskrit Conference’s inaugural session concluded with all the assembled scholars collectively recognizing Bhagwan Swaminarayan’s Akshar-Purushottam Darshan as a distinct school of philosophy in the Vedanta tradition.
On the morning of Tuesday, July 10, a special darshanic scholarly session was held on the Akshar-Purushottam Darshan in which professors and learned Swamis presented papers. Bhadreshdas Swami spoke on “Bhagwan Swaminarayan’s Akshar Purushottam Darshan: Ontology, Soteriology, and Identity”; Paramtattvadas Swami presented a paper on “Deconstructing ‘brahmajignasa’ in the Brahmasutra-Swaminarayan-Bhashya: A Study of Grammar, Hermeneutics, and Theology”; Aksharananddas Swami presented a paper on “The Akshar-Purushottam Darshan and the Gita Verse: ‘Brahmabhutah Prasannatma…’”; Prof. Deven Patel of the University of Pennsylvania  presented a paper on “The Role of the Guru Within the Akshar-Purushottam Darshan”, and Aksharvatsaldas Swami presented a paper on “The Tradition of the Shikhara Within Mandir Architecture - A Study Based on Ancient Treatises and the Akshar-Purushottam Darshan.”

In the evening, Akshar-Purushottam Darshan Vidvat Goshti, a scholarly forum in Sanskrit and English was held on the significance of the Swaminarayan Siddhant Sudha, composed by Bhadreshdas Swami. Several of the world’s foremost experts on Sanskrit, including Prof. George Cardona (University of Pennsylvania), Prof. Sadananda Das (University of Leipzig), C. Rajendran (University of Calicut), Staneshwar Timalsina (San Diego State University), Shrikant Bahulkar (Bhandarkar Oriental Research Institute), and Bhadreshdas Swami discussed the impact of the Akshar-Purushottam Darshan. 

 

કેનેડામાં યોજાયેલ વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સના મંચ પરથી જગપ્રસિદ્ધ વિદ્વાનોએ કર્યાં

ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનનાં વધામણાં

વેનકુવર, કેનેડા

તાજેતરમાં કેનેડાના વિખ્યાત મહાનગર વેનકુવર ખાતે વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સમાં વિશ્વભરના સંસ્કૃતના વિદ્વાનો એકત્રિત થઈને ભારતની આ પ્રાચીન ભાષાનું ગૌરવ ઉજાગર કરી રહ્યા છે. તા. 9 થી 13 જુલાઈ દરમ્યાન યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા ખાતે યોજાઈ રહેલા આ સંસ્કૃતના મહાકુંભ સમા અવસરે પશ્ચિમ જગતની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ અને ભારત સહિત પૂર્વીય જગતના પ્રકાંડ વિદ્વાનો સંસ્કૃત ભાષા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિવિધ વિષયો પર ગહન વિમર્શ કરી રહ્યા છે.

આજે તા. 9 અને 10 દરમ્યાન આ વિશ્વ સંસ્કૃત સંમેલનના મંચ પરથી એક ગૌરવવંતી ઘટના ઘટી હતી. પ્રાચીન ભારતીય વેદાંતની પરંપરામાં શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ નિમ્બાર્કાચાર્ય વગેરે જેવા મહાન આચાર્યોએ નૂતન તત્ત્વજ્ઞાન આપીને ભારતીય તત્ત્વજ્ઞાનની વિશાળતા અને વિવિધતાનો પરિચય કરાવ્યો છે. એ જ પરંપરામાં વિશ્વ સંસ્કૃત સંમેલનના મંચ પરથી 21મી સદીના એક નૂતન મૌલિક વેદાંત-આવિષ્કાર તરીકે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનને ગૌરવભેર વધાવવામાં આવ્યું હતું.

તા. 9 જુલાઈની સવારે યુનિવર્સિટીના ચાન સેન્ટરના ભવ્ય સભાગૃહમાં કોન્ફરન્સનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ ઉદ્ઘાટન સમારોહના એક ભાગ રૂપે, ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શન પર એક ખાસ સત્ર યોજવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહના આ સત્રના મંચ પર જગપ્રસિદ્ધ વિદ્વાન અને પશ્ચિમી જગતના પાણિનિ તરીકે ગણાતા શ્રી જ્યોર્જ કાર્ડોના, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના પ્રકાંડ વિદ્વાન શ્રી અશોકજી અકલુજકર, ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ સંસ્કૃત સ્ટડીઝના અધ્યક્ષ શ્રી કુટુંબ શાસ્ત્રી તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના પ્રમુખ વક્તા તરીકે પ્રસ્થાનત્રયી(ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર)ના અભિનવ ભાષ્યકાર મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી હતા.

સમારોહના પ્રારંભે ભૂમિકા બાંધતાં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના વિદ્વાન શ્રી દેવેન પટેલે જણાવ્યું હતું કે, વિશ્વ સંસ્કૃત સંમેલન નૂતન આવિષ્કારોને આવકારે છે. આપણા આધુનિક સમયમાં એવો એક નૂતન આવિષ્કાર આ અક્ષરપુરુષોત્તમ દર્શન છે. તેને આપણે આવકારીએ છીએ. સંસ્કૃત ફિલોસોફીના ક્ષેત્રે થયેલી આ અદ્ભુત ઐતિહાસિક તથા નૂતન સિદ્ધિને સત્કારતાં વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ ગૌરવ અનુભવે છે. છેલ્લાં 1200 વર્ષમાં કોઈ એક જ આચાર્યે સંપૂર્ણ પ્રસ્થાનત્રયી પરનાં ભાષ્યો અને વાદગ્રંથ લખ્યો હોય તો તે માત્ર ભદ્રેશદાસ સ્વામી છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્ય જેવા મહાન આચાર્યોની પરંપરાના ભાષ્યકાર ભદ્રેશદાસ સ્વામી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે.

ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ સંસ્કૃત સ્ટડીઝના ઓર્ગેનાઇઝીંગ કમિટીના સભ્ય અને વિખ્યાત વિદ્વાન શ્રી અશોક અકલુજકરજીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મારા જીવનમાં જેમને મળતાં હું સૌથી વધુ પ્રભાવિત થયો હોઉં એવા એક વિદ્વાન પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી છે. તેમની પ્રકાંડ વિદ્વત્તા નીરખતાં મુખ પહોળું થઈ જાય છે. તેમણે લખેલાં પ્રસ્થાનત્રયી પરનાં ભાષ્યો ખરેખર એક ખૂબ મોટી સિદ્ધિ છે. આવા મહાન ભાષ્યકારનું આપણી વચ્ચે હોવું તે વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ માટે ખૂબ ગૌરવનો વિષય છે. તેમણે લખેલાં ભાષ્યો અને વાદગ્રંથના આધારે કાશી વિદ્વત્ત્ પરિષદે ભગવાન શ્રી સ્વામિનારાયણના તત્ત્વજ્ઞાનને મૌલિક વેદાંત - અક્ષરપુરુષોત્તમ દર્શન તરીકે સમર્થન આપ્યું હતું. આજે એ જ રીતે આ વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સનો મંચ પણ અક્ષરપુરુષોત્તમ દર્શનને એક મૌલિક તત્ત્વજ્ઞાન તરીકે વધાવે છે અને તેનું ગૌરવ અનુભવે છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંત અને સંસ્કૃત તથા વેદાંતના પ્રખર વિદ્વાન મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આ અક્ષરપુરુષોત્તમ દર્શન ભગવાન સ્વામિનારાયણની એક મૌલિક ભેટ છે, આ નામાભિધાન આપીને મહાન સંત બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આજથી સો વર્ષ પહેલાં તેનો ઉદ્ઘોષ કર્યો હતો. અમારા ગુરુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આ અક્ષરપુરુષોત્તમ દર્શન પર મૌલિક ભાષ્યો રચી શક્યો છું, તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. એમ કહીને તેમણે સરળ અને સમૃદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રભાવક સંબોધન કરીને ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતોના આધારે વૈદિક અક્ષરપુરુષોત્તમ દર્શનની અદ્ભુત સમજૂતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અક્ષરપુરુષોત્તમ દર્શનનો સાર એટલો જ છે કે પુરુષોત્તમ પરમાત્માની અક્ષરરૂપ થઈને દાસભાવે ભક્તિ કરવી. અક્ષરબ્રહ્મના પ્રગટ સ્વરૂપ સમાન ગુરુ દ્વારા આ આધ્યાત્મિક દર્શન જીવનમાં સિદ્ધ થાય છે.

યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પ્રસિદ્ધ વિદ્વાન શ્રી જ્યોર્જ કાર્ડોનાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, શાસ્ત્રીય સંસ્કૃત ભાષ્યોની પરંપરામાં ભદ્રેશદાસ સ્વામી દ્વારા લિખિત પ્રસ્થાનત્રયીનાં ભાષ્યો ખૂબ અસરકારક અને સ્પષ્ટતાથી અક્ષર અને પુરુષોત્તમની અદ્ભુત સમજ આપે છે.

આજના આ ઐતિહાસિક મહાસંમેલનને સંબોધતાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ સંસ્કૃતમાં આશીર્વચન ઉચ્ચારીને સંસ્કૃત ભાષાના મહાન પુરસ્કર્તા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ સાથે તેમને ભાવાંજલિ અર્પી હતી.

સમારોહના અંતે ઉપસ્થિત વિદ્વાનોએ તાળીઓના પ્રચંડ નાદથી, વિશ્વ સંસ્કૃત સંમેલનના મંચ પરથી ઉદ્ઘાટિત થયેલા પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્ય અને વાદગ્રંથ સ્વામિનારાયણ સિદ્ધાંત સુધાને વધાવીને અક્ષરપુરુષોત્તમ દર્શનનાં ઉમળકાભેર વધામણાં કર્યાં હતાં.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે તા. 10 જુલાઈના રોજ આ વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સના ઉપક્રમે અક્ષરપુરુષોત્તમ દર્શન પર ખાસ એકેડેમિક સત્ર યોજાયું હતું, જેમાં મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીના અધ્યક્ષ પદ હેઠળ વિદ્વાનોએ વિશિષ્ટ દાર્શનિક દૃષ્ટિકોણથી સંશોધનપત્રો પ્રસ્તુત કર્યા હતા. લંડનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અધ્યયન કરી ચૂકેલા ડૉ. પરમતત્ત્વદાસ સ્વામી, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં પ્રાધ્યાપક ડૉ. અક્ષરાનંદદાસ સ્વામી, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના વિદ્વાન ડૉ. દેવેન પટેલ તેમજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(નવી દિલ્હી)ના અક્ષરવત્સલદાસ સ્વામીએ અક્ષરપુરુષોત્તમ દર્શન વિષય પર વિવિધ દૃષ્ટિકોણથી સંશોધનપત્રો પ્રસ્તુત કર્યા હતા.

આ જ વિષય પર યોજાયેલી વિદ્વદ્ ગોષ્ઠિમાં અમેરિકાના જગવિખ્યાત વ્યાકરણાચાર્ય શ્રી જ્યોર્જ કાર્ડોના, જર્મનીની લીપ્ઝિંગ યુનિવર્સિટીના વિદ્વાન પ્રાધ્યાપક શ્રી સદાનંદદાસ, સાનડિયાગો સ્ટેટ યુનિવર્સિટીના વિદ્વાન શ્રી સ્થાનેશ્વર તીમલ્સીના, કાલિકટ યુનિવર્સિટીના પ્રકાંડ વિદ્વાન શ્રી સી. રાજેન્દ્રન્, ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રકાંડ વિદ્વાન શ્રી શ્રીકાંત બાહુલકર વગેરે વિદ્વાનોએ આ અક્ષરપુરુષોત્તમ દર્શન વિદ્વદ્ ગોષ્ઠિમાં ભાગ લીધો હતો. પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ આ વિદ્વદ્ ગોષ્ઠિનું સમાપન કર્યું હતું. ઉપરોક્ત બંને વિદ્વદ્ સમારોહમાં વિદ્વાનોએ સિદ્ધ કરી બતાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત તત્ત્વજ્ઞાન ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ એક મૌલિક અને આગવું તત્ત્વજ્ઞાન છે. આ તત્ત્વજ્ઞાનને વિશ્વસ્તરે વિમર્શ કરીને તત્ત્વજ્ઞાનના એક નૂતન આવિષ્કાર તરીકે સ્વીકારવું જોઈએ.

આમ, એક એકેડેમિક દૃષ્ટિએ વિશ્વ સંસ્કૃત પરિષદના મંચ પરથી ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’નાં આગવાં વધામણાં થયાં હતાં, એટલું જ નહીં અક્ષરપુરુષોત્તમ દર્શનનાં તર્કબદ્ધ અને પ્રમાણોથી ભરપૂર આ બંને સત્રોએ વિદ્વાનોના માનસ પર ખૂબ જ ઊંડી અસર પ્રગટાવી હતી.

 


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS