‘You are endeavouring with a true heart and patriotism, therefore 
your fame will be eternal.’ 
- Pujya Pramukh Swami Maharaj’s blessings to Shri Vajpayee


Pujya Mahant Swami Maharaj’s Tribute to Shri Atal Bihari Vajpayee, the great leader of India…

Shri Atal Bihari Vajpayee, a great protagonist of India, had great affection for Pujya Pramukh Swami Maharaj. Amid many difficulties and political ups and downs, Shri Vajpayee derived great inner strength from the blessings of Pujya Pramukh Swami Maharaj. In 1999, when Shri Vajpayee was re-elected as the Prime Minister of India, he visited Gandhinagar to receive Pujya Pramukh Swami Maharaj blessings. Pujya Pramukh Swami Maharaj blessed “You are endeavouring with a true heart and patriotism, therefore your fame will be eternal.”

Pujya Pramukh Swami Maharaj also said, “You are a dedicated son of the country. In your heart there is a true desire for the development of the country. So, just as, even amid many obstacles, the faith of the Pandavas enabled their chariot to progress, similarly, your desire for the development of the country will drive your chariot to victory."

After the sad passing away of Shri Vajpayee in New Delhi, Pujya Pramukh Swami Maharaj’s spiritual successor, Pujya Mahant Swami Maharaj, recalled the great respectful rapport between Pujya Pramukh Swami Maharaj and Shri Vajpayee. In the presence of thousands of devotees in Vadodara, Pujya Mahant Swami Maharaj offered sincere prayers and said, “Respected Shri Vajpayee dedicated his whole life to the service of the nation and the people. He was, in the true sense, a great jewel of India who had a new vision for the progress of the country. Shri Vajpayee was a great man, selfless and principled; he was very sentimental, sympathetic and compassionate. He considered the pain of all Indians as his own pain. He was an outstanding thinker, poet, orator, national leader, visionary and public servant. Words cannot describe him fully. His perseverance over many decades has given India a long term legacy. The seeds he planted for the development of the country are bearing fruit today. His perceptive ideas will continue to guide not only India, but also other world leaders. As a friend to all and keeping everyone united, he shouldered the leadership. His great openheartedness will never be forgotten. With his passing, India has lost a distinguished son. On behalf of Pujya Pramukh Swami Maharaj, I pay my heartfelt tribute to him.”

 
‘તમે સાચા હૃદયે દેશભક્તિથી કાર્ય કરો છો,
માટે તમારો યશ શાશ્વત રહેશે.’
- શ્રી બાજપાઈજીને પ્રમુખસ્વામી મહારાજે આપેલા આશીર્વાદ

ભારતના મહાન લોકનાયક શ્રી અટલબિહારી બાજપાઈજીને
પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા શ્રદ્ધાંજલિ...
ભારતના મહાન લોકનાયક શ્રી અટલબિહારી બાજપાઈજી મહાન સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ સાથે વિરલ સ્નેહભાવ ધરાવતા હતા. અનેક મુશ્કેલીઓ અને રાજકીય ચઢાવ-ઊતાર વચ્ચે બાજપાઈજીએ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાની આત્મશ્રદ્ધાને વિશેષ દૃઢાવી હતી. સન 1999માં પુનઃ ભારતના વડાપ્રધાન તરીકેનું સુકાન સંભાળીને શ્રી બાજપાઈજી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ મેળવવા ગાંધીનગર ખાતે આવ્યા હતા ત્યારે તેમને આશીર્વાદ આપતાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે શ્રી બાજપાઈજીને કહ્યું હતું કે ‘તમે સાચા હૃદયે દેશભક્તિથી કાર્ય કરો છો, માટે તમારો યશ શાશ્વત રહેશે.’
આજે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના એ શબ્દો યાદ આવી રહ્યા છે. શ્રી બાજપાઈજીને આશીર્વાદ આપતા પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે ‘તમે દેશના સાચા સમર્પિત સપૂત છો, તમારા હૃદયમાં દેશના વિકાસની સાચી ભાવના છે, તેથી જેમ અનેક વિઘ્નો વચ્ચે પણ પાંડવોનો રથ શ્રદ્ધાથી દોડતો હતો, તેમ દેશના વિકાસ માટેના તમારા સંકલ્પોનો વિજય રથ પણ દોડશે.’
બાજપાઈજીએ નવી દિલ્હી ખાતે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેઓને શ્રદ્ધાંજલિ અર્પતાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પૂજ્ય મહંત સ્વામી મહારાજે બાજપાઈજી અને પ્રમુખસ્વામી મહારાજના વિરલ આદરભર્યા સંબંધોની સ્મૃતિ કરી હતી. પૂજ્ય મહંત સ્વામી મહારાજે વડોદરા ખાતે હજારોની ભક્તમેદની વચ્ચે શ્રી બાજપાઈજીના તીરોધાન પ્રસંગે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી હતી. તેઓએ જણાવ્યું કે ‘આદરણીય શ્રી બાજપાઈજીએ પોતાનું સમગ્ર જીવન દેશસેવા અને લોકસેવા માટે સમર્પિત કર્યું હતું. તેઓ સાચા અર્થમાં એક વિરલ ભારતરત્ન હતા, જેમણે સમરસતાથી દેશના ઉદ્ધારનું એક નવીન સ્વપ્ન સેવ્યું હતું. સ્વાર્થ અને કપટથી રહિત બાજપાઈજી એક અત્યંત ભાવનામય, સંવેદનશીલ અને ઋજુ હૃદયના મહામાનવ હતા. કરોડો ભારતવાસીઓના દુઃખ-દર્દને તેમણે પોતાનું દુઃખ-દર્દ માન્યું હતું. પ્રખર ચિંતક, પ્રખર કવિ, પ્રખર વક્તા, પ્રખર રાજનેતા, પ્રખર લોકસેવક અને પ્રખર દૃષ્ટા શ્રી બાજપાઈજી માટે જેટલું લખાય તેટલું અલ્પોક્તિ છે. દાયકાઓની તેમની તપસ્યાએ ભારતને અનેક ચિરંતન પ્રદાનો આપ્યાં છે. દેશના વિકાસ માટે તેમણે વાવેલાં બીજ આજે વટવૃક્ષ બની રહ્યાં છે. તેમના ઉન્નત વિચારો માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વના રાજનેતાઓ માટે એક આદર્શ ચીંધતા રહેશે. સૌના સુહૃદ બનીને, સૌને સાથે રાખીને તેમણે ધુરા સંભાળી હતી. એમની એ વિશાળ હૃદયતાને ક્યારેય વિસરી શકાશે નહીં. તેમની વિદાયથી ભારતે એક વિરલ મહામાનવ ગુમાવ્યા છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ વતી તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પું છું.’

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS