Photo Gallery

સ્વામીબાપા,
જીવપ્રાણી માત્રમાં ભગવાન રહ્યા છે,
પરંતુ આપનામાં તો માત્ર અને માત્ર ભગવાન.
ભગવાન કૃપાસિંધુ છે, અને આપ પણ એ જ કૃપાનો મહાસાગર!
એટલે, આ પૃથ્વી ઉપર આપનું હોવું અને
અમારું પણ હોવું એ યોગાનુયોગ નહીં,
પરંતુ આપની અનંત કૃપાનું જ ફળ છે.
આપ દેહાતીત, માયાથી પર, અખંડ ભગવાનમય
અને અહીં સૌ સામાન્ય દેહધારીઓ.
પરંતુ કૃપા કરીને આપે સૌને પોતાના માન્યા-
સૌને આપના તુલ્ય મહાન બનાવવા.
અમને સાચો રાહ ચીંધવા આપ સ્વયં આ પૃથ્વી ગ્રહે
કષ્ટો વેઠીને પગલાં માંડીને ચાલ્યા.
આપના પગમાં ચાલનારા તો સ્વયં પરમાત્મા હતા.
એટલે સમયની રેતી પર આપના એ પગલે પગલે
ક્યારેય ન મીટે એવાં સીમાચિહ્‌નો, તીર્થાે રચાયાં.
આવનારી અનેક પેઢીઓ માટે એ આદર્શ પથ બની રહેશે.
સ્વામી! આપે અમારા માટે જે કર્યું છે તે કોઈ ન કરી શકે.
મહાસાગર જેટલાં આપનાં એ અનંત ૠણને અમે ક્યારે ચૂકવી શકીશું?! બસ, આપના પગલે પગલે ચાલીને,
આપને અનુસરીને સાચા અર્થમાં આપની દિવ્ય કૃપાને
સાર્થક કરી શકીએ એ જ પ્રાર્થના!
આપ તો સ્વયં અમૃત છો. સદાય અમારાં હૃદયમાં
બિરાજીને અમને પણ અમૃતમય બનાવો એ જ પ્રાર્થના!
જય સ્વામિનારાયણ બાપા!
- સાધુ કેશવજીવનદાસ(મહંત સ્વામી મહારાજ)ના
સાષ્ટાંગ પ્રણામ

Swami Bapa,

God resides in all living forms,

but, within you, there is only God, and nothing else.

God is an ocean of compassion, and you are also that vast ocean of compassion!

Thus, your presence on this earth and

our presence here is not a mere coincidence.

But, it is all due to your infinite grace.

You are beyond the body, beyond maya, forever absorbed in God

and here all are ordinary mortals.

However, you have benevolently accepted all as your own –

to make everyone great like you.

To show us the true path, you personally walked on this earth,

tolerating many hardships.             

In you, Paramatma himself walked.

Hence, through your footsteps on the sands of time,

sacred tirths and landmarks were created that will never be erased.

They will be the exemplary path for all future generations.

Swami! What you did for us, nobody could have done.

When will we be able to repay our vast ocean of debt to you?

Sincerely, we pray that by walking in your footsteps, by following you, we can,

in the true sense, justify your divine grace.

You are amrut – the immortalizing spiritual nectar.

We pray that you forever reside in our hearts and immerse us in your eternal bliss.

Jai Swaminarayan Bapa!

With humble sashtang prostrations from

Sadhu Keshavjivandas

(Mahant Swami Maharaj)

 


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS