On September 5, 2017, His Holiness Mahant Swami Maharaj met with former President Barack Obama in Washington D.C.  The meeting was arranged as part of Mahant Swami Maharaj’s efforts in North America to share universal Hindu messages and foster public dialogue on service and the importance of unity in our communities and in our nation.  Joining His Holiness Mahant Swami Maharaj and President Obama were Pujya Ishwarcharandas Swami and Pujya Viratswarupdas Swami from BAPS as well as Ben Rhodes from the Obama Foundation. 

Mahant Swami Maharaj presented President Obama with a garland as part of a traditional Hindu greeting as well as an Amrut Kalash symbolizing ultimate victory of good over evil even in difficult times.  Mahant Swami Maharaj also gifted President Obama a sanctified mala (Hindu prayer beads) and a copy of Transcendence, a book written by former Indian President Dr. APJ Abdul Kalam about his spiritual experiences with Pramukh Swami Maharaj. 

The two leaders discussed the role of BAPS mandirs in communities around the United States and the world.  President Obama appreciated how BAPS mandirs have served as houses of worship but also community centers catering to society’s diverse social and humanitarian needs.  In particular, President Obama took note of the vibrant children and youth programs that take place in BAPS mandirs.  Mahant Swami Maharaj was also pleased to learn that one of President Obama’s priorities in his post-presidency is preparing the next generation of leaders.  The two leaders then discussed how they could work collaboratively on this key effort in preparing the next generation of public servants. 

With reference to the Indian American community, President Obama spoke about how, like in other immigrant communities, the second generation often engages more fully in civic life, making America theirs.  The two leaders agreed that more needed to be done to encourage young South Asians to pursue careers in public service.  Mahant Swami Maharaj and President Obama both spoke about how encouraging service requires encouraging individuals to see goodness in one another.  Mahant Swami Maharaj specifically explained the Hindu principle that each individual soul is divine, and so service of each individual is a selfless act of devotion. 

Mahant Swami Maharaj took time to specifically praise President Obama when he learned that President Obama had set aside time, even as President, to have dinner with his family five nights a week.  Mahant Swami Maharaj greatly values unity in all of the building blocks of society, including families.  Mahant Swami Maharaj was also touched by President Obama’s humility, sharing with the President a verse from a John Bunyan poem, “He that is down, need fear no fall.  He that is low, no pride.  He that is humble ever shall have God to be his guide.”  Mahant Swami Maharaj noted that he saw this humility in President Obama, remarking how it has been noted that the President took the time to look after and care for his staff while in office.  As Mahant Swami Maharaj was departing, President Obama respectfully bid him farewell with the greeting: “Jay Swaminarayan.”  

 

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને

અમેરિકન પૂર્વ પ્રેસિડેન્ટ  શ્રી બરાક ઓબામા સાથે ઐતિહાસિક મુલાકાત

 

 

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડી.સી. ખાતે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અનુગામી અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે અમેરિકાના પૂર્વરાષ્ટ્ર પ્રમુખ શ્રી બરાક ઓબામાની ઐતિહાસિક મુલાકાત યોજાઈ હતી. વૈશ્વિક હિંદુ આદર્શોના પ્રસાર માટે તેમજ વિવિધ સમુદાયો વચ્ચે એકતા અને સંવાદિતાનું સંવર્ધન-મહત્ત્વ વધારવા માટે પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રયાસોના એક ભાગરૂપે આ મુલાકાત યોજાઈ હતી. તા. 5 સપ્ટેમ્બર, 2017ના રોજ યોજાયેલી આ મુલાકાત વેળાએ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના કન્વીનર પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી તેમજ વિરાટસ્વરૂપદાસ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. ઓબામા ફાઉન્ડેશન વતી શ્રી બેન રોડ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.

હિંદુ સ્વાગત પરંપરા મુજબ પુષ્પહાર પહેરાવ્યા બાદ અમૃતકળશ અર્પણ કરીને પૂજ્ય મહંત સ્વામી મહારાજે શ્રી બરાક ઓબામાને સત્કાર્યા હતા. પૂજ્ય મહંત સ્વામી મહારાજે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના આધ્યાત્મિક અનુભવો વર્ણવતું ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે લખેલું પુસ્તક 'ટ્રેન્સેન્ડન્સ' અને જપમાળા પણ શ્રી બરાક ઓબામાને ભેટમાં આપ્યાં હતાં.

પશ્ચિમ વિશ્વની મહાસત્તાના રાજનેતા અને પૂર્વીય ધર્મપરંપરાના આધ્યાત્મિક નેતાના આ મિલન દરમ્યાન પ્રેસિડેન્ટ ઓબામાએ અમેરિકા તથા વિશ્વભરમાં ફેલાયેલાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરો વિશે વિમર્શ કરાયો હતો. પ્રેસિડેન્ટ ઓબામાએ બી.એ.પી.એસ. મંદિરો દ્વારા થઈ રહેલી વિવિધ આધ્યાત્મિક અને સામાજિક સેવાઓની કદર કરી હતી. તેમાંય બી.એ.પી.એસ. મંદિરો દ્વારા થઈ રહેલી બાળ-યુવા સંસ્કાર પ્રવૃત્તિની તેમણે વિશેષ નોંધ લીધી હતી. શ્રી ઓબામા નવી પેઢીના નેતાઓનું સર્જન કરવામાં વિશેષ પુરુષાર્થ કરી રહ્યા છે એ જાણીને પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રસન્નતા દર્શાવી હતી. આ બંને મહાનુભાવોએ ચર્ચા કરી હતી કે આપણે એકબીજા સાથે હાથ મિલાવીને કેવી રીતે સમાજસેવકોની નવી પેઢીને તૈયાર કરવા માટે કાર્ય કરી શકીએ.

પ્રેસિડેન્ટ ઓબામાએ ભારતીય અમેરિકનોના સંદર્ભમાં ખાસ જણાવ્યું કે અન્ય સમુદાયોની જેમ ભારતીયોની બીજી પેઢી કેવી રીતે અમેરિકન તરીકે અમેરિકાને પોતાની માતૃભૂમિ બનાવી રહ્યા છે. સાઉથ એશિયન્સની નવી પેઢીને જાહેરસેવામાં જોડવાની ખૂબ જરૂરિયાત છે તે અંગે બંને મહાનુભાવો એકમત હતા. બીજામાં રહેલી સારી બાબતોને નીરખવા માટે વ્યક્તિ વ્યક્તિને પ્રેરણા આપવા શું કરવું જોઈએ તેની પણ બંને મહાનુભાવોએ ચર્ચા કરી હતી. 'દરેક આત્મા દિવ્ય છે' એ હિંદુ આધ્યાત્મિક સિદ્ધાંતનો નિર્દેશ કરીને પૂજ્ય મહંત સ્વામી મહારાજે નિર્દેશ કરીને જણાવ્યું હતું કે દરેક વ્યક્તિની નિઃસ્વાર્થ સેવામાં ભક્તિ સમાયેલી છે.

અમેરિકાના પ્રમુખ હોવા છતાં ખાસ સમય ફાળવીને, દર અઠવાડિયે પોતાના પરિવાર સાથે ઓછામાં ઓછું પાંચ વખત ડિનર કરીને પારિવારિક એકતાને મહત્ત્વ આપતા શ્રી ઓબામાની આ ખાસિયતને પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રસન્નતાપૂર્વક બિરદાવી હતી. પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમાજના પ્રત્યેક એકમમાં અને પરિવારમાં એકતાને અત્યંત મહત્ત્વ આપે છે. એક મહાસત્તાના રાષ્ટ્રપ્રમુખ તરીકે હોવા છતાં શ્રી ઓબામાએ પોતાના ઓફિસ સ્ટાફના સભ્યોની સંભાળ લેવા માટે દર્શાવેલી ભાવના અને વિનમ્રતા પૂજ્ય મહંત સ્વામી મહારાજને વિશેષ સ્પર્શી ગઈ. આથી બાળવયે શીખેલી જ્હોન બન્યનની કવિતાની પંક્તિઓ “He that is down, need fear no fall.  He that is low, no pride.  He that is humble ever shall have God to be his guide.” શ્રી ઓબામાને સંભળાવીને પૂજ્ય મહંત સ્વામી મહારાજે તેમને બિરદાવ્યા હતા. શ્રી ઓબામાએ પણ પૂજ્ય મહંત સ્વામી મહારાજની વૈશ્વિક સેવાઓને બિરદાવી હતી. પૂજ્ય મહંત સ્વામી મહારાજે વિદાય લીધી ત્યારે 'જય સ્વામિનારાયણ' કહીને શ્રી ઓબામાએ તેમને વિશેષ આદર આપ્યો હતો.

આમ, એક આધ્યાત્મિક મહાપુરુષ અને એક મહાસત્તાના રાજનેતાની આ મુલાકાત ઐતિહાસિક અને યાદગાર બની રહી હતી.

 


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS