At the Prayer Assembly on the occasion of the demise of HH Pramukh Swami Maharaj, senior sadhus of the Sanstha reminisced about their cherished and valued association with Swamishri. The prayer assembly also stood witness to the public reading of the letter written by Pramukh Swami himself, naming HH Mahant Swami as the new head (President) and Guru of BAPS. The event evoked mixed feelings: the deep loss of Guru Pramukh Swami for one and on the other hand the assurance of Bhagwan Swaminarayan that His spiritual light shall forever remain through a continued legacy of Gunatit gurus. Pujya Doctor Swami read out the letter by Pramukh Swami, dated 20th July, 2012, declaring Mahant Swami as the head of BAPS and his spiritual successor, amidst thunderous applause and reverence.

Pujya Ishwarcharan Swami said that Bhagwan Swaminarayan's life was an unparalled one. His mission to elevate and uplift one and all is clear through his teachings and work. We are fortunate that we now have HH Mahant Swami to look up to in matters of our spiritual upliftment and liberation.

Pujya Viveksagar Swami briefly reminisced his 42-year long vicharan with Pramukh Swami, elaborating about his Herculean efforts for the uplift of countless, and his pristine saintliness. He said that we will continue to benefit in temporal and spiritual matters through Mahant Swami. He appreciated the saintliness and simplicity of HH Mahant Swami as observed by him over the years.

Pujya Tyagvallabh Swami emphasized that Bhagwan and his realized Sadhu take human form, impart to us wisdom and bliss, and when the time comes they depart from earth. If looked at through the prism of Bhagwan Swaminarayan's teachings they neither come nor go. Bhagwan is always there with us, guiding us through thick and thin. We are greatly indebted to Pramukh Swami, for he has gifted us Mahant Swami under whose guidance we shall continue to progress and prosper spiritually.

Finally, HH Mahant Swami blessed the historic gathering. With his calm and enlightened composure, he credited Bhagwan Swaminarayan, Shastriji Maharaj, Yogiji Maharaj and guru Pramukh Swami Maharaj for spreading the message of Akshar-Purshottam upasana, mutual brotherhood, unity and togetherness. Time and again during his short, yet crisp and impactful talk, he insisted that we tread the path of unity because unity in essence has catapulted the Sanstha to great spiritual heights and success. His talk struck a divine chord with the sadhus and devotees in attendance.

Undoubtedly, the prayer meet will forever remain etched in the hearts of all.

 

 

પ્રાર્થનાસભામાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અનુગામી તરીકે પરમ પૂજ્ય મહંત સ્વામીની વિધિવત્ ઘોષણા

 

તા. 14-8-2016

સારંગપુર

આજે સાંજે 5-00 થી 7-00 વાગ્યા દરમ્યાન વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં ભાવવંદના કરતી પ્રાર્થનાસભા સારંગપુર ખાતે બી.એ.પી.એસ. મંદિરના સભાગૃહમાં યોજવામાં આવી હતી. આ સભામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના તમામ વરિષ્ઠ સંતો તેમજ હજારો ભક્તો અને 700થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભમાં સંતોએ મંત્રજાપ અને પ્રાર્થનાનું ગાન કર્યું હતું. આ પ્રસંગે દેશ-વિદેશના સામાજિક અને ધાર્મિક અગ્રણીઓએ પાઠવેલા સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું.

પ્રારંભમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય ડોક્ટર સ્વામીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે 'પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય આધ્યાત્મિક પરંપરાના ધારક હતા. આ પરંપરામાં ભગવાન સ્વામિનારાયણ હંમેશાં પ્રગટ રહ્યાનો સૌને અનુભવ આજપર્યંત સૌને થતો રહ્યો છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું હૃદય શુદ્ધ હતું તેથી તેમના દિવ્ય પ્રભાવનો લાખો લોકોએ અનુભવ કર્યો છે. તેમણે અનેકનાં હૃદય શુદ્ધ કર્યાં હતાં. એમનું એ આધ્યાત્મિક કાર્ય કયારેય અટકશે નહીં. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે એક પત્ર દ્વારા વિધિવત્ તા. 20-7-2012ના રોજ પોતાના ભાવિ ઉત્તરાધિકારીની નિયુક્તિ કરી હતી. એ પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે ''બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સ્વામીશ્રી યજ્ઞપુરુષદાસજીએ સ્થાપેલ બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સર્વે ત્યાગી, ગૃહી ભક્તોને જણાવવાનું કે મારા દેહવિલય બાદ બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખપદે એટલે કે ગુરુપદે હું પૂજ્ય મહંત સ્વામી સાધુ કેશવજીવનદાસની નિમણૂંક મારી રાજી ખુશીમાં મારી સંપૂર્ણ સભાન અવસ્થામાં કરું છું. '' આ સંદેશ દ્વારા પ્રમુખસ્વામી મહારાજે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના લાખો ભક્તોને ગુરુપદે પૂજ્ય મહંત સ્વામીની ભેટ આપી છે.'

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓના સંયોજક પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય જીવનસંદેશની વિશેષ અનુભૂતિ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે 'સમગ્ર વિશ્વના કરોડો લોકોના હૃદયમાં પ્રમુખસ્વામી મહારાજ છવાઈ ગયા હતા. અસંખ્ય સેવાકાર્યો કર્યા બાદ પણ તેઓ પોતાને નહીં, પરમાત્માને જ સર્વકર્તા સમજીને અહંશૂન્યભાવે જીવ્યા છે. તેમણે હંમેશાં પોતાના ઇષ્ટદેવ અને પોતાના ગુરુનું અનુસંધાન રાખ્યું છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ બે સદી પહેલાં ઉચ્ચાર્યું હતું કે હું ચિરંજીવ છું. એમ પ્રમુખસ્વામી મહારાજ પણ ચિરંજીવ છે. હવે તેઓ પરમ પૂજ્ય મહંત સ્વામીના ખોળિયામાં રહીને આપણને સૌને આધ્યાત્મિક છત્ર પૂરું પાડશે. પૂજ્ય મહંત સ્વામી એક મહાન ગુણિયલ સંત છે. ઉચ્ચ પદે હોવા છતાં વર્ષો સુધી તેમણે વિનમ્રભાવે ભક્તોના એઠાં વાસણ ઊટકવાની સેવા પણ કરી છે. એમણે પ્રમુખસ્વામી મહારાજની નિશ્રામાં રહીને તેઓને ખૂબ પ્રસન્ન કર્યા છે. હવે તેઓ પ્રમુખસ્વામી મહારાજના અનુગામી તરીકે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા અને લાખો ભક્તોના આશ્રયસ્થાન બન્યા છે. તેઓ પ્રમુખસ્વામી મહારાજનું સાક્ષાત્ સ્વરૂપ છે. '

 

આ પ્રસંગે દાયકાઓ સુધી પ્રમુખસ્વામી મહારાજની સાથે ગામડે ગામડે વિચરણ કરનાર પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામી પણ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની વાત્સલ્ય ગંગાનું સ્મરણ કરતા ભાવવિભોર બની ગયા હતા. અશ્રુભીની આંખે તેઓએ જણાવ્યું હતું 'પ્રમુખસ્વામી મહારાજનો નિઃસ્વાર્થ પ્રેમ ક્યારેય વિસરી શકાશે નહીં. અસંખ્ય લોકોને શાંતિ આપવાનું કાર્ય કરનાર સ્વામીશ્રીએ જે વાત્સલ્ય વરસાવ્યું છે તે આધ્યાત્મિક પ્રગતિનું કારણ બન્યું છે. સાધુતાનું તેઓ શિખર હતા વિશ્વભરના મહાનુભાવો અને સંતોએ તેમને સંતોમાં શિરોમણી એટલે જ ગણાવ્યા હતા.' એમ કહીને તેમણે પ્રમુખસ્વામી મહારાજના અનુગામી પૂજ્ય મહંત સ્વામીની સ્વાનુભૂતિઓ વર્ણવતાં વંદના કરી હતી.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના બોચાસણ ખાતેના મહંત અને વરિષ્ઠ સંત પૂજ્ય ત્યાગવલ્લભદાસ સ્વામીએ પણ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય જીવનની સ્મૃતિઓ કરતા જણાવ્યું હતું કે 'ક્યાંય શોધ્યાં ન જડે એવા અનેક આધ્યાત્મિક ગુણોના ધારક હતા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ. એમણે ખૂબ મૃદુભાષી અને મિતભાષી પૂજ્ય મહંત સ્વામીની આપણને ભેટ આપી છે. આપણે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પગલે ચાલીને તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.'

અંતે ગુરુપદે બિરાજ્યા પછી પ્રથમ વખત વિશાળ ભક્તસમુદાયને આશીર્વચન આપતા પરમ પૂજ્ય મહંત સ્વામીએ જણાવ્યું હતું કે 'પ્રમુખસ્વામી મહારાજે એટલું બધું કાર્ય કર્યું છે કે જેમાં કશું બાકી રાખ્યું નથી. એમણે ખૂબ જવાબદારી આપી છે. પરંતુ સેવા કરવાની શક્તિ પણ તેઓ જ આપે છે. પ્રમુખસ્વામી મહારાજે દેશવિદેશમાં 1100થી વધુ મંદિરો, 1000થી વધુ સંતો અને અનેકવિધ લોકસેવાના કાર્યો કર્યા છે. પરંતુ એમણે હંમેશાં ભગવાનને સર્વકર્તા માનીને, સંપ તેમજ નિયમધર્મની દૃઢતા અને સાધુતા રાખીને એ કાર્યો કર્યા છે. આપણે તેઓના ખૂબ ઋણી છીએ કે તેમણે આપણને સ્વીકારીને કૃતાર્થ કર્યા છે.'

આજની આ પ્રાર્થના સભામાં અંતે સૌએ આરતી સાથે પ્રમુખસ્વામી મહારાજના સ્તુતિગાન સાથે સમૂહવંદના કરી હતી. આજની આ સભાનું વાતાવરણ એવું દિવ્ય હતું કે સૌને લાગ્યું કે પ્રમુખસ્વામી મહારાજ સદાય આપણી વચ્ચે બિરાજમાન છે. પ્રમુખસ્વામી મહારાજની વિદાયથી લાખો લોકોના હૃદયમાં પડેલા ખાલીપાને જાણે આજની સભાએ ભરી દીધો હતો. ભાવવિભોર બનેલા સૌને આજે અનુભવાયું હતું કે પ્રમુખસ્વામી મહારાજ તેમના આશીર્વાદ યુગો સુધી આપણા સૌ ઉપર વરસાવતા રહેશે.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં અંતિમ દર્શન માટે અહોરાત્ર લાખો ભક્તો અને મહાનુભાવોનો અવિરત પ્રવાહ સારંગપુર ભણી વહી રહ્યો છે. ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તા. 15 ઓગસ્ટના રોજ લાલકિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ મધ્યાહને સારંગપુર ખાતે પધારીને પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં સમગ્ર રાષ્ટ્ર વતી ભાવશ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ભારતના રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીએ પણ  પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું છે કે રાષ્ટ્રને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને એમની વિદાયથી એક મહાન આત્માની ખોટ પડી છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં અંતિમ દર્શન બુધવારે બપોર સુધી ચાલુ રહેશે. ત્યારબાદ બપોરે 3-00 વાગે તેઓના પાર્થિવ શરીરનો અત્યંષ્ઠિ સંસ્કાર લાખો ભક્તોની ઉપસ્થિતિમાં વૈદિક પરંપરા અનુસાર કરવામાં આવશે.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS