યુવાશક્તિ સમાજનો આધાર છે. યુવાધનનો રચનાત્મક વિનિયોગ રાષ્ટ્રની પ્રગતિમાં આવશ્યક છે. આ સત્યને પિછાણી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે બી.એ.પી.એસ. યુવા પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો હતો. યુવાનોના શારિરીક, માનસિક અને આધ્યાત્મિક ઘડતરના ધ્યેય સાથે શરૂ થયેલ આ યુવા પ્રવૃત્તિ આ વર્ષે ૬૦મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે ઈ.સ. ૧૯૫૨માં મુંબઈ ખાતે યુવકમંડળની સ્થાપના કરીને યુવા પ્રવૃત્તિનો વિધિવત્ પ્રારંભ કર્યો હતો. યુવાનોના ઘડતર માટે યોગીજી મહારાજના અદમ્ય ઉત્સાહના પરિણામે યુવા પ્રવૃત્તિ દિન-પ્રતિદિન પાંગરતી રહી. તેમાં પણ 'યુવકો મારું હૃદય છે.' - યોગીજી મહારાજની આવી પ્રેમાળ વાણીએ અનેક યુવકોની શક્તિને રચનાત્મક માર્ગે વાળી.
યોગીજી મહારાજે આરંભેલ અને પોષેલ યુવા પ્રવૃત્તિનું પ્રગટ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજ આજદિનપર્યંત જતન-સંવર્ધન કરી રહ્યા છે, અને તેના પરિણામે આજે વિશ્વના અનેક દેશોમાં યુવા પ્રવૃત્તિ ફૂલીફાલી છે.
ઈ.સ. ૧૯૫૨માં શરૂ થયેલ યુવા પ્રવૃત્તિને ઈ.સ. ૨૦૧૨માં ૬૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થા દ્વારા 'યુવા પ્રવૃત્તિ ષષ્ટિપૂર્તિ મહોત્સવ' ભવ્યતાપૂર્વક ઉજવાશે. થનગનતા યુવકો સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ આયોજનો દ્વારા જીવનમાં ભક્તિ, સેવા, સંયમ, સંસ્કાર જેવાં મૂલ્યો દૃઢ કરશે. સમગ્ર વર્ષ ષષ્ટિપૂર્તિ વર્ષ તરીકે ભક્તિભાવપૂવજ્ઞક ઉજવાશે.
આ ષષ્ટિપૂર્તિ મહોત્સવનો પ્રારંભ જાન્યુઆરી માસમાં ઉદ્ઘોષ સભા દ્વારા થયો હતો. તા.૧૫/૧/૨૦૧ના રોજ મુંબઈ ખાતે સ્વામીશ્રીએ પોતાનાં કરકમળો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ષષ્ટિપૂર્તિ મહોત્સવનો શુભારંભ કર્યો. તા.૨૯/૧/૧૨થી તા.૫/૨/૧૨ સુધી સત્સંગના નાનાં-મોટાં અનેક કેન્દ્રોમાં ષષ્ટિપૂર્તિ મહોત્સવની ઉદ્ઘોષ સભાઓ ભવ્યતાપૂર્વક યોજાઈ, જેમાં યુવક-યુવતીઓ તેમજ તમામ સત્સંગીઓએ લાભ પ્રાપ્ત કર્યો હતો. આ ઉદ્ઘોષ સભામાં બી.એ.પી.એસ. યુવા પ્રવૃત્તિના વિરલ ઇતિહાસને વીડિયો શો દ્વારા દર્શાવાયો. યુવા પ્રવૃત્તિ દ્વારા તૈયાર થયેલા સેવાભાવી, સદાચારી યુવાનોની વિરલ પ્રતિભાને સંવાદ-'ધ પાવર ઓફ વન' દ્વારા રજૂ કરવામાં આવી. સભાના અંતમાં ષષ્ટિપૂર્તિ મહોત્સવ ગીતના આધારે યુવકોએ નૃત્યાંજલિ અર્પણ કરી અને સૌ સભાજનોએ ષષ્ટિપૂર્તિ મહોત્સવની ધજા ફરકાવીને મહોત્સવને ઉમંગભેર વધાવ્યો.
ઉદ્ઘોષ સભામાં લાભ લેનાર યુવક-યુવતી તથા હરિભક્તોની સંખ્યા :
|
યુવક-યુવતીઓ |
હરિભક્તો |
સુરત |
૩૭૫૦ |
૧૪૨૦૦ |
મુંબઈ |
૧૦૦૦ |
૩૦૦૦ |
વડોદરા |
૧૩૦૦ |
૪૦૦૦ |