Pramukh Swami Maharaj Janma Jayanti Mahotsav – 2016
 

Surat

Date: 07/12/2016, Evening 6:00 – 9:00

Request Form

As part of his centenary celebrations, the entire BAPS family is honoured this year to celebrate the 96th birth anniversary of Guruhari Pramukh Swami Maharaj. The festival will be celebrated in the divine presence of Pragat Brahmaswarup Mahant Swami Maharaj in Surat. Everyone is invited to attend this unique occasion.

 

A few points to keep in mind so all devotees can enjoy the festival:

  • The celebration will take place from 6:00pm to 9:00pm on Wednesday 7 December 2016, Magshar Sud 8.
  • Entry into the main sabha will begin at 3:00pm.
  • Any devotee arriving that day should not go for Thakorji’s darshan at the mandir, but instead reach the sabha directly. Darshan will be displayed on the screen.
  • Those with difficulty in crowds, fragile health, or very senior citizens, are recommended to not attend the festival.

Regarding Accommodation

  • Devotees from Gujarat, Mumbai and Khandesh will be able to arrive for the festival on the day. Therefore, accommodation arrangements for devotees from these regions will not be available. We request your assistance in these arrangements.
  • For devotees from abroad and outside of Gujarat (excluding Mumbai and Khandesh), accommodation will be available from Tuesday 6 December 2016. It is requested that anyone requiring accommodation not arrive before Tuesday 6 December 2016.
  • Any devotees from abroad with personal homes or relatives’ homes nearby are requested to stay there and arrive on the day of the festival.
  • Those devotees arriving from abroad or outside of Gujarat (except Mumbai and Khandesh) are asked not to request accommodation for their friends and family from Gujarat.

Registration for Accommodation

  • Please register for accommodation online by Saturday 26 November 2016. You will receive a confirmation number.
  • Due to the large number of devotees, accommodation will be provided in and around Surat. Please keep your vehicle with you.
  • If for any reason you need to cancel or change your request, please contact the Surat Accommodation Office immediately.

For Hotel Booking

  • Any devotees wishing to reserve a hotel room should contact the Surat Accommodations Office (number provided below) and receive information regarding nearby hotels. Thereafter, devotees should deal with the hotel directly.
  • For additional details, please contact:
    Surat Accommodations Office

    Phone: +91 999 899 2010
    e-mail: [email protected]

 

Festival Site: (click here for map)
  • Swaminarayan Nagar,
    Subhash Garden - Dandi Road,
    Jahangirabad, Surat

 

Please Note:

  • When arriving for the festival, please bring only necessary luggage. Do not bring expensive items or extra money. Take extra care of your expensive items, especially mobile phones.
  • From Sunday 27 November to Tuesday 6 December 2016, the ‘Swaminarayan Nagar’ will host inspirational exhibitions, discourses by sadhus, a light and sound show, and other various cultural programmes. Devotees from Surat and nearby areas are all welcome. However, accommodation will not be available for those days.

સમગ્ર BAPS પરિવાર માટે ખૂબ જ આનંદની વાત છે કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આ વર્ષે ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનો ૯૬મો જન્મજયંતી મહોત્સવ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ખૂબ જ દિવ્યતા અને ભવ્યતાથી સુરતમાં ઉજવાશે. આ અણમોલ અવસરનો લાભ લેવા સૌને હાર્દિક નિમંત્રણ છે. આ ઉત્સવનો લાભ લેવા પધારનારા હરિભક્તોની સુવિધા સારી રીતે સચવાય તે માટે કેટલીક અગત્યની સૂચનાઓ ધ્યાનમાં લેવા વિનંતી.

  • જન્મજયંતી મહોત્સવ તા. ૭/૧૨/૨૦૧૬, માગશર સુદ ૮, બુધવારના રોજ સાંજે ૬:૦૦ થી ૯:૦૦ દરમ્યાન ઉજવાશે.
  • જન્મજયંતી મહોત્સવની મુખ્ય સભા માટે સભામંડપમાં પ્રવેશ બપોરે ૩:૦૦ વાગ્યા પછી પ્રાપ્ત થશે.
  • મહોત્સવના દિવસે કોઈપણ હરિભક્તોએ મંદિર દર્શને ન જતાં સીધા જ મહોત્સવ સ્થળે પહોંચવું. સભા પૂર્વે ઠાકોરજીનાં લાઈવ દર્શન સમયે સમયે થતાં રહેશે.
  • જેમને ભીડમાં તકલીફ પડે તેવા અતિવૃદ્ધ અને અશક્ત હરિભક્તો ઉત્સવમાં ન આવે એ ઇચ્છનીય છે.

 

ઉતારા અંગે :

  • ગુજરાત, મુંબઈ તેમજ ખાનદેશના હરિભક્તો સમૈયાના દિવસે નીકળી ઉત્સવના સમયે સુરત પહોંચી શકશે. આથી આ વિસ્તારના કોઈ હરિભક્તોની સમૈયાના દિવસે ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં, તો આ વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી.
  • મુંબઈ તથા ખાનદેશ સિવાયના પરપ્રાંત અને પરદેશના હરિભક્તોને જ તા. ૬/૧૨/૨૦૧૬, મંગળવારના દિવસે સુરત ઉતારા વિભાગ તરફથી ઉતારો મળશે. તા. ૬/૧૨/૨૦૧૬ થી વહેલા કોઈ પણ હરિભક્ત ન આવે તે ઇચ્છનીય છે.
  • ઉતારા માટે તા. /૧૧/૨૦૧૬ સુધીમાં ઉતારા રીક્વેસ્ટ ફોર્મ ભરવું. ત્યાંથી આપના રજીસ્ટ્રેશનનો કન્ફર્મેશન નંબર પણ પ્રાપ્ત થશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો પધારનાર હોવાથી ઉતારાની વ્યવસ્થા સુરત કે આજુબાજુના વિસ્તારોમાં અનુકૂળતા પ્રમાણે કરવામાં આવશે. આ માટે આપનું વાહન સાથે રાખવું.
  • પરદેશથી પધારનાર હરિભક્તને સુરતની નજીકમાં પોતાનું કે સંબંધીનું નિવાસસ્થાન હોય તો ઉતારો ત્યાં જ રાખવો અને મહોત્સવના સમયે જ સુરત આવવું.
  • પરદેશ અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તો ગુજરાતમાં રહેતા પોતાના સ્નેહીજનોને ઉતારા માટે પોતાની સાથે ન લાવે તે ઇચ્છનીય છે.
  • કોઈ કારણસર ઉત્સવમાં આવવાનો કાર્યક્રમ રદ થાય અથવા આવનાર વ્યક્તિઓની સંખ્યામાં ફેરફાર થાય તો સુરત ઉતારા વિભાગને વહેલી તકે અવશ્ય જાણ કરવી.

 

ઉતારા માટે હોટલ બૂકિંગની વ્યવસ્થા :

 

જે હરિભક્તો હોટલમાં રૂમ બૂક કરાવવા ઇચ્છતા હોય, તેમણે મહોત્સવસ્થળની નજીક આવેલી હોટલોની વિગત માટે નીચે આપેલા ફોનનંબર પર સંપર્ક કરવો. ત્યાંથી હોટલોની માહિતી મેળવ્યા બાદ આપને હોટલ સાથે સીધો વ્યવહાર કરવાનો રહેશે.

 

ઉતારા અંગે વિશેષ માહિતી માટે સંપર્ક:

ફોન નં. : +૯૧ ૯૯૯ ૮૯૯ ૨૦૧૦

E-mail : [email protected]

 


સ્વામિનારાયણ નગર, સુભાષ ગાર્ડન - દાંડી રોડ, જહાંગીરાબાદ, સુરત

 

અન્ય સૂચના :

  • ઉત્સવમાં જરૂર પૂરતો જ સામાન સાથે લાવવો. કિંમતી વસ્તુઓ અને વધારે રોકડ રકમ સાથે ન લાવવી. મોબાઈલ ફોન જેવી અનિવાર્ય જણાતી વસ્તુઓ કાળજીપૂર્વક સાચવવી.
  • તા. ૨૭/૧૧/૨૦૧૬ થી ૬/૧૨/૨૦૧૬ દરમ્યાન મહોત્સવ સ્થળે ‘સ્વામિનારાયણ નગર’માં વિશિષ્ટ પ્રેરણાદાયી પ્રદર્શનો, સંત વ્યાખ્યાનમાળા, લાઈટ ઍન્ડ સાઉન્ડ શો તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ મળશે. સુરત ઉપરાંત નજીકના વિસ્તારના હરિભક્તો તેનો લાભ લઈ શકશે, પરંતુ આ દિવસોમાં બહારગામના હરિભક્તો માટે ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહિ.

Accommodation Request for Pramukh Swami Maharaj Janma Jayanti Mahotsav – 2016 is closed.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS