બ્રહ્મસ્વરૂપપ્રમુખસ્વામી મહારાજ એટલે પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ.
નિરંતર ભક્તિમય રહેતા સ્વામીશ્રી તો કથા અને અને કીર્તનના પરમ અનુરાગી હતા. 
તેઓ વારંવાર કહેતા: કથા અને કીર્તન તો આત્માનો ખોરાક છે.
તેઓ હમેંશા કથા-સત્સંગ-ભક્તિ-કીર્તનને અમૃત કહેતા, અક્ષરનું અમૃત! તેઓ એ અમૃતને દિવસ-રાત માણતા, અને સૌને તેમાં રમમાણ રહેવાનો વારંવાર અનુરોધ કરતા.. 
એટલે  જ તેઓના શતાબ્દી  મહોત્સવના ઉપક્રમે  બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સત્સંગ સમુદાય આ અક્ષર અમૃતનો લાભ લઈ શકે તે માટે ‘અક્ષર અમૃતમ્’  વિશિષ્ટ એપ્લિકેશન બનાવવામાં આવી છે. 

‘અક્ષર અમૃતમ્’

આ એપમાં મુખ્ય ચાર વિભાગ છે, જે તમે ઉપરના ચાર ટેબમાં જોઈ શકશો. 

૧. હોમ ૨. કીર્તન ૩. કથા ૪. ઓડિયો બુક્સ 

દરેક વિભાગમાં જુદી જુદી પેનલ છે. જેમ કે –
કીર્તન વિભાગમાં – આહનિક, પ્રભાતિયાં, આરતી, મૂર્તિનાં કીર્તનો, ઉપદેશનાં કીર્તનો, ઉત્સવનાં કીર્તનો, બાળગીતો, મહિલા ગીતો વગેરે... 
કથા વિભાગમાં - ગુરુપરંપરાની અમૃતવાણી, સંતોની વ્યાખ્યાનમાળાના વિવિધ આલ્બમો – જેમ કે, આર્ષ પ્રવચનમાળા, સંત સમાગમ પ્રવચનમાળા, સંત વ્યાખ્યાનમાળા વગેરે...
ઓડિયો બુક્સ વિભાગમાં – વચનામૃત, સ્વામીની વાતો, ભગવાન શ્રી સ્વામિનારાયણનું વિસ્તૃત જીવન ચરિત્ર (5 ભાગ), ભક્તચિંતામણિ, અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનું વિસ્તૃત જીવન ચરિત્ર (2 ભાગ), બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજનું વિસ્તૃત જીવન ચરિત્ર, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું વિસ્તૃત જીવનચરિત્ર, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું વિસ્તૃત જીવન ચરિત્ર (ભાગ 1 થી 3), જેના ગુણે રીઝ્યા ગિરધારી (અંગ્રેજી આવૃત્તિ), મહંત સ્વામી મહારાજનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર (અંગ્રેજી આવૃત્તિ), ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો વગેરે ધ્વનિમુદ્રિત ગ્રંથો...
આમ, આ એક સમૃદ્ધ ઓડિયો સ્ટ્રિમિંગ એપ છે, જેમાં હજુ વધુ ને વધુ નવી નવી ઓડિયો સામગ્રી ઉમેરાતી રહેશે. આપ સૌ તેને માણીને ભક્તિનો આનંદ લઈ શકશો.
આ એપના કેટલાક વિશિષ્ટ પાસાંઓ નીચે મુજબ છેઃ
કુલ 2000 કરતાં વધારે કીર્તન, 900 કરતાં વધુ કથા અને 6000થી વધુ ઓડિયો બુક્સ વગેરે મળીને આશરે 9000 જેટલા ઓડિયો ટ્રેક્સ – બધું જ નિઃશુલ્ક સાંભળી શકશો. ટૂંકમાં, છેલ્લાં 40 વર્ષોમાં બી.એ.પી.એસ. સંસ્થા અને સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત થયેલા ધ્વનિમુદ્રિત પ્રકાશનોમાંથી મોટા ભાગના પ્રકાશનોનો ખજાનો આ એપમાં માણી શકશો.
  • કોઈપણ કીર્તન, આલ્બમ કે ગાયકના નામથી સર્ચ કરવાની સુવિધા...
  • કીર્તનના શબ્દોને ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં (જ્યાં ઉપલબ્ધ છે ત્યાં) વાંચી શકશો.
  • તમારા પોતાના મનપસંદ ટ્રેક્સનું (favorite tracks) મનપસંદ પ્લેલિસ્ટ બનાવી શકશો.
  • અક્ષર અમૃતમ્ એપના કોઈપણ આલ્બમ કે ટ્રેકને તમે મિત્રના અક્ષર અમૃતમ્ એપ વાપરનાર અન્ય મિત્રને પણ વ્હોટ્સએપ, ટેક્સ્ટ મેસેજ કે ઇમેઈલ દ્વારા શેર કરી શકશો.
  • જ્યારે નવા આલ્બમો ઉમેરાશે ત્યારે આપને તેનું નોટિફિકેશન મળશે.
  • તમારા હોમ સ્ક્રિનને તમે તમારી ઇચ્છા મુજબ કસ્ટમાઇઝ કરી શકશો.
  • તમે સાંભળેલા ટ્રેક્સની પ્લે-પોઝિશન તેમની તેમ જળવાશે. એટલે કે તમે કથા કે ઓડિયો બુક્સ સાંભળતી વેળાએ કોઈ એક ટ્રેકમાં જ્યાં અટક્યા હશો, તે ટ્રેક ફરીથી જ્યારે વગાડશો ત્યારે જ્યાંથી અટક્યા હશો ત્યાંથી પ્લે થશે.
  • તમારા મનપસંદ આલ્બમને સરળતાથી વારંવાર સાંભળવા માટે તમે હોમ પેજ પર મૂકી શકશો.
  • ટ્રેક્સના ટાઈટલને તમે ગુજરાતી અથવા અંગ્રેજીમાં જોઈ શકશો.
 
Brahmswarup Pramukh Swami Maharaj was an ideal example of devotion towards God.
Swamishri was constantly engrossed in devotion, through katha and kirtan.
He considered katha and kirtan as food for the soul.
He always believed katha-satsang-bhakti-kirtan as ‘amrut’ - nectar, Aksharnu Amrut! He would always enjoy this amrut, and would ask others to do the same.
Thus on the eve of his Shatabdi Celebrations as a mark of respect and rememberance, BAPS Swaminarayan Sanstha has created the ‘Akshar Amrutam’ app. 

‘Akshar Amrutam’

The app contains three main sections, which can be accessed through the tabs on top.

1. Home 2. Kirtan 3. Katha 4. Audio Books

Within each section,  there are separate panels, such as:
Kirtan Section - Daily rituals, Prabhatiya, Aarti, kirtans on Murti, philosophical kirtans, kirtans for fasting, kirtans for children,  and many others.
Katha Section - blessings of Guru Parampara, discourses of sadhus, different albums such as AARSH lecture series, Sant samagam lecture series, sant vyakhyanmala and many others. 
Audio Section - Vachanamrut, Swamini Vato, Bhagwan Shri Swaminarayan’s detailed Jivan Charitra (5 parts), Bhaktachintamani, Aksharbrahma Shri Gunatitanand Swami’s detailed Jivan Charitra (2 parts), Brahmswarup Bhagatji Maharaj’s detailed Jivan Charitra, Brahmaswarup Shastriji Maharaj’s detailed Jivan Charitra, Brahmaswarup Yogiji Maharaj’s brief Jivan Charitra, Brahmaswarup Pramukhswami Maharaj’s detailed Jivan Charitra (part 1 to 3), Eternal Virtues, Mahant Swami Maharaj’s brief Jivan Charitra (English version), Bhagwan Shri Swaminarayan na Bhaktratno and many other audio books.
This beneficial audio streaming app will be regularly updated with new content. 
More than 2,000 kirtans, more than 900 katha and over 6,000 audio books - in total, around 9,000 audio tracks - all of them completely free. You will find most of the audio publications of BAPS Swaminarayan Sanstha and Swaminarayan Aksharpith in the last 40 years should be found here.
Some of the salient features of this app are:
  • Search for a kirtan by its singer's name or album
  • Sing along with the Gujarati lyrics of the kirtan, with English  transliteration wherever available   
  • Create your own playlist of favorite tracks
  • Share any album or track that you like, with anyone else using the app, and also with others through whatsapp, text messenger or email.
  • Get notifications whenever a new album is uploaded on the app.
  • Customize the home screen.
  • Play position of the tracks are saved, so if you leave a track midway, it will replay from the point where you left.
  • Place your favorite album on your home screen for easy access.
  • Titles are shown in Gujarati as well as in English.
 

 

Videos

Pujya Ishwarcharan Swami (4:18)

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS