શ્રી સ્વામિનારાયણ વિશ્વશાંતિ મહાયજ્ઞ
તા. 11 નવેમ્બર 2024, કારતક સુદ 10, સોમવાર
‘યજ્ઞમાં અર્પણ કરીને પ્રસાદ લેનાર મોક્ષ પામે છે.’ - શ્રીમદ્ભગવદ્ગીતા
‘યજ્ઞ એ પરમાત્માનું સ્વરૂપ છે.’ - ઉપનિષદ
ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનો આગવો મહિમા છે. ભારતની યજ્ઞપરંપરા શીખવે છે કે સર્વ કંઈ ભગવાનને અર્પણ કરીને ભોગવો, ત્યાગીને ભોગવો.
-
યજ્ઞ એ જીવનને ઊર્ધ્વમાર્ગ તરફ લઈ જતી શક્તિ છે.
-
યજ્ઞ એ ભારતીય-વૈદિક સંસ્કૃતિનું જીવંત સ્મારક છે.
-
યજ્ઞ એ જીવનનો અમૂલ્ય લહાવો છે.
ગુજરાત સદૈવ જેમનું ૠણી છે એવા ભગવાન સ્વામિનારાયણે ગામોગામ અહિંસક યજ્ઞો કરાવીને ભારતીય સંસ્કૃતિની યજ્ઞીય પરંપરાનો ખૂબ મહિમા વધાર્યો છે. તેમની ગુણાતીત ગુરુપરંપરાએ પણ એ જ યજ્ઞીય પરંપરાને વિસ્તારી છે.
એ જ શૃંખલામાં, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના આંગણે તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે એક વિશ્વશાંતિ શ્રી સ્વામિનારાયણ મહાયાગનું ભવ્ય આયોજન પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય સંનિધિમાં કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં હજારો ભાવિકો યજ્ઞનારાયણને આહુતિ આપી જીવન ધન્ય કરશે.
ભગવાન શ્રી નીલકંઠ વર્ણીની મૂર્તિપ્રતિષ્ઠાના અણમોલ અવસરે યોજનારા આ મહાયજ્ઞમાં આપ પણ જોડાઈને આપના જીવનને ચિરંતન સ્મૃતિઓથી ધન્ય બનાવો એ જ અભ્યર્થના.
યજ્ઞ સમય : સવારે 5:30 થી 9:00
તા. 11 નવેમ્બર 2024, કાર્તિક સુદ 10, સોમવાર
યજ્ઞ સેવા : (₹) 21,111
તપોમૂર્તિ નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાનાર મહાયજ્ઞમાં અત્યાર સુધી ઓનલાઇન પેમેન્ટ સ્વીકારતા હતા, હવે ઉત્સવ નજીક આવતો હોવાથી યજમાનને પ્રવેશ પત્ર વગેરે તુરંત આપવાના હેતુથી 1 નવેમ્બર 2024 થી ઓનલાઇન સેવા બંધ કરવામાં આવશે. જેમને યજ્ઞમાં સેવા આપવી હોય તેઓ યજ્ઞ વિભાગ અક્ષરધામ ગાંધીનગરનો સંપર્ક કરે.
સંપર્ક : યજ્ઞ વિભાગ,
તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ
સ્વામિનારાયણ અક્ષરધામ
હરિમંદિર ‘જ’ રોડ, સેક્ટર 20, ગાંધીનગર-382020
ફોન નં. +91 9426585560
પ્રયોજક : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા
અધ્યક્ષ : પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ