પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૩૪
જીંજા, તા. ૫-૩-૧૯૭૦
યોગીજી મહારાજ સ્નાન કરવા જઈ રહ્યા હતા. એમની સેવા માટે હોંશે હોંશે આવેલા નાનાં નાનાં બાળકોના ગળામાં સ્કાર્ફ બાંધેલા હતા અને સ્કાર્ફની ગાંઠ ઉપર એક પેન્ડલ ચોડેલું હતું. સ્વામીશ્રીએ એ પેન્ડલ જોઈને એમાં જે ફોટો જડવામાં આવેલો-એને બતાવવા, એ બાળકોને પૂછવા લાગ્યા, 'આ શું છે? આ ક્યાં છે? આ મુંબઈ છે ને?
પહેલાં તો બાળકો સમજ્યા નહિ કે બાપા શું કહે છે ? પછી અણસારે સમજ્યા એટલે કહે, 'હા.'
'અહીં છે ? જીંજામાં છે ?...(પેન્ડલમાં ફોટો જેનો છે એ જીંજામાં છે?)' સ્વામીશ્રીએ ફરી પૂછ્યું,
'ઓળખો છો ? આ કોણ છે ?' ફરી કહ્યું.
ફોટા તરફ બતાવતાં બાળકોએ કહ્યું. 'આ યોગી બાપા છે. અમારી સામે ઊભા છે.' અને બાળક સાથે બાળક જેવી ગમ્મત કરતાં સ્વામીશ્રી હસી પડ્યા. બાળકોને પણ અનેરો આનંદ આપ્યો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-25:
The Poor can Please God through Shraddha
“Furthermore, it is not the case that God’s pleasure is bestowed only on those who offer bhakti with various articles and not upon the poor. Someone may be poor, but if he offers water, leaves, fruits and flowers to God with shraddhã, that is enough to please Him…”
[Gadhadã III-25]