પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-8-2017, લોસ એન્જેલસથી હ્યુસ્ટન વિમાનમાં જતાં
આજની મુસાફરીમાં જોડાયેલા કાર્ડિઆક (હૃદયના) સર્જન ડૉ. કિરીટ પણ સાથે હતા. આત્મસ્વરૂપદાસ સ્વામીએ તેમને પૂછ્યું : ‘એક કાર્ડિઆક સર્જન તરીકે આપનું સ્વામીશ્રીને શું સૂચન છે ?’
તેમણે કહ્યું : ‘કાંઈ નહીં, કારણ કે તેમાં મુખ્ય ત્રણ બાબતોનું ધ્યાન રાખવાનું હોય.’
ખોરાક - જેમાં સ્વામીશ્રી એકદમ પરફેક્ટ છે. યોગ્ય અને યોગ્ય માત્રામાં આહાર લે છે.
કસરત - સ્વામીશ્રી નિયમિત વૉકિંગ વગેરે પણ કરે છે, અને
તણાવ - સ્વામીશ્રીએ તરત હાથ વડે મીંડું બતાવતાં કહ્યું : ‘શૂન્ય.’
વિવેકમૂર્તિદાસ સ્વામીએ પૂછ્યું : ‘આપને ક્યારેય સ્ટ્રેસ (તણાવ-ચિંતા) ન આવે ?’
સ્વામીશ્રીએ સ્પષ્ટ ‘ના’ પાડી.
‘કેવી રીતે ?’
‘ભગવાન કર્તા છે. મહારાજ જ કરે છે ! અને સારું કરે છે.’ સ્વામીશ્રીએ કર્તાપણાની વાત દૃઢાવતાં કહ્યું.
વિવેકમૂર્તિદાસ સ્વામીએ પોતાની અવઢવ રજૂ કરી : ‘પણ એવી સમજણ રાખીએ તો કોઈને કાંઈ કહેવાય જ નહીં ! કાંઈ અયોગ્ય થતું હોય તો જવાબદારીના ભાગરૂપે કહેવું ન પડે ?’
‘જવાબદારી માટે કહેવું પડે, પણ ડારો ન દેવો.’ સ્વામીશ્રીએ કહ્યું.
સ્વામીશ્રીએ તણાવમુક્ત રહેવાની ચાવી, વિવેક બધું જ સુપેરે શીખવ્યું.
Vachanamrut Gems
Amdãvãd-1:
The Fruits of Meditation
“Having meditated in this way, one is able to see everything that is described in the scriptures. Thereafter, all remaining nãstik feelings within one’s jivãtmã are resolved, and the jiva becomes extremely powerful. In addition, one develops a firm conviction that whatever is stated in the scriptures is true. The eight yogic powers, namely subtleness, etc., become accessible to one who performs this meditation, and one’s vision reaches as far as the rays of the sun and moon reach. In this manner, countless yogic powers manifest before that person, but because he is a devotee of God, he does not accept any of those powers. Instead, he meditates only on God. As a result, the performer of this meditation attains enlightenment like Nãrad, the Sanakãdik and Shukji…”
[Amdãvãd-1]