પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-8-2017, લોસ એન્જેલસ
આજની સભામાં બાલદિનનો કાર્યક્રમ હતો. બાળકો સ્વામીશ્રી સાથે ‘બેસ્ટ ફ્રેન્ડ ગેમ’ (પ્રિય મિત્ર રમત) રમ્યા. આમાં બાળકો સ્વામીશ્રીને પ્રશ્નો પૂછતા. જેના ઉત્તરો સ્વામીશ્રી આઇ-પેડ ઉપર લખતા, જે સ્ક્રીન પર બતાવાતા હતા :
1. આપ પૂજામાં કઈ પ્રાર્થના કરો છો ?
- ‘સ્વામી-શ્રીજીનો આભાર માનું છું.’
આપની પ્રિય વાનગી કઈ ? - ‘કંકોડાં.’
2. ફાજલ સમયમાં શું કરો છો ? - ‘પત્રલેખન.’
3. આપ ક્યાંના છો ? - ‘અક્ષરધામના.’
4. અક્ષરધામની ચાવી કેવી હોય ? એના માટે શું કરવાનું ? - ‘દિવ્યભાવ.’ પછી બોલ્યા : ‘એ ચાવી બધા પાસે છે.’
5. (લખ્યા સિવાય) અક્ષરધામ કેટલું દૂર છે ? - ‘તમે બધા અક્ષરધામમાં જ છો.’
6. આપની પાસે એવું શું છે, જે અમે જાણતા નથી ?
- ‘મહારાજ અને સ્વામી તથા પ્રમુખસ્વામી છે.’
7. આપના પ્રિય મિત્ર કોણ ?
- ‘નિયમ-ધર્મ છે તો બધા પ્રિય મિત્ર છે. બધા બાળકો નિયમ-ધર્મવાળા છે.’
Vachanamrut Gems
Gadhadã II-42:
Glory of Akshar
“… Countless millions of brahmãnds dwell like mere atoms in each and every hair of that Akshar…”
[Gadhadã II-42]