પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-8-2017, લોસ એન્જેલસ
આજે હરિભક્તો સ્વામીશ્રીની વ્યક્તિગત મુલાકાતોમાં જોડાયા. તેના આજે બનેલા કેટલાક વિશિષ્ટ પ્રસંગો :
ભરતસિંહ ઝાલા આવ્યા. 1990-’91ના અરસામાં તેમની સાથે પધરામણીએ જતાં ટાયર ફાટ્યું હતું, ધડાકો થયો હતો અને આગના તણખા ઝર્યા હતા, તે પ્રસંગ સ્વામીશ્રીએ યાદ કર્યો.
જિતુભાઈ મહેતાના ઘરનું નામ ‘અક્ષર સાગર’ પાડ્યું હતું તે યાદ કર્યું.
રાકેશભાઈના દીકરા યોગીને 2004ની સાલમાં તેમની ફાર્મસીની દુકાન આગળ ફૂટપાથ પર છેલ્લે મળ્યા હતા, તે યાદ કરાવ્યું.
ગાનાવાળા અશ્વિનભાઈ આવ્યા. સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘આપ આમને ઓળખો ?’ સ્વામીશ્રી કહે : ‘ચાર વાર એમના ઘરે જમી આવ્યો છું.’
અંકુર નામનો એક યુવક આવ્યો. તેને જોતાં જ સ્વામીશ્રીએ વર્ષો પહેલાં તેના પિતાશ્રી મહેશભાઈ પટેલના ઘરે પોતે પધરામણીએ ગયા હતા, ત્યારે આણે અચાનક જોરથી બૂમ પાડેલી. તે પ્રસંગ યાદ કર્યો.
સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં ઘટેલી પ્રત્યેક ઘટનાની ફિલ્મ તેમના સ્મૃતિપટ પર કાયમને માટે અંકિત થઈ જાય છે.
Vachanamrut Gems
Gadhadã II-39:
A Word for the Seniors
“For those who are senior amongst you, the observance of the vow of non-lust is an absolute must. If one has a deficiency in some other aspect, it may well do, but firmness in this is absolutely essential…”
[Gadhadã II-39]