પ્રેરણા પરિમલ
આ આજ્ઞા સર્વોપરિ...
બોચાસણમાં સ્વામીશ્રી એકવાર ઠાકોરજી જમાડી રહ્યા હતા. ત્યારે દર્શન કરતા સામે બેઠેલા આણંદના રમણભાઈએ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો કે 'બાપા ! નાની મોટી આજ્ઞા પાળવાનો પ્રયત્ન કરીએ જ છીએ, પણ એવી કોઈ સર્વોપરિ આજ્ઞા છે જે પાળવાથી આપના અંતરનો રાજીપો મળે ?'
'નિજાત્માનં બ્રહ્મરૂપમ્...' એક ક્ષણના પણ વિલંબ વગર સ્વામીશ્રી જમતાં જમતાં જ એકદમ બોલી ઊઠ્યા, ને પછી કહે, 'પોતાના આત્માને બ્રહ્મ માનવો, તેમાં પરમાત્મા બિરાજમાન છે. શિક્ષાપત્રીની આ આજ્ઞા દૃઢ પળાય એટલે પરમ સુખિયા. કોઈ બોલાવે, કોઈ ન બોલાવે, માન-અપમાન કશું જ લાગે નહિ. આ આજ્ઞા અમારે ને તમારે, બધાને માટે છે. આ એક જ આજ્ઞા સર્વોપરી છે.'
Vachanamrut Gems
Gadhadã I-78:
Key to Liberation
Thereafter Prasãdãnand Swãmi asked, "What is the cause of the jiva's liberation?"
Shriji Mahãrãj answered, "To do exactly as the Sant says without harbouring any doubts is the only cause of the jiva's liberation."
[Gadhadã I-78]