પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૨૯
નૈરોબી, તા. ૭-૨-૧૯૭૦
અહીં આગળ ડૉ. કામદાર યોગીજી મહારાજની સેવામાં આવતા. એમણે સ્વામીશ્રીને પૂછ્યું,'બાપા ! નૈરોબી શહેર પાંચ હજાર ફીટ ઊંચે છે તો શ્વાસમાં તકલીફ તો નથી પડતી ને ?'
'મુંબઈમાં તકલીફ હતી, અહીં ફાવે છે, સારું છે.' સ્વામીશ્રીએ સૂતાં સૂતાં જવાબ આપ્યો.
'તો અહીં જ રહી જાવ ને.'
'રહી પાડીએ, અમારે તો ભજન જ કરવું છે ને...' ભજનાનંદી સ્વામીશ્રીનો આ સરળ ઉત્તર, ભગવાનનું ભજન કરવું અને કરાવવું. એ સિવાય જીવનમાં કાંઈ કરવા જેવું નથી, એ જ માત્ર શીખ આપતો હતો.
અહીં આવતાંની સાથે સ્વામીશ્રીના સ્વાસ્થ્યનાં ચિહ્નો એકદમ બદલાઈ ગયાં. એ જોઈ સર્વને ઘણું જ આશ્ચર્ય થયું અને સમજાયું કે સ્વામીશ્રી સ્વતંત્ર પુરુષ છે. ભક્તોને સેવા આપવા અથવા અન્ય નિમિત્તે રોગ ગ્રહણ કરે છે ને મૂકી પણ દે છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-26:
Accepting Advice Positively
“Moreover, the following practice is observed everywhere: When a king or a guru scolds and rebukes a servant or a disciple, if the servant or disciple accepts it positively, then the king or the guru harbours tremendous affection for him. Conversely, they do not feel affection towards a person who reacts negatively when given such advice. God’s method is similar. When He gives advice to someone, if they accept it positively, He develops affection for them; if they react negatively, however, He does not develop affection for them.”
[Gadhadã II-26]