પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૨૮
નૈરોબી, તા. ૬-૨-૧૯૭૦
સાંજે સભામાં આશીર્વાદ આપતાં યોગીજી મહારાજ કહે,'આ સભા અક્ષરધામની છે. પુરુષોત્તમનારાયણની સભા છે. ભગવાનના ધામની સભા છે. માટે સંપ-સુહૃદભાવ રાખવો 'હોલા ઉપાડ' કરવો...(દૃષ્ટાંત કહ્યું)...'
અધિવેશનમાં યુવકોએ પ્રવચનો કર્યાં તેથી બહુ પ્રસન્નતા બતાવી.
કથા-પ્રસંગમાં એક મુદ્દાની વાત કરતાં કહ્યું કે 'મહારાજે (ગઢડા પ્રકરણના) પ્રથમના ઇકોતેરમાં અક્ષરે સહિત પુરુષોત્તમની વાત કરવાની આજ્ઞા કરી તે શાસ્ત્રીજી મહારાજે પાળી તો આપણું વધે છે...'
ઉતારે આવતા હતા ત્યારે એક આફ્રિકન કૂદી કૂદીને 'યોગીજી મહારાજની જય' એમ બોલતો હતો, તે સાંભળી હસવા લાગ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-54:
God is Pleased Most by Satsang
“In the 12th chapter of the 11th canto of the Shrimad Bhãgwat, Shri Krishna Bhagwãn has said to Uddhav, ‘I am not as pleased by ashtãng-yoga, sãnkhya, renunciation, observances, sacrifices, austerities, donations, pilgrimages, etc., as I am pleased by satsang.’ This is what God has said…”
[Gadhadã II-54]